________________ 28 આપ્તવાણી-૧૧ દાદાશ્રી : આપણે જતી વખતે ઘરમાં સાતે ય માણસ જીવતા હતા અને આવ્યા ત્યારે ગુંડાઓએ કાપી નાખ્યા, તો આપણને કશું ય મહીં ફેરફાર નહીં. આ વ્યવસ્થિત છે. આપણે શુદ્ધાત્મા ! આ તો હિસાબ હતા તે ચુક્ત કર્યા. હવે એની પાછળ રડારડ કરશો તો કંઈ સાજા થવાના નથી. આ તો ઘાંટાઘાટ કરો તો તમારો ઘાંટો બેસી જાય એટલું જ. એ બધું જોયેલું જ્ઞાનીઓએ ! જ્ઞાનીઓના આધારે ચાલોને ! એકડો કરીએ ત્યારે બીજી સંખ્યામાં પેસીએને ! પ્રશ્નકર્તા : ઓહોહો ! મોટી વાત છે. દાદાશ્રી : એકડો કરીએ તો સંખ્યામાં પેસીએને ! એકડો જ કર્યો નહીંને, મીંડું-મીંડું ! સંખ્યામાં પેસીએ ત્યારે ગોટાળો વળને ! આ બધા ગોટાળા સંખ્યામાં પેઠા તેના. હવે જેને જે જગ્યામાં પેસવા માંગતો નથીને, તેને સમાધાન થઈ જાય છે અને જેને વહેમ છે કે સંખ્યામાં પેસવા જેવું છે. તેને માટે કોર્ટો હોય, એ કોર્ટમાં હઉ જાય અને જવાની છૂટ છે. વ્યવસ્થિત શું કહે છે કે તું કોર્ટમાં પણ જા, કોર્ટમાં જવાનો વાંધો નથી. કોઈ પણ બાબતે એ કરોને તો કોર્ટમાં જવાનું. મહીં અહીં ઝીરો ના કરી શકતું હોય, તો કોર્ટમાં જવું પડે. તો કોર્ટમાં ય પણ એની જોડે “ચાલ, ચા-બા પીએ” રાગ-દ્વેષ રહિત કરો. આત્મા થઈને કોર્ટ કરો. કારણ કે હિસાબ છે. તમે આજે આ કોર્ટ ગોઠવી નથી. પહેલાં અજ્ઞાન દશામાં ગોઠવેલી છે માટે આ જોવાની છે. અજ્ઞાન દશાની ગોઠવેલી વસ્તુઓ ‘જોવાની’ છે. અને જ્ઞાનીઓ તો ત્યાં ને ત્યાં જ મીંડું વાળી દે. સાત જણને કાપી નાખ્યા હોયને, જોતાંની સાથે જ મીંડું વાળી દે. પાડોશી કહેશે, “શું દાદા તમને કશું બહુ અડચણ પડતી હશેને આ બધું ?" ત્યારે કહે, ‘હા, બહુ, શું થાય ?' અટાવી-પટાવીને વાત કરીએ. પાડોશી જોડે એવું બોલેને કે ‘અમને કશું થાય નહીં. આમ છે ને તેમ છે'. એ પાછા પાડોશીઓ બધું મશ્કરીઓ કરે નહીં. એના કરતાં, ‘ભઈ, શું થાય, અમને બહુ દુઃખ થાય છે ?" એવું પટાવીને કામ થાય. પ્રશ્નકર્તા : કોઈ પણ વસ્તુની શરૂઆત કરી હોય તો બધું સંઘર આપ્તવાણી-૧૧ એને લાગે ને ! એકડો માંડ્યો હોય તો પછી બધા આંકડા એને મંડાય ને ! દાદાશ્રી : એટલે એમાં ફરી એકડો માંડવો નહીં એવું કહેવા માંગતા હતા. હવે પહેલાં એકડા મંડાઈ ગયા એ મંડાઈ ગયા, પણ હવે મીંડાં કર કર કર્યા કરવાં. કાપી નાખે ને આપણે જોઈએ તો આપણો એકડો ન થવો જોઈએ. મીંડું કરી દેવાનું. તમને સમજ પડી ? પ્રશ્નકર્તા: એટલે મૂળ શરૂઆત જો કરી હોય, એટલે એકડો જો માંડ્યો હોય તો એને મીંડાં ચઢે. દાદાશ્રી : એવું નહીં. ગુંડાઓએ કાપી નાખેલા હોય, આપણે ઘેર આવીએ ત્યારે, બધાં ય માણસોને, અને આ જ્ઞાન તો આપણી પાસે છે જ, તો હવે આપણે શું શું કરવું અહીં આગળ ? એકડો માંડીએ એટલે આ પૌલિક વિચાર કરીએ તો છે તે બીજા મીંડાં ચઢે ને ! એકડો જ માંડીએ નહીં તો ! એવું આપણું વિજ્ઞાન છે. ત્યાં તે ઘડીએ એનું બધું ભૂલી જાય, આત્મા-બાત્માનું બધું, પાછલું યાદ આવીને બધું ગા-ગા કરે, બધા એકડા માંડી છે બધા. એ ના માંડવા. માટે ચેતવી આપું છું. ગમે તેવા સંજોગ આવે પણ શેને માટે ?! પ્રશ્નકર્તા : સાત વ્યક્તિ ઘેર હોય અને સાંજે પાછા આવીએ તો છે મરી જાય. દાદાશ્રી : છ શું, એકે ય ના હોય. આપણું જ્ઞાન તો શું કહે છે કે ભઈ, ‘આ તો વ્યવસ્થિત'. વ્યવસ્થિત બધું એક્કેક્ટ. બધું જ્ઞાન ચોખ્ખું જ કહે છેને આપણું ! જે જોયું, જે પરિસ્થિતિ ઘેર આવીને જોઈ એ વ્યવસ્થિત જ છે કે નહીં ? કે અવ્યવસ્થિત છે ? પ્રશ્નકર્તા : છે વ્યવસ્થિત જ ! દાદાશ્રી : તો પછી વ્યવસ્થિતમાં અવ્યવસ્થિત કેમ કરો છો ? તો પછી એનું અવ્યવસ્થિત કરવાનું કારણ શું ?! એકડો કરવાનું કારણ જ