________________
૨૫૮
આપ્તવાણી-૧૧ મેં જોયુંને પણ ! આ તો આ વાત નીકળી, ત્યારે પેલી વાત મને એડજસ્ટ થાય. દરેક વાત મેં ટ્રાયલ ઉપર મૂકેલી. આ દુનિયામાં એક પણ ચીજ હું ટ્રાયલ ઉપર મૂક્યા વગર રહ્યો નથી. અને ટ્રાયલ એટલે આમ અનુભવ થાય તો જ હું આગળ ખસું. એટલે આને ટ્રાયલ ઉપર મૂકેલું અને આ જુઓને અહીં વાત નીકળી ત્યારે ને ? નહીં તો મને શું યાદ હોય ?!
ધરતીકંપના ધબકારા આગોતરા !
આપ્તવાણી-૧૧
૨૫૭ કહે છે, ‘હવે સાહેબ આપણે જઈએ.’
પ્રશ્નકર્તા : પાછા જઈએ, એમ ને ?
દાદાશ્રી : હા, આપણે હવે પાછા જઈએ. તમે જોઈ લીધું ને ? કહે છે. મેં કહ્યું કે, ‘જોયું. પણ મને હજુ અનુભવ શો થયો ? જેટલો અનુભવ તમને છે એટલો જ મને છે. એટલે એમ કરો તમે ચાલવા માંડો, હું અહીં બેસું છું. મારે આ જોવું છે.' ટેસ્ટ લેવો હોય તો પછી થર્મોમિટર મૂકવું જ પડે ને ? થર્મોમિટર મૂક્યા વગર ટેસ્ટ કેમ થાય ? એ બધાં ઊભાં હોય એમાં શું ટેસ્ટ થાય ? એ તો એમનો ય થયો અને આપણો ય ટેસ્ટ થયો. એ માણસો ઊભા છે એટલે એ તો હુંફ કહેવાય. એટલે મેં એમને કહ્યું કે ‘તમે ચાલવા માંડો.”
તે થોડેક છેટે ચાલ્યા હશે. બસ્સો-ત્રણસો ફૂટ એટલે મહીંથી કોઈક બોલ્યું કે “આ જતા રહેશે, પછી લોકોને સંભળાશે નહીં અને આ બાજુ વાઘ આવશે તો ?” એટલે હું સમજી ગયો કે આમાં આપણે ફેઈલ છીએ. એટલે મેં એમને બુમ પાડી, મેં કહ્યું કે ‘પાછા આવો. ભાઈ, પાછા આવો.” એટલે એ બિચારા દોડતા દોડતા પાછા આવ્યા. એમણે જાણ્યું કે આ ભડકી ગયા. મને કહે છે, “અમે ના કહેતા હતાને સાહેબ, અહીં રહેવા જેવું નથી.” મેં કહ્યું કે મારે અહીં આગળ એટલું જ જોવું હતું.’ એ હજુ વાઘ તો મને દેખાયો નથી. મહીંવાળાએ બીવડાવ્યો છે મને. વાઘ તો મને દેખાયો નથી, એનું મોટું નથી દેખાડ્યું, બૂમ નથી પાડી, મને મહીંવાળાએ બીવડાવ્યો કે હમણે નીકળશે તો ? ઓત્તારી ! આ આપણો વર્તમાન ભય ચાલુ રહ્યો છે.
એટલે આ વર્તમાન ભયથી મુક્ત થઈ જવા જેવું છે. પછી અમે એ ભયથી મુક્ત થઈ ગયા. હવે અંબાલાલ જરા ભડકે તો મારે શું ? અંબાલાલને અને મારે શું લેવાદેવા ? લાંબી લેવાદેવા નહીં ને ! પાડોશી તરીકેની જંજાળ ! એ તો અમારે આટલું હજુ એકપણું વર્તતું હતું તે એકપણું અમે છૂટું કરી નાખ્યું કે ભઈ, હવે એ ય નહીં ને આ ય નહીં. અમારે વ્યવહાર જ નહીં આવો, બીજો. પાડોશી વગરનો વ્યવહાર જ નહીં ને ! હું જે કહેવા માગું છું, જે સેન્સમાં એ સમજાય છે ને ?
પ્રશ્નકર્તા : આ કેલિફોર્નિયામાં પેપરમાં અર્થક્વેકના ન્યૂઝ બહુ આવે છે કે, ગમે ત્યારે ધરતીકંપ થશે અહીંયા.
દાદાશ્રી : એ તો પેપરવાળાને ત્યાં થશે. આપણે મોક્ષે જવાનું છે. ક્યા ભાગમાં થશે શું ખબર ? કશું થવાનું નથી. અને જેને દાદા મળ્યા એને કશું ના થાય. તમારે નિર્ભય રહેવું. કોઈ ભવિષ્યની વાત કરે તો માનવી નહીં આપણે. કારણ કે ભવિષ્ય વ્યવસ્થિત જાણે છે. એના જેવું બીજું કોઈ જાણતું જ નથી.
ભવિષ્ય જાણવાની જરૂર શી આપણને ? એ ધરતી ફાટે એની આપણને શી જરૂર ? ત્યારે તમે ક્યા દેશમાં હો. ચાર દહાડા શિકાગો ગયા હોય. આ તો કોણે જાણ્યું છે ?
બાકી આ આખું જગત, સાધુ-સંન્યાસીઓ, ભવિષ્યમાં આમ થઈ જશે તો તું શું કરીશ, આમ થશે ત્યારે શું કરીશ ? આમ થશે તો શું કરીશ ? એ અગ્રલોચમાં જ પડેલું છે.
પ્રશ્નકર્તા : એટલે ચિંતામુક્ત થવા માટે વ્યવસ્થિતમાં શ્રદ્ધા રાખવી.
દાદાશ્રી : ના, મુક્ત થવા શ્રદ્ધા રાખવી એવું નહીં, એઝેક્ટ છે વ્યવસ્થિત. શ્રદ્ધા રાખવાની નથી, એઝેક્ટ એમ જ છે.
તમારે તો ભવિષ્યકાળનું જોવાનું રાખ્યું જ નહીં ને ! છોડી પૈણાવવાની હોય કે દુકાળ હોય, પણ આપણે શું કહી દીધું ? કે ‘વ્યવસ્થિત'ના તાબામાં છે ! ભૂતકાળ વહી ગયો અને ભવિષ્યકાળ ‘વ્યવસ્થિત'ના તાબામાં છે.