________________
૩૫
આપ્તવાણી-૧૧ આ સમજવાનું છે. અહીં આગળ ડખલ કરે એ જે રડારડ કરશે ને તેને ય વ્યવસ્થિત છે, ને જે હસીને કરશે ને તેને ય વ્યવસ્થિત છે. કશું વળે એવું નથી.
આમ અજ્ઞાનતાથી અવળું વીંટે !
વ્યવસ્થિત’ તે આપણે શું કહેવા માગીએ છીએ કે તું શું કરવા ઈગોઈઝમ કરે છે ? તું શા માટે અંદન કરે છે ? આ મન-વચન-કાયા, એ વ્યવસ્થિતના તાબે જ છે અને વ્યવસ્થિતની પ્રેરણાથી જ આ મનવચન-કાયા ચાલી રહ્યાં છે, એમાં કહે છે, “મેં ચલાવ્યું, હું ચલાવું છું.” એવા આમાં સ્પંદન કરવાની જરૂર નથી. તું તારા સ્વરૂપમાં રહે આપને સમજાયું ને, કે હું શું કહેવા માંગું છું ? કે આ બધું વ્યવસ્થિતને જ તાબે છે, અને વ્યવસ્થિત જ ચલાવી રહ્યું છે. વ્યવસ્થિત જ રહે છે.
પણ એ જ્ઞાન આ બધા લોકોને અપાય એવું નથી. કારણ કે જ્યાં સુધી સ્વરૂપનું જ્ઞાન ના હોય, જ્યાં સુધી ‘હું શું છું’ એવું નક્કી ના થાય ત્યાં સુધી આ વ્યવસ્થિતનું જ્ઞાન આપીએ તો પોતાની જાત સિવાયનું આની બહારનું બધું વ્યવસ્થિત કહે અને એટલે પછી સૂઈ રહે, કહેશે કશો વાંધો નથી. એટલે અવળા ભાવ કરે અને એનો આવતો ભવ બગડે. આ ભવમાં ના બગડે કારણ કે આ ભવમાં ના બગડે એવું વ્યવસ્થિત છે. એ બહુ સમજવા જેવું છે. એ વાત બહુ ઊંડી છે.
સંબંધ પ્રકૃતિ તે વ્યવસ્થિતતો !
આપ્તવાણી-૧૧ દાદાશ્રી : પ્રકૃતિ અને વ્યવસ્થિત, બે એક જ છે. પણ અહંકાર છે ને એ ડખલ કરે છે, પ્રકૃતિ રહેવા દેતો નથી. એટલે વ્યવસ્થિત કહેવાય નહીં. અહંકાર કાઢી આપીએ પછી વ્યવસ્થિત કહીએ એ જુદું છે.
પ્રશ્નકર્તા : હું તો એમ કહેવા માંગું છું કે અત્યારે જે જીવનું વ્યવસ્થિત ચાલે છે એ એની હાલની પ્રકૃતિ મુજબ ચાલે છે કે એનાથી જુદું છે ? દાખલા તરીકે આ ચંદુભાઈની જે પ્રકૃતિ હાલની છે અને ચંદુભાઈનું જે વ્યવસ્થિત છે એ બેઉનો સંબંધ ખરો ?
દાદાશ્રી : એક જ છે, એ જ કહું છું ને ! વ્યવસ્થિત પ્રમાણે જ પ્રકૃતિ ખૂલે છે, જો એ અહંકારની ડખલ ના હોય તો. તેથી એને વ્યવસ્થિત કહીએ છીએ. અહંકારની ડખલ ગઈ એટલે વ્યવસ્થિત ! પણ જગતના લોકોને અહંકારની ડખલ છે એટલે બહાર વ્યવસ્થિત કહેવાય નહીં. પ્રકૃતિ વ્યવસ્થિત છે પણ અહંકાર છે મૂઓ, ક્યારે ગાંડું કરે કહેવાય નહીં ને ? અહંકાર મહીં ગાંડું કરે ?
પ્રશ્નકર્તા : કરે !
દાદાશ્રી : હૈ ! આખો દહાડા ગાંડાં જ કાઢે છે ને. અને ભમરડો છે ને તે કુદાકુદ કરે છે વગર કામનો !
પ્રશ્નકર્તા : પ્રકૃતિ બરાબર સમજણ નથી પડતી, તો પ્રકૃતિ સમજાવો.
દાદાશ્રી : આ શુદ્ધાત્મા સિવાય બીજી બધી પ્રકૃતિ, જે જે કરે છે એ બધું પ્રકૃતિ જ કરે છે.
પ્રશ્નકર્તા : વ્યવસ્થિત શક્તિ અને પ્રકૃતિમાં શું ફરક ?
દાદાશ્રી : વ્યવસ્થિત શક્તિ અને પ્રકૃતિમાં ફેર એટલો જ કે પ્રકૃતિ અહંકાર સહિત છે એટલે વ્યવસ્થિતને ફેરવી નાખે. એટલે અહંકાર મહીંથી બાદ કરી નાખીએ તો પછી વ્યવસ્થિત જ છે. ડખો કરનારો બાદ કરી નાખીએ, ડખો કરનારો કોઈ ના હોય તો બધું વ્યવસ્થિત છે. આ ડખો કરે છે તેથી આ સંસાર ઊભો રહ્યો છે.
પ્રશ્નકર્તા: એટલે પ્રકૃતિ માઈનસ અહંકાર ઇઝ ઇક્વલ ટુ વ્યવસ્થિત
પ્રશ્નકર્તા : પ્રકૃતિ અને વ્યવસ્થિતને સંબંધ ખરો ?
દાદાશ્રી : બેઉને સંબંધ છે. સાચો સંબંધ એમાં જ છે. બન્નેને સાચો સંબંધ જ છે. આ તો જો કદી અહંકાર ડખલ ના કરે તો બધું તે વખતે વ્યવસ્થિત છે. પણ અહંકાર જીવતો છે ને મૂઓ !
પ્રશ્નકર્તા : અને અત્યારે તો જે જીવ ભોગવી રહ્યો છે એ એની પ્રકૃતિ મુજબ એને વ્યવસ્થિત છે ?