________________
આપ્તવાણી-૧૧
ભોક્તાપણું છે. એટલે તમારે હવે એમાં એ પ્રમાણે જો કદી વ્યવસ્થિતને માનીને ચાલે તો શુદ્ધ વ્યવહાર કહેવાય.
પ્રશ્નકર્તા ઃ એ વ્યવસ્થિતમાં કેવી રીતે ?
૩૧
દાદાશ્રી : વ્યવસ્થિત એટલે ચંદુભાઈ જે કાર્ય કરતા હોય, તે કાર્યને આપણે જોયા કરવું એનું નામ વ્યવસ્થિત. પછી જે કંઈ કાર્ય કરે, ખરાબ, સારું, ખોટું જે કરે તે. એ તમે જોયા કરો, ડખોડખલ ના કરો, એનું નામ વ્યવસ્થિત.
પ્રશ્નકર્તા : તો પછી એ દ્રષ્ટાભાવમાં રહ્યા કહેવાય ને !
દાદાશ્રી : તે એ જ વ્યવસ્થિત. કારણ કે વ્યવસ્થિત જ છે એ. બીજું ખોટું કરવાનું નથી, ડખોડખલ કરશો તો ઊંધું થશે અને જે ખોટું-ખરું છે જે, તે ટાંકીમાં માલ ભરેલો છે તે નીકળે. નવું ટાંકીમાં આવવાનું બંધ છે. જૂનું છે એ ડિસ્ચાર્જ થાય છે અને નવું ચાર્જ થતું નથી. એટલે જે છે ભરેલું કોઈ ડામરવાળું હોય, તો પણ ભર્યો છે તે એ માલ નીકળે છે, કંઈ નવો માલ નીકળતો નથી. એટલે તમારે શું કરવાનું કે ચંદુભાઈ જે કરે તે તમારે જોયા કરવાનું. ચંદુભાઈના મનમાં ય આપણે ઘુસવાની જરૂર નહીં. એમના મનમાં ખરાબ વિચાર આવે કે સારા વિચાર આવે તો આપણે એ ય જોયા કરવાના. એટલે તમને સમજાયું થોડું ?
વ્યવસ્થિતતું જ્ઞાન વ્યવહારમાં !
પ્રશ્નકર્તા : વ્યવસ્થિતના જ્ઞાન સાથે વ્યવહારમાં કેવું વર્તન જોઈએ ? દાદાશ્રી : આપણે અહીંથી રૂપિયા દસ હજાર આપ્યા. તે પછી ના આવે એમ હોય તો એની આપણે ઉપાધિ નહીં કરવી. શાથી ઉપાધિ નહીં કરવાની ?
કારણ કે પેલાને આપ્યા એ કયા કારણથી તે અપાયા હશે ? એ કારણ તમે અંદરખાને જાણતા નથી. એટલે જે બને છે એને કરેક્ટ’ કહેજો. બની ગયું એ કરેક્ટ, વ્યવસ્થિત ! જો તમે આપતા પહેલાં વિચાર કરો તેના માટે, તો વાંધો નહીં. પણ આપ્યા પછી આપણે કોઈ વિચાર
૩૨
આપ્તવાણી-૧૧ કરવાનો ના હોય. પછી બીજે દહાડે કોઈ કહેશે કે આ આને ક્યાં આપ્યા
તમે પૈસા ?! ત્યારે કહે, ભઈ ના, બરાબર હિસાબ છે આ તો, જમે કરી દીધા. દાદાએ કહ્યું છે ને કરેક્ટ. આપ્યા એટલે કરેક્ટ જ. થોડું થોડું સમજાયું ? ત્યાં તો જે બની ગયું એ કરેક્ટ. જે જે કંઈ બને તે બની ગયા પછી કરેક્ટ જ કહેવાનું. એની ઉપર દાવો માંડવાનો અધિકાર. જો મહીં વિચાર આવતા હોય કે આ માણસ ઉપર દાવો માંડવો છે તો ય આપણને વિચાર ડખો ના કરતો હોય તો આપણે વકીલને ત્યાં જઈને કહી દેવાનું કે ‘ભઈ, એક માણસ છે, અમારે દાવો માંડવો છે.' તો પણ એ માણસ ઉપર જરાય દ્વેષ ના હોવો જોઈએ આપણે. કારણ કે દાવો માંડવાની ફિલ્મ છે આ. તે ફિલ્મ તો પૂરી કરવી પડશે ને ! હિસાબ છે, ફિલ્મ છે, ત્યાં બારણું બંધ કરીને બેસી જઈએ એ કંઈ ના ચાલે. ‘મારાથી ના જવાય' એ કહેનાર કોણ ? ના જનાર તું કોણ ? જનારો કોણ ? તે આ ડિસ્ચાર્જમાં, વ્યવસ્થિતમાં છે !
એટલે આપણે એ જ કહીએ છીએ કે હવે આ તમને જ્ઞાન મળ્યા પછી હવે કલ્પાંત કરશો નહીં. તમારું વ્યવસ્થિત જ છે. અને જગતના લોકોનું વ્યવસ્થિત નથી. કારણ કે એનો અહંકાર ખુલ્લો છે અને તમારો અહંકાર, કર્તાભાવનો ઉડી ગયો તે વ્યવસ્થિત છે. સમજ પડીને ?
પ્રશ્નકર્તા : સમજાયું, દાદા.
દાદાશ્રી : પછી કાલે ભૂલી જવાના પાછાં ?!
પ્રશ્નકર્તા : દ્રઢ થતું જાય છે, હજુ જેટલું સમજાય છે તેટલું ! દાદાશ્રી : બહુ ઊંડી વાતો આ. આ વાતો જ ઘણી ઊંડી છે !
થઈ શકે શું વ્યવસ્થિત, અવ્યવસ્થિત ?
પ્રશ્નકર્તા : આવતા વ્યવસ્થિતને અવ્યવસ્થિત કરવાની શક્તિ કેટલી ?
દાદાશ્રી : એવું છે ને આ જ્ઞાન મળ્યા પછી અવ્યવસ્થિત કરવાની શક્તિ નથી. જ્ઞાન ના મળ્યું હોય તો તે અવ્યવસ્થિત કરી નાખે. એટલે જ્ઞાન મળ્યા પછી જેનો અહંકાર ખસી ગયો છે અને ‘હું ચંદુલાલ છું’ એ