________________
આપ્તવાણી-૧૧
૩૩
તમારા જ્ઞાનમાંથી જતું રહ્યું છે એટલે પછી એને અવ્યવસ્થિત કરવાની શક્તિ કશી રહી જ નહીંને ! પછી વ્યવસ્થિત છે જ બધું તમારું.
પ્રશ્નકર્તા: આ બધું કમ્પ્લીટ વ્યવસ્થિત છે? એમ આ પ્રશ્ન આવીને ઊભો રહે.
દાદાશ્રી : ના. બધું વ્યવસ્થિત નથી. જો આ અહંકાર જતો રહેને, તો આ બધું વ્યવસ્થિત છે.
પ્રશ્નકર્તા : આપણે જ્ઞાન લીધા પછી....
દાદાશ્રી : આ જ્ઞાન લીધા પછી ‘બિલકુલ વ્યવસ્થિત છે. અમારી બિલીફ છે જ નહીં બીજી, જો આજ્ઞા પાળે તો. આજ્ઞા ના પાળે તો પેલા જેવો જ થઈ ગયોને !
પ્રશ્નકર્તા ઃ હવે આજ્ઞા કેમ પાળે ને કેમ ન પાળે ?
દાદાશ્રી : આજ્ઞા પાળવાનો નિશ્ચય છે, એ સીત્તેર ટકા પાળે તો અમારે વાંધો નથી. પણ નિશ્ચય એનો હોવો જોઈએ. આપને સમજાયું ?
બેસી રહેવાય વ્યવસ્થિત કરીતે ?'
૩૪
આપ્તવાણી-૧૧ બહારનાં સંયોગોમાં અને આપણી પ્રકૃતિના કાર્યમાં, હાથ ઊંચો થાય કે પગ આઘોપાછો થાય કે મહીં અંદરથી કહે ને આ હેંડવા માંડે, એ બધામાં આપણે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું, એનું નામ વ્યવસ્થિત.
પ્રશ્નકર્તા: ફરીથી કહો.
દાદાશ્રી : ફરીથી કહું ? “શુદ્ધાત્મા' સિવાય બીજું પ્રકૃતિ રહી, તે પ્રકૃતિ અને બહારનાં સંયોગો બધાં ભેગા થતાં હોયને, તે જે કાર્ય કરે એ બધું વ્યવસ્થિત.
શુદ્ધાત્મા સિવાય બીજો કયો ભાગ રહ્યો ? પ્રકૃતિ રહી. તે ગુનેગારી છે. તે પ્રકૃતિ જે કરતી હોય તેમાં આપણે કહીએ, ‘તું જોશથી કર.” એમે ય નહીં કહેવાનું, અને ‘ના કરીશ” એમે ય નહીં કહેવાનું. આપણે જ્ઞાતાદ્રષ્ટા રહેવાનું, તો ‘વ્યવસ્થિત'.
અને કોઈ ફેરો જ પહેલું પ્રકૃતિને ઠંડક રહે એટલા માટે કહી દેવું પડે કે વ્યવસ્થિત છે. કારણ કે મહીં જાતજાતના ગૂંચાળા ઊભા થાય, લૌકિક જ્ઞાન હાજર થઈ જાય એટલે આપણે આ જ્ઞાન પહેલેથી કહી દેવું પડે કે વ્યવસ્થિત છે. બાકી વ્યવસ્થિતનો અર્થ એ છે કે પ્રકૃતિના કાર્યમાં ડખો નહીં કરવાનો.
આપણે ગજવું દાબી રાખવું પડે. જો આ પોતે બધું ગોઠવાયેલું કહેને તો તો ગજવું દબાવે નહીં. ગોઠવાયેલું છે જગત એવું તમને લાગ્યું?
પ્રશ્નકર્તા : “કોઈ કર્તા નથી” કહ્યું, એનો અર્થ એમ કે વ્યવસ્થિત ગોઠવાયેલું છે ?
દાદાશ્રી : ખરેખર ગોઠવાયેલું છે, પણ આ લોકોને કહેવાય નહીં એવું. એવું કહે તો આ લોકો કેવાં છે ? હાથે ય હલાવે નહીં, એવાં છે. હાથને કહેશે ‘તું હાલીશ જ નહીં'. તો ઊંધી પ્રક્રિયા થઈ જશે. સહજ રીતે રહેવાનું. જો સહજ રીતે રહી શકતો હોય, જે મન-વચન-કાયામાં ડખલ નહીં કરતો હોય, તેને વ્યવસ્થિત જ છે જગત, ગોઠવાયેલું જ છે ! પણ આ તો મન-વચન-કાયામાં ડખલ કરે કે હવે નહીં જઈએ તો ચાલશે.
પ્રશ્નકર્તા: જો કોઈ કહે કે નહીં, હવે જે થવાનું હશે તે થશે તો ?
દાદાશ્રી : ના ચાલે. તેથી આપણે જ્ઞાન આપીએ છીએ તે અલૌકિક જ્ઞાન આપીએ છીએ બધાને. ‘વ્યવસ્થિત'નો જો અર્થ સમજે તો તો કામ કાઢી નાખે. અને ભ્રાંતિવાળો હોય એ ક્યારે અર્થ એનો બગાડી નાખે એ કહેવાય નહીં.
પ્રશ્નકર્તા : વ્યવસ્થિત કહીને બેસી રહે તો તો દુનિયા એમ કહે કે આ તો આળસુનો સરદાર છે, કંઈ કામ નથી કરતો.
દાદાશ્રી : વ્યવસ્થિત કરીને બેસી રહેવાનું ક્યારે ? એવું ‘વ્યવસ્થિત' કોને કહેવાય છે, એ તમને કહું કે આપણી પ્રકૃતિના કાર્યમાં અને બહારનાં એવિડન્સનાં કાર્યમાં ડખો નહીં કરવો એનું નામ “વ્યવસ્થિત'.