________________
આપ્તવાણી-૧૧
શું ? પછી જે આપણે જોઈએ એટલે વ્યવસ્થિત છે જ. હા, કોઈ મારતો હોય, તો આપણે વચ્ચે પડવું જોઈએ. અને તે પુદ્ગલ પડે, આપણે કહેવું કે ‘ભઈ, ચંદુભાઈ, જુઓ આ...' આપણે તો દરેક બાબતના જ્ઞાતા-દ્રષ્ટા રહેવું.
૨૯
પ્રશ્નકર્તા : અવ્યવસ્થિત જે થયું, એ પણ વ્યવસ્થિત જ છે ? દાદાશ્રી : અવ્યવસ્થિત દેખાય છે તે પણ વ્યવસ્થિત છે. આ તો અવ્યવસ્થિત દેખાય છે, બુદ્ધિની આંખે અને વ્યવસ્થિત જ્ઞાનથી દેખાય. બુદ્ધિની આંખે બધું અવ્યવસ્થિત જ દેખાય છે ને, બીજાના દોષ જ દેખાય છે ને !
પછી રહે માત્ર ભરેલો માલ !
પ્રશ્નકર્તા : વ્યવસ્થિતના જ્ઞાનનો અધિકારી કોણ ?
દાદાશ્રી : જેનું જીવતું ‘હું ને મારું’, એ બે ઊડી જાય, ચાર્જ અહંકાર ઊડી જાય એ વ્યવસ્થિતના જ્ઞાનનો અધિકારી, એટલે નવું ઊભું ના કરે. જૂનું હોય તે ભોગવે. કર્તા ના રહે, ભોક્તા રહે. ભોક્તાપદમાં રહે એ વ્યવસ્થિતના જ્ઞાનનો અધિકારી. જગતના મનુષ્યમાત્ર કર્તાભોક્તા સહિત હોય. કર્તા ય હોય ને પાછું ભોક્તા ય હોય. પણ કર્તાપદ ઊડી જાય, તો ભોક્તાપદ વ્યવસ્થિતના અધિકારી ! સમજાયું ?
પ્રશ્નકર્તા : હા જી. એ અધિકારીની જવાબદારી શી ?
દાદાશ્રી : ‘ચંદુભાઈ’ ભોક્તા છે અને ‘કર્તા’ વ્યવસ્થિત છે. તમે જ્ઞાતા-દ્રષ્ટા છો. એટલે તમારી જવાબદારી શું ? કે જ્ઞાતા-દ્રષ્ટામાં રહેવું એ જ જવાબદારી.
પ્રશ્નકર્તા : સતત ઉપયોગમાં રહેવું એ ?
દાદાશ્રી : સતત ઉપયોગમાં રહેવું, એ જ જવાબદારી. સતત આત્મામાં જ રહેવું, નિરંતર, ચોવીસે ય કલાક. એ આ જ્ઞાનના અધિકારીઓ. વ્યવસ્થિત સમજે તો, વ્યવસ્થિત અને ચંદુભાઈ એ બેને
૩૦
આપ્તવાણી-૧૧
મેળ ભેગા છે. એ ચંદુભાઈને વ્યવસ્થિત રીતે ભોક્તાપણું ઉકલશે. પહેલું ચુમ્માળીસ આવશે, પછી આપણે એમ નહીં માનવું કે એંસી આવશે. એંસી તો ક્યારે આવે ? કર્તા-ભોક્તા હોય ત્યારે એંસી આવે. આમાં તો ડખલ જ નહીં ને !
વ્યવસ્થિત એક્ઝેક્ટ વ્યવસ્થિત જ છે, ક્યારે પણ ? એ ભોક્તાપદમાં હોય તો !
પ્રશ્નકર્તા : એનું પ્રતિપૂર્ણ વર્તન કેવું ઘટે ?
દાદાશ્રી : એટલે વર્તન તો જે મહીં વ્યવસ્થિતમાં હોય એવું ઘટે. પણ રાગ-દ્વેષ વગરનું હોય. કારણ કે રાગદ્વેષ તો ક્યારે થાય ? મહીં આ ડખાવાળો ભેગો થયો હોય ત્યારે. કર્તા ભેગો થાય કે રાગ-દ્વેષ થાય. હવે ર્તાપદ ઉડી ગયું છે અને પોતે જ્ઞાતા થયો છે. એટલે રાગ-દ્વેષ ના થાય. ગુસ્સો થાય પણ એની પાછળ ક્રોધ-દ્વેષ ના હોય. ઘડી પછી કશું ય નહીં, મહીં ભરેલો માલ. પૂરણ થયેલો માલ ગલન થાય છે. નવું પૂરણ થવાનું બંધ છે.
હવે ક્રોધ-માન-માયા-લોભ થતાં નથી, પણ લોકોને મનમાં એમ થાય કે હજી મને થાય છે, એ ડિસ્ચાર્જ હોય છે. ચાર્જરૂપે નથી થતાં. ચાર્જરૂપે ક્રોધ-માન-માયા-લોભ કોને કહેવાય ? જેની પાછળ હિંસકભાવ હોય અને તાંતો હોય.
પ્રશ્નકર્તા : વ્યવહાર, એ શુદ્ધ વ્યવહાર કેવી રીતે જાણી શકાય ?
દાદાશ્રી : વ્યવહાર, એ શુદ્ધ વ્યવહાર ક્યારે જાણી શકાય કે આ વ્યવસ્થિતમાં તમે એક્ઝેક્ટ રહો ત્યારે. એક્ઝેક્ટ વ્યવસ્થિત સમજો ને એક્ઝેક્ટ રહો, આ જગતમાં કર્તાપણું છૂટી ગયું છે, એટલે રહ્યું કયું ? પહેલાં કર્તા-ભોક્તા બેઉ હતો, તે કર્તાપણું છૂટી ગયું એટલે ભોક્તાપણું રહ્યું. ભોક્તાપણામાં કર્તા નથી. એટલે ડખલ કરે નહીં. ડખલ કરનારો કર્તા છે. એટલે ભોક્તાપણું જે છે એ બધું યોજનાપૂર્વક, યોજનાબદ્ધ છે. જેમ તમારે કોઈ યોજના જેમ થયા પછી, ત્યાં આગળ પછી કામ થાય તો યોજનાબદ્ધ ચાલ્યા કરે ને ! તે આ યોજના ઉપર જ છે, એ