________________
આપ્તવાણી-૧૧
વરીઝમાં જ સપડાયું છે. પ્યાલા ફૂટી જાય તો ય કકળાટ. વ્યવસ્થિતમાં તો બધું બહુ સમાધાન છે. એટલે સર્વ સમાધાની જ્ઞાન કહેવાય છે. આ સર્વ સમાધાની, એટ એની ટાઈમ, કોઈ પણ જગ્યાએ, સમાધાન આપે જ કોઈ પણ સંજોગોમાં.
‘વ્યવસ્થિત’તું જ્ઞાત કરે ચિંતામુક્ત !
દહાડામાં રોજ વાપરવાની કેટલી બધી ચીજો હોય ? ચીજોનું લીસ્ટ કરવા જાયને, તો આખું શાસ્ત્ર થાય એટલી ચીજો આ લોકો વાપરે છે ! ઘડિયાળ, રેડિયો, પેન બધા કેટલીય જાતની ચીજો વાપરે છે. માથામાં તેલ નાખવાના બધું, દાઢીની બ્લેડ, સાબુ બધું ! આખું લીસ્ટ થાય મોટું. હવે આમા શી રીતે ચિંતા વગર રહી શકે માણસ ? પણ આ ‘અક્રમ વિજ્ઞાન’ છે એટલે પરિગ્રહોમાં અપરિગ્રહી દશા આપે એવું છે. આ ગરગડી ઉપરથી દોરી ઉકેલવી ના પડે. એની મેળે ઉકલ્યા જ કરે આજ્ઞામાં રહે તો. હા, આ બધો સંસાર ઉકલ્યા કરે, છોડીઓ પૈણે છોકરો પૈણે. આજ્ઞામાં રહે તો બધું જ એની મેળે થયા કરે, સહજ થયા કરે.
૧૭
આ તો દહીંમાં હાથ ઘાલીને ડખો કરે છે ઊલ્ટો. આપણે કહ્યું હોય રાતે કે આખી રાત સૂઈ રહેજે. દહીંને જોવા ના જઈશ. તો ય છે તે બે વાગે ઊઠેને તો ‘જરા જોઈ લઉં', કહે છે, થોડું થયું કે નહીં થયું ? તે સવારમાં ડખો થાય, પેલા ચોસલા ના મળે. નહીં તો આ વિજ્ઞાન છે આ તો. તરત ફળ આપનારું છે ! આજ્ઞામાં જ રહેવાનું.
પ્રશ્નકર્તા : કશું કર્યા સિવાય થાય નહીં એવું અત્યાર સુધીની બધાની માન્યતા છે.
દાદાશ્રી : હા, એવું. જે પેલી પેઠી છે, માન્યતા-રોંગ બિલીફો બધી, તે ખસતી નથી હજુ. દેહાધ્યાસ ગયો, પણ દેહાધ્યાસની માન્યતાઓ જતી
નથી.
હાસ્તો ને ! એટલે આપણે કહીએ છીએ ભઈ, આ આજ્ઞામાં રહે, એની મેળે સહજભાવે થશે. ને પછી મને શું કહે ? તમારી કૃપા હતી તેથી મારે ત્યાં અમારું લગન એટલું બધું સરળ, મેં તો વિચારેલું નહીં,
આપ્તવાણી-૧૧
૧૮
મને તો લાગતું હતું એક વર્ષ દહાડો વિવાહ કરતાં થશે, પણ આ તો દસ દહાડામાં થઈ ગયું અને પૈણી ગઈ ! મને તો ખબર જ નહીં પડી. આ બધી તમારી કૃપાનું ફળ. મેં કહ્યું, ‘ના, અલ્યા હોય આ કૃપા વસ્તુ. આ તો મેં જે તમને આપ્યું, તેમાં મારે કૃપા કરવી જ ના પડે. કૃપા તો કો'ક જ ફેરો વસાવવાની હોય, કો'ક ફેરો મુશ્કેલીમાં આવ્યું હોય ત્યારે !' આમાં કૃપા હોતી હશે બધી ? આવી બધી બાબતોમાં ? આ તો વિજ્ઞાન છે. વિજ્ઞાન એનું ફળ આપ્યા વગર રહે નહીં. સહજભાવે ઉકલ્યા જ કરે. તમને વ્યવસ્થિતનો થોડો ઘણો અનુભવ નથી ? સહજ ભાવે ઉકલે છે એવું ?
પ્રશ્નકર્તા : હા, ઉકલે છે. એવો અનુભવ થાય છે કે સહજભાવે ઉકલે છે, એટલે એ બાજુ વ્યવસ્થિત બધું કર્યા જ કરે છે, એવું એક બેસી ગયું છે.
દાદાશ્રી : વ્યવસ્થિત બેસી જાયને જોડે જોડે પાંચ આજ્ઞા પાળોને તો સહજભાવે બધું ઉકલ્યા કરે. વ્યવસ્થિત તો નિર્ભય બનાવે છે, બિલકુલ નિર્ભય ! ચિંતારહિત બનાવે છે અને વ્યવસ્થિતનું વિશેષ જ્ઞાન છે આ. એટલે આ કાળમાં આ વિશેષજ્ઞાન અમારા અનુભવનું આ આપ્યું છે. તમને તેથી ચિંતા બંધ થાય ને ! નહીં તો ચિંતા બંધ થવી આ જગતમાં ક્યારેય બનેલું જ નહીં, ઓછો પરિગ્રહ તો ઓછી ચિંતા, થોડો જ પરિગ્રહ, કશું કપડાં-લત્તાની બહુ જરૂર ના હોય, તો પણ થોડી ચિંતા થાય અને આ તો ચિંતા જ બંધ થઈ ગઈ તમને !
܀܀܀܀܀