________________ 280 આપ્તવાણી-૧૧ નીકળ્યા જ કરે છે. એક જ જગ્યાએ સ્થિર બેસી રહે અને એ ય કુદરતી બળ પાછળ હશે ને ? સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે ને ! આ ગમ્યું ન્હોય. ઘણાં લોકોનું કલ્યાણ થવાનું હોય ત્યારે આવું ઉત્પન્ન થાય. નહીં તો આવું ઉત્પન્ન થાય નહીં ને ? જરૂર પડી આતી આ કાળમાં જ ! આપ્તવાણી-૧૧ અપૂર્વ શોધખોળ છે આ. પૂર્વે ક્યારે ય પણ શોધખોળ ન થયેલી. સર્વ ક્રિયાઓમાં “વ્યવસ્થિત' ! અનાદિ અવતારથી આ જ ખોળતો હતો કે આ જગત શા આધારે ચાલે છે ? એ આધાર ખોળી લાવી અને મેં તમને આપી દીધો. પૂર્વે ક્યારે ય અપાયેલું નથી એવું છે. એનાથી શાંતિ રહે, નિરાંત રહે. કોઈ આવ્યું ને એના વિચારો આવે તે અટકે જ નહીં. ત્રણ-ત્રણ દહાડા ગૂંચવ્યા જ કરે અને વ્યવસ્થિત કહેતાંની સાથે જ બધું અટકી જાય. નહિ તો ચિંતા જાય નહિ ને ?! જ્ઞાન” જો ‘જ્ઞાની’ એકલા પાસે રહે તો જ્ઞાન રસાતળ જાય. ‘જ્ઞાન' તો પ્રગટ કરવું જ જોઈએ. અજવાળાનો દીવો કો'ક ફેરો ઉત્પન્ન થાય છે. ત્યાં સુધી ઘોર અંધારું રહે. આ તો સુરતના સ્ટેશને ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ'ના આધારે કુદરતી રીતે ઉત્પન્ન થયું છે ! ધીસ ઈઝ બટ નેચરલ !" તો પછી એમાંથી જેટલા દીવા કરવા હોય તેટલા થાય. બાકી દીવામાં ઘી તો બધાય લોકોએ પૂરી રાખ્યું છે ! વ્યવસ્થિતની શોધનું કરેલું તિયાણું ! એટલે હવે તમને ભવિષ્યની ચિંતા થાય નહીં. તેથી જ મોક્ષમાર્ગ કહ્યો ને ! નહીં તો મોક્ષમાર્ગ ચાલે નહીં. જો સહેજ ચિંતા થાયને, તો આ જ્ઞાન મારું આપેલું ઉડી જાય. એટલે એક પણ ચિંતા ના થાય એવું આ જ્ઞાન છે. એ શોધખોળ છે આ તો ! એક જણે પૂછયું કે “તીર્થકરોએ કેમ ના લખ્યું ?" કહ્યું, ‘એ કાળને અનુસરીને એમને જરૂર નહોતી તે ટાઈમે. છતાં એમના હૃદયમાં તો આ જ્ઞાન હતું જ. પણ જરૂર નહોતી એટલે બહાર ના પાડ્યું. તે કોઈએ પૂછયું નહીં ને એમણે જવાબ આપ્યો ય નથી. અત્યારે આ કાળમાં જરૂર છે, ત્યારે આ જ્ઞાન બહાર પડ્યું. આ કાળમાં ઊભું થયું છે આ, કારણ કે એટલું બધું ઘોર અજ્ઞાન ઊભું થયું છે કે આ જ્ઞાન ‘વ્યવસ્થિત કર્તા છે' એ ઊઘાડું, ખુલ્લું ના થાય તો લોક મુશ્કેલીમાં બફાય. જ્ઞાન તીર્થકરોનું જ છે. મારું કંઈ છે નહીં, માટે તમે મનમાં કશી શંકા જ ના રાખશો. લોકોના મનમાં એમ થાય કે આ તો પોતાનું જ્ઞાન કરાવી મારે છે. જ્ઞાન પોતાનું હોય કેવી રીતે ? જ્ઞાન તો અનાદિથી ચાલ્યું આવ્યું છે ને તે જ છે ! એ ઋષભદેવ ભગવાનનું હોય, કારણ કે ઋષભદેવ ભગવાન પણ કહેશે કે એ તો આગળથી આવ્યું છે ! અજીતનાથ ભગવાન પણ કહેશે કે ભઈ એ તો ઋષભદેવ ભગવાનનું આવ્યું છે ! એ ચાલુ જ છે ! હું આને મહાવીર ભગવાનનું જ્ઞાન કહું છું. પ્રશ્નકર્તા : જ્ઞાનીઓને ભવિષ્યમાં વ્યવસ્થિતનું જ્ઞાન થાય, ખરું ? દાદાશ્રી : હા, થાયને. અને આ વ્યવસ્થિત અમારી શોધખોળ છે. વ્યવસ્થિત એ ગમ્યું નથી ! ગડું ચાલે નહીં, આજ્ઞા તરીકે ના અપાય. વ્યવહારિક શબ્દ આજ્ઞા તરીકે ના અપાય. આ નિશ્ચય-વ્યવહારનો શબ્દ છે. અત્યાર સુધી આ જ્ઞાન અપાયું નથી. તેથી જ આ અપૂર્વ વિજ્ઞાન કહેવાય છે. આ વ્યવસ્થિતની શોધખોળ ઘણાકાળની છે મારી. આ જ ખોળતો'તો કે આ જગત શા આધારે ચાલી રહ્યું છે અને કેટલો ભાગ ચાલી રહ્યો છે અને કેટલો ભાગ નથી ચાલતો ? એની શોધખોળ કરેલી અને પછી આ વ્યવસ્થિત મૂકેલું છે. પછી તો વ્યવસ્થિત જાણી ગયો એટલે પછી થઈ રહ્યું, ખલાસ થઈ ગયું પછી, રહ્યું શું ? બધું જ્ઞાન પ્રાપ્ત થઈ જ જાય. આ અમે જે વ્યવસ્થિત આપ્યું છે ને, તે એક્ઝક્ટ વ્યવસ્થિત છે. અમને આ શોધખોળ જડશે તો જ અમારે મોક્ષે જવું છે એવું નક્કી કરેલું, અમારું નિયાણું હતું. તે આ અમને જડ્યું અને આ બધાને આપ્યું. એકઝેક્ટ વ્યવસ્થિત. - જય સચ્ચિદાનંદ