________________
૨)
આપ્તવાણી-૧૧
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એ પહેલું સ્ટેપ. પછી ધીમે ધીમે અકર્તાપણાનું ભાન થતું જાય. પછી એ અકર્તાપણાનું કમ્પ્લીટ ભાન થાય, એટલે જ્ઞાન ઉત્પન્ન થયું કહેવાય. અકર્તાપણાનું ભાન એનું નામ જ જ્ઞાન. થોડું ઘણું એ ભાન ઉત્પન્ન થયું છે ને ? જુઓને આ ફાવી ગયા છે ને !!
પહેલાં તમે એમ બોલતા હતા ને કે “મેં આ કર્યું. એટલે કર્તા તમે થયા. તે જોખમદારી તમારી. હવે તમે એમ કહો કે “એ તો થઈ ગયું છે', અને હવે વ્યવસ્થિત કરે છે, એમ કહેશો, એટલે તમે અકર્તા થયા. સમજણ પડી ?
અક્રમ જ્ઞાતે કર્મ બન્યું તિરાધાર !
(૨) સ્વકર્તા મીયે, વ્યવસ્થિત' કર્તા
વીરડું કર્તાપણું “જ્ઞાત' પછી !
આ જ્ઞાન પછી હવે તમે કર્તા નથી થતાં ને? ‘કર્તા છું' એવું લાગે છે ? આ સંસારના કર્તા નથીને ?
પ્રશ્નકતા : ના.
દાદાશ્રી : વ્યવસ્થિત કર્તા છે ને ? વ્યવસ્થિત તમારું ચા-પાણી બધું કરી આપે છે ને ?
હવે કર્મ બંધાતાં નથી એની ખાતરી થઈ ગઈ છે ને ! કર્મ શેના આધારે હતાં ?
કર્તા એમ કહે, “આ મેં કર્યું એટલે આમ ધર્યા, એને આધાર આપ્યો. કર્મને આધાર આપ્યો એટલે કર્મ ઊભાં રહ્યાં. કર્તાપદ છૂટ્યું એટલે કર્મ પોતે નિરાધાર થયાં હડહડાટ, ને નિરાધાર થયેલું રહે નહીં કોઈ દિવસ. આ બધા આધાર જ આપે છે. સારું કર્યું તે ય આધાર આપે છે અને ખોટું કર્યું, તેને ય આધાર આપે છે. એવું નહીં કે સારા એકલાને જ આધાર આપે છે. ખોટાનું ફળ ખોટું ભોગવવું પડશે તો ય આધાર આપે. કારણ કે ‘હું આધાર આપી રહ્યો છું,’ એ ભાન નથી.
તમે અત્યાર સુધી કર્તા રહેતા'તા કે અકર્તા ?
પ્રશ્નકર્તા : કર્તા હતા. ને પછી એ કર્તાનો આધાર આપની કૃપાથી જે વખતે ખેંચી લીધો ત્યારે ખબર પડી કે આ બધું ગબડી પડે છે !
દાદાશ્રી : હા, આ બધાં કર્તાના આધારથી ઊભાં રહ્યાં છે કર્મ બધાં. આપણે આધાર આપીએ તો કર્મ ઊભાં રહે. પણ આધાર છોડી દઈએ તો ? કર્મ બધાં પડી જાય. તે મેં આધાર છોડી દેવડાવ્યો તમારી પાસે.
પ્રશ્નકર્તા : એ તો ચાલ્યા કરે. દાદાશ્રી : થયું, ત્યાર પછી વાંધો શો છે ?!
પ્રશ્નકર્તા : મોટેભાગે કર્તાપણાનું ભાન ગયું છે, છતાં ઘણીવાર રીમાઈન્ડ કરાવવું પડે છે.
દાદાશ્રી : પણ તમને પોતાને તો ખાતરી થઈ ગઈ છે ને, ‘હું ખરેખર કર્તા નથી’ એવી !