________________
આપ્તવાણી-૧૧
૨૭૭ પણ આ જો કદી વ્યવસ્થિત તમને ના આપ્યું હોતને, તો તમે ફરી ગૂંચાઈ જાત. તમને લાગે છે એવું ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એટલે વ્યવસ્થિતને શોધવા માટે ઘણો કાળ ફર્યો છું હું. કારણ કે એ હોય તો એટલી નિરાંત થઈ આપણને. અત્યારે અહીં બેઠાં છો ત્યાં સુધી મનમાં એમ લાગે ને, કંઈક વિચારો આવે છે. ત્યારે કહે, વ્યવસ્થિત છે. નિરાંત રહે કે ના રહે ? અને તેમ જ છે, એ શોધી કાઢ્યું મેં. શોધ એઝેક્ટ લાવ્યો છું.
એક વાર તો આ પદ જ નથી હોતું, આ અક્રમ વિજ્ઞાનીનું પદ. આ તો નિમિત્ત અમે બની ગયાં. આ ભાગે જ ના આવે. આ તો અમને ભાગમાં આવ્યું તે ય અજાયબી છે ! કારણ કે હિસાબ અમે ખોળી કાઢેલો ને, વ્યવસ્થિતની શોધખોળ અમે લઈને આવેલાં, આવી.
અમને પણ મોક્ષ મળતો હતો, પણ અમે ના કહ્યું. અમે અટકાવ્યો હતો, આ વ્યવસ્થિતની શોધ માટે. કે ભઈ આવું ના હોવું જોઈએ. કંઈક આ બધા સાથે આમ મોક્ષ થાય. આ સંસારમાં બધું છોડી છોડીને મૂઆ, એ શી રીતે ફાવે ! પણ આ પ્રમાણ થઈ ગયું. અપવાદ કહેવાય છે આ. અપવાદ, મૂળમાર્ગ હોય આ. ધોરીમાર્ગ હોય. ધોરીમાર્ગ પેલો. પણ અપવાદમાં ય કામ થઈ જાય ને ! આપણે તો ઝંઝટ જ મટી ગઈ ને, છોડવાની ! નહીં તો ક્યારે છોડી દે ?! આ તો ટેસ્ટથી ખાવ, હું એવું કહું. અને લોકો શું કહે, ‘આવું બોલો છો તો શી રીતે મોક્ષે જાય ?’ એને શું ખબર છે કે કોણ ખાય છે અને કોણ જુએ છે ? એને કંઈ ખબર નથી, એ જાણે કે પોતે જ ખાય છે આ !
પ્રશ્નકર્તા : વ્યવસ્થિત શબ્દ આપને કઈ રીતે સ્કૂલો ?
દાદાશ્રી : એ તો કેટલાંય અવતારથી એવું ખોળતો હતો કે આ બાવા બનીને આપણે એકલાએ મોક્ષે જવું નથી. ઘરના માણસોને બધાને રખડાવી મારી અને આપણે મોક્ષે જવું નથી અને સંસાર શું નડે છે, પણ ? સંસારનો શું દોષ છે બિચારાનો ?
૨૭૮
આપ્તવાણી-૧૧ આ ભવમાં તો નડે છે કોણ ? કરે છે કોણ ? એ શોધમાં જ પડેલો કેટલાય અવતારથી. હું જે લાવ્યો છું ને, એ ઘણા બધા અવતારનું સરવૈયું લાવ્યો છું. સરવૈયું કરતો કરતો લાવ્યો છું. કર્તા કોણ ? આ ‘વ્યવસ્થિત
ર્તા’ આપ્યું. પછી આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, એ મારું અનુભવપૂર્વક જોયેલું છે. આ ઘણાં અવતારોથી !
અહીં તો કચકચ નહીં ને કોઈ જાતની કે તમે કેમ આ પહેરીને આવ્યા છો, કે તમે તેમ પહેરીને આવ્યા છો ? આપણે ત્યાં ‘આ કરો, તે કરો’, એ બધી ભાંજગડ જ નહીં ને ! એ સંતો તો કહેશે, આ કરો ને તે કરો, ને ફલાણું કરો. જ્યાં જાવ ત્યાં આ કરો ને તે કરો. એની એ જ ભાંજગડો !
પ્રશ્નકર્તા : આ પાંચ વખત વિધિ કરે છે, તે કેમ કરતો હશે ? પાંચ વખત એને આપે વિધિ કરી, એ વાત નીકળી'તી ને, તે તમે કહ્યું ને કે વ્યવસ્થિતનાં આધારે કરે છે. અને દાદાને કેમ કોઈની જોડે અથડામણ થતી નથી ? પણ તે વ્યવસ્થિત સમજીને બેઠેલા છે, તે પછી અથડામણ થાય જ ક્યાંથી ?
દાદાશ્રી : થાય જ ક્યાંથી ? વ્યવસ્થિત સમજીએ. વ્યવસ્થિત તો મેં આપ્યું છે, તે કેટલું સમજ્યો હોઈશ ત્યારે તમને બધાને, મેં પબ્લિકને આપ્યું છે કે આરપાર જોયેલી વસ્તુ છે આ. વિરોધાભાસ નામે ય નથી. એનો અર્થ સમજો તમે. અને એ એકલું જ મોક્ષે લઈ જાય એવું છે. જો એટલું સમજે તો ય ચિંતા છૂટી ગઈને પછી !
પ્રશ્નકર્તા : ગમે તે વર્તન હો, જગતને પોષાય ના પણ પોષાય, વર્તન બધું વ્યવસ્થિતનાં આધીન છે.
દાદાશ્રી : બધો ફોડ પાડી નાખ્યો છે.
પ્રશ્નકર્તા: ઘણી વાર વિચાર કરીએ કે કલાક, બહુ ત્યારે બે કલાક, અમે બોલીએ, પછી ઊભા થઈ જઈએ. બીજે આંટા મારી આવીએ. જ્યારે અહીં આ સતત રીતે આવું સત્સંગ ચાલે છે.
દાદાશ્રી : અને તે ઘણાં વખત તો ૧૦-૧૦ કલાક સુધી વાણી