________________
આપ્તવાણી-૧૧
માટે આ વ્યવસ્થિત શબ્દ છે નહીં.
આપ્તવાણી-૧૧ શક્તિ, બરાબર ?
દાદાશ્રી : હા, આ અહંકાર મહીં છે ને, તે ડખો કરે છે. તેથી આ ઊભો રહ્યો છે સંસાર, એ જો ડખો ના કરે તો કશો વાંધો નથી. આ જ્ઞાન પછી તમારે ડખો કરનારો કોઈ છે નહીં એટલે વ્યવસ્થિત.
પ્રશ્નકર્તા : તો વ્યવસ્થિત શક્તિ અને પ્રકૃતિમાં જોર કોનું વધારે ?
દાદાશ્રી : પ્રકૃતિનું. વ્યવસ્થિત તો, એ બધું તો. ન્યાયસ્વરૂપ છે. પેલામાં અહંકાર ગાંડું બોલે ને ? આ જ્ઞાન પછી આપણી પ્રકૃતિ બધી ન્યાયસ્વરૂપ થઈ ગઈ. એ વ્યવસ્થિત. ગાંડું કાઢે તો ય એ વ્યવસ્થિત કહેવાય.
પ્રશ્નકર્તા : તો અહંકારને કાઢવો જોઈએને !
દાદાશ્રી : જ્ઞાન લીધું હોય તો અહંકાર રહ્યો જ ક્યાં આગળ ! ચાર્જ અહંકાર કાઢી નાખેલો છે અને હવે જે છે તે ડિસ્ચાર્જ અહંકાર છે, એના વગર કોઈ સંસારી કામ થાય નહીં.
એટલે આપણે વ્યવસ્થિતની ગેરેન્ટી શાથી લઈએ છીએ કે એનું કર્તાપણું ઊડી ગયું. અકર્તા થયો એટલે ડખલ નથી. જગત બહુ સુંદર છે. જગત તો એટલું બધું સુંદર છે. પણ કર્યા છે ત્યાં સુધી કાલે શું કરે એ કંઈ કહેવાય નહીં. રાત્રે આપણી જોડે સૂઈ ગયો હોય અને સવારમાં શુંનું શું ય કરતો હોય, આપણે માટે જ કાર્યક્રમ કરતો હોય. એવી આ દુનિયા. અહંકાર જાગતો હોય ત્યાં સુધી શું ના કરે ! હવે તો ના કરે ને કશું ! હવે તો વ્યવસ્થિત બધું અને તે હું જાણું છું કે કશું જ નહીં કરી શકે એટલે મેં વ્યવસ્થિત કહ્યું, નહીં તો કહેવાય નહીં ને ! કોઈએ કહ્યું નથી. એનું શું કારણ છે કે જોખમદારી આવે. એ વ્યવસ્થિત કહ્યું તે તમને અનુભવમાં આવ્યું ને વ્યવસ્થિત છે ! ખરેખર એમ જ છે, નહીં ?!
મોક્ષ 80% આજ્ઞા પાળે !
દાદાશ્રી : સમકિત તો થયેલું હોય, પણ અમારી જે આજ્ઞા પાળે તેને માટે વ્યવસ્થિત છે. એટલે આજ્ઞાવશ જેની વૃત્તિઓ થઈ ગયેલી છે એટલે એ પ્રમાણે જ વર્યા કરે. વાતને પૂરી સમજે તો ઘડી ઘડી એમ ના કહે કે આ વ્યવસ્થિત છે, એવું તેવું સમજાઈ જ ગયેલું હોય, એની હકીકત સમજે કે આ સિદ્ધાંત શું છે ? જેને આજ્ઞા પાળવી છે એને વણાઈ ગયેલી હોય. એટલે અમે કહીએ છીએ કે સિત્તેર ટકા આજ્ઞા પાળતો હશે તો ચાલશે મારે.
પ્રશ્નકર્તા : આ મહાત્માઓ જેણે જ્ઞાન લીધું, એનું ડિસ્ચાર્જ હવે વ્યવસ્થિત છે. આજ્ઞામાં રહે છે તેનું અને જેણે જ્ઞાન નથી લીધું એનું ડિસ્ચાર્જ વ્યવસ્થિત નથી, એ વાત સાચી.
દાદાશ્રી : સાચી, તદન સાચી !
અહંકાર ક્યારે ગાંડું કરે એ કહેવાય નહીં. ‘હજાર ગાંસડી લીયા', ફોન ઉપર સોદો કર્યો. બીજાએ લીધી તે એણે ય લીધી, પેલો શ્રીમંત માણસ હતો અને આને તો લાખ રૂપિયાનું નુકસાન થાય તો દિવેલ નીકળી જાય ને !
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એટલે અવ્યવસ્થિત કરી નાખે. અહંકાર જીવતો છે. જીવતો માણસ હોય, અને પાછો જાગતો હોય, અને રાતે ક્રોકરીનાં વાસણો ફૂટી ગયાં, બસો-પાંચસો રૂપિયાનાં તો શું થાય ? જીવતો, જાગતો ને જ્ઞાન મળેલું ના હોય. શું થાય એને ?
પ્રશ્નકર્તા : કઢાપો ને અજંપો !
દાદાશ્રી : ઊંઘ જ ના આવે એને. અને જેણે તોડી નાખ્યા હોયને, એનું નામ દઈએ તો વઢવાડ થાય એટલે મનમાં ને મનમાં કચવાયા કરે, આ ક્યાંથી મૂઓ, આ આવો ક્યાં છોકરો પાક્યો ?! બોલવા જાય તો વઢવાડ થાય. બોલાયે નહીં ને આખી રાત કચવાયા કરે.
પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી, સમકિત જેને થયું, એને માટે આ વ્યવસ્થિત શબ્દ છે. જેને સમક્તિ નથી થયું, જેણે જ્ઞાન નથી લીધું, એને