________________
આપ્તવાણી-૧૧
આપ્તવાણી-૧૧ ડખો કરવો નથી, વ્યવસ્થિતના જ્ઞાનમાં રહેવું છે.
પ્રશ્નકર્તા : હા, તો એ થઈ જાય.
દાદાશ્રી : એમાં પછી પ્રકૃતિ વ્યવસ્થિતને તાબે છે, એવું જુદી જુએ તો પછી આત્માની શક્તિ વધતી જાય અભ્યાસથી.
‘ચંદુભાઈ’ જે છે એ તમારું ઉદય સ્વરૂપ છે, એટલે એ જે છે તે આખું ય વ્યવસ્થિતને તાબે, એટલે જે કરે એ તમારે ‘જોયા કરવાનું, ચંદુભાઈને પ્રેરણા આપે તે ય વ્યવસ્થિત શક્તિ આપે છે. અને તમારે જોયા કરવાનું કે ‘ચંદુભાઈ શું કરી રહ્યા છે.'
પ્રશ્નકર્તા : આપણને જે વિચાર આવે છે એ બધું પણ વ્યવસ્થિત
દાદાશ્રી : વિચાર આવેને, એ વ્યવસ્થિત વિચાર લાવે છે. મન નિરંતર ફર્યા કરે છે ને વિચારો ઝમ્યા કરે છે. એ વિચારો એ શેય છે ને આપણે જ્ઞાતા છીએ. તો આપણે જ્ઞાતા-શેયનો સંબંધ છે. આપણે વિચારોને જોયા કરવાના.
સર્વ ક્ષેત્રે, સર્વ કાળે, સમાધાનકારી !
વ્યવસ્થિતની શક્તિ એટલી બધી કામ કરી રહી છે.
પ્રશ્નકર્તા : વ્યવસ્થિત શક્તિને આવા બધા ઝીણા, ઝીણા કામ કરવાનું બધું, આટલા આ આની માત્રા કેટલી, ઝીણા આટલા ઝીણા ઝીણા કામ કર કર કરે છે વ્યવસ્થિત શક્તિ બધું !
દાદાશ્રી : બળ્યું, આ તો જાડા છે બધા કામો. બહુ ઝીણા કામ કરે. આ તો બધા જાડા કામ છે, જે આંખે દેખી શકાય, કાને સાંભળી શકાય, એવા કામ છે. વ્યવસ્થિત શક્તિ તો બહુ ઝીણા કામ સુધી પહોંચે.
પ્રશ્નકર્તા ઃ આ બધું જ આખું ચીતરેલું એક્કેક્ટ ક્ષણે-ક્ષણ, સેકન્ડ, સેકન્ડ લગીનું ચીતરેલું ?
દાદાશ્રી : એક્ઝક્ટ બિલકુલ ચેન્જ સિવાયનું, જ્યોતિષ ભૂલો પડે. કારણકે એ તો ગણતરીમાં ભૂલો થાયને, એ કેક્યુલેશન છે. આ તો એક્કેક્ટ. તમને એકે ય અનુભવ થયેલો ?
પ્રશ્નકર્તા : આ એવા અસંખ્ય અનુભવો છે ઘણા.
દાદાશ્રી : કેવો સુંદર સાહજીક માર્ગ ! મહેનત વગરનો !! કશી મહેનત પડી તમને ? અને આનંદ ખૂટતો નથીને ?
પ્રશ્નકર્તા : આનંદ, આનંદ રહે છે.
કંઈક કો'ક વખત જરા સહેજ ઊંચુંનીચું થઈ જાય, પણ પછી પેલું અંદરનું એકદમ જાગૃત થઈ જાય. એટલે આનંદમાં આવી જવાય. પણ પાંચ આજ્ઞા પૂરતા એણે જાગ્રત તો રહેવું જોઈએ ને ?
દાદાશ્રી : પાંચ આજ્ઞા છે ને આ જ્ઞાનને રક્ષણ કરનારું છે, તેમાં એક આજ્ઞા તો પાળી શકાય એવી જ છે, નિરંતર. કારણ કે વ્યવસ્થિતને સમજી જાય છે.
પ્રશ્નકર્તા : એમાં તો બહુ મોટું સમાધાન છે.
દાદાશ્રી : આખું સમાધાન ! આખું જગત અસમાધાન પામ્યું છે. આ “જ્ઞાન” નહીં હોવાથી જ અસમાધાન પામ્યું છે અને તેથી ચિંતાઓ
આ અંતરકલેશ અને શોક, બેમાંથી આ દુઃખો બધાં ઊભાં થાય છે, આ બધાં રોગ. અને આવું જ્ઞાની પુરુષનો, આ અક્રમનો આનંદ જો ભોગવે ને તો રોગો બેસી જાય પાછાં. એ નોર્મલ આવી જાય પછી. બ્લડપ્રેશર તો ઘણાનાં ઓછાં થઈ ગયાં ને મટી ગયાં ય ખરાં કેટલાયનાં. પછી ભાંજગડ ના રહે. જ્ઞાની પુરુષે કહ્યું કે વ્યવસ્થિત છે એટલે પછી એ બાજુ જોવાનું રહે નહીં ને !
બસ, હવે આપણને આત્મા પ્રાપ્ત થયો છે એટલે બધી બાજુની ખોટ જવાની હોય તે જાવ, કહીએ. જ્યાંની જવી હોય તે જાવ. ‘વ્યવસ્થિત'ની બહાર કશું થઈ જવાનું નથી. ‘જ્ઞાનની જોડે ‘વ્યવસ્થિત’ પાછું આપેલું છે, નહીં તો મનમાં એમ થાય કે ધીમે ધીમે બધેથી ખોટ જતી રહેશે તો ? પણ ‘વ્યવસ્થિત” છે, કોઈ બાપો ય નામ દે એવો નથી.