________________
આપ્તવાણી-૧૧
૨૫૫
છે. વ્યવસ્થિત સમજવાથી ભવિષ્યકાળનો ભય તેમને રહ્યો નથી. નહીં તો
ક્રમિક માર્ગે તો નિરંતર ભવિષ્યકાળનો ભય. ગુરુમહારાજને ય ભવિષ્યકાળનો ભય ! કોઈકની જોડે ‘આમ થઈ જશે, શું થઈ જશે ?” રહ્યા કરે, આખો દહાડો ! અરે કશું થવાનું નથી ! એના કરતાં જે બનશે એ ‘કરેક્ટ’. અને વ્યવસ્થિતની બહાર શું થઈ જવાનું છે ?
આ જગતના લોકો તો ભયથી કેમ ભાગવું, એ જ ખોળી કાઢે ! આ તો તરફડ્યા જ કરે, તરફડાટ, તરફડાટ, તરફડાટ કર્યા જ કરે.
પ્રશ્નકર્તા : એ શાના માટે તરફડાટ હોય એમને ? પૈસા બધા ખૂબ છે તો ય તરફડાટ ?
દાદાશ્રી : નહીં, એ તો પોતાને જાતજાતના ભય લાગે. આમ થઈ જશે ને તેમ થઈ જશે ને ફલાણું થઈ જશે. અને આપણે તો વ્યવસ્થિત કહ્યું ને ! એ પછી ભવિષ્યનો વિચાર જ નહીંને ! તારે છે ભવિષ્યનો વિચાર ?
પ્રશ્નકર્તા : સહેજ પણ નહીં.
દાદાશ્રી : બીજા લોકોનો ભય જોયો હોય તે આપણામાં ય ભય પેસી જાય. લોકોએ તો ભય જોયો જ છે બધો. આખી જીંદગી ભય જ જો જો કર્યો છે. એટલે નિરંતર ભય લાગે એને. એ તો આપણે જ કહ્યું છે, ‘ઉપ૨ બાપો ય નથી, શું કરવા તરફડો છો ?” તમારું જ ચિતરેલું આ જગત છે. એ કોઈ બીજાએ ચિતર્યું નથી.
એટલે તમને તો ભવિષ્યકાળનો ભય જ ઊડી ગયો ! ભવિષ્યકાળનો ભય નહીં, કેટલું સરળ છે ! હવે આવી સરળતામાં કામ ના કાઢી લે, તો એની જ ભૂલ છે ને ?! એટલે નિરંતર વર્તમાનકાળમાં રહેવાનું આ વિજ્ઞાન છે.
પકડાયો વર્તમાતતો ભય, વાઘડુંગરી પર !
તે જ્ઞાન થયા પછી હું મારી પરીક્ષા કરવા ગયો હતો. સોનગઢમાં અમારે લાકડાનો બિઝનેસ કરેલો. તે પછી ત્યાં આગળ પેલું ડાંગનું જંગલ
૨૫૬
આપ્તવાણી-૧૧
ખરુંને, ત્યાંથી શરુઆત થાય. મેં એક જણાને પૂછ્યું કે ‘અહીં વાઘ કોઈ રહે છે ?” ત્યારે કહે કે, ‘અહીં વાઘડુંગરી છે ત્યાં આગળ વાઘ રહે છે.’ ત્યારે મેં કહ્યું કે ‘આપણે ત્યાં જવું છે.’ ત્યારે કહે, ‘સાહેબ, ત્યાં શું કામ છે ? લોકો ત્યાં ગયા હોય તો પાછા આવતા રહે છે અને તમે ત્યાં જવાની વાત કરો છો ?’ મેં કહ્યું કે ‘મારે પરીક્ષા કરવી છે. મારી જાતની પરીક્ષા !' મને એમ લાગે છે કે બધા પ્રકારનો ભય મને ગયો છે. પણ ગયો છે કે નહીં તેની સાબિતી કરવી છે.
કારણ કે ભૂતકાળનો ભય ગયો છે, એની સાબિતી થઈ ગયેલી કે ઘડી પહેલાં શું થઈ ગયું, એ બધાનું કશું અંદર થાય નહીં. પરિણામ ઉત્પન્ન ના થાય. ઘડી પહેલાં ગમે તે થઈ ગયું કે બધું બળી ગયું, કે બધા મરી ગયાં, તો એનું કશું અંદર થાય નહીં. એટલે ભૂતકાળની સાબિતી થઈ ગઈ.
અને ભવિષ્યકાળની મારી પાસે સાબિતી છે. કારણ કે હું વ્યવસ્થિત જોઈને આવ્યો છું. આ જગત ‘વ્યવસ્થિત’ જ છે, એવું હું જોઈને આવ્યો છું. અને આ બધાને મારા અનુભવ પ્રમાણે વ્યવસ્થિતનું એમને જ્ઞાન આપ્યું છે કે જગત ‘વ્યવસ્થિત’ જ છે. એટલે ભવિષ્યકાળનો ભય મને રહ્યો નથી. એ તો મને સો ટકા ખાતરી છે. કારણ કે બીજાનો ભવિષ્યનો ભય મેં કાઢી આપ્યો, તો મારો કેમ કરીને રહે ? એટલે ભૂતકાળ ને ભવિષ્યકાળના બે ભય ગયા.
હવે વર્તમાન કાળની સ્થિતિ, એને માટે મેં કહ્યું કે ટેસ્ટ તો આપણે કરવો જ જોઈએ. એમ ને એમ બોલીએ કે ‘ના, ના, મને કશું અડતું નથી.’ એ કંઈ ચાલે નહીં. એટલે ટેસ્ટ તો કરવો જ જોઈએને ? તે વાઘડુંગરી પર ગયા. ત્યાંના બે માણસોને લઈ ગયો, ત્યાંના આદિવાસીઓ. તે બે માણસો ગભરાતા હતા, મને કહે છે કે ‘સાહેબ, અમે તો તમારી જોડે વખતે આવીએ, પણ અમે તો ઝાડ ઉપર ગમે ત્યાં ચઢી જઈએ. પણ તમને તો ઝાડ ઉપર ચઢતાં ય ના આવડે.' મેં કહ્યું કે, “જોઈ લઈશું આપણે. પણ મને જોવા તો દો કે ભય લાગે છે કે નહીં તે ?’ એટલે પછી અમે ઉપર ચડ્યા. પછી મને દેખાડ્યું કે આ મહીં ‘હોલ’ છે એની મહીં, અહીં આગળ આ બે-ત્રણ બખોલામાં એક-બે વાઘ રહે છે. પછી