________________
૨૬૦
આપ્તવાણી-૧૧ જાણવું એ આપણું સ્વરૂપ છે. અને આ પડવું એ વ્યવસ્થિત છે. ને વ્યવસ્થિત આપણને મંજર છે. ટેક્સીમાં બેઠાં પછી વિચાર આવે કે એક્સિડન્ટ થશે તો ? તો આપણે એને કહેવું કે “તું શેય છું ને હું જ્ઞાતા છું. આપણો આ સંબંધ છે”. આ વ્યવસ્થિત અમે એકઝેકટ જોયું છે તેથી અમે તમને કહીએ છીએ કે નિર્ભય રહો, નિઃશંક રહો.
ભવિષ્યતા પ્લાનિંગતી લક્ષ્મણરેખા !
આપ્તવાણી-૧૧
૨૫૯ ‘પાંચ વર્ષ પછી શું થશે ?” એની કંઈ ચિંતા છે તને ? ના. કારણ કે ‘વ્યવસ્થિત’નું જ્ઞાન આપેલું છે. એટલે ઘડી પછીનાં ભવિષ્યકાળની ચિંતા નથી રહી.
ગઈકાલે ગાડી અથડાઈ હોય ને દસ-પંદર માણસો મરી ગયાં હોય અને પચાસેક માણસો ઘાયલ થયાં હોય. અને આજ મુંબઈ જવાનું થયું અને જાગૃત માણસ હોય એને ગાડીમાં બેસવાનું થાય તો એને શું થાય ? એને યાદ આવે કે કાલે ગાડી અથડાઈ હતી, તે અત્યારે અથડાશે તો શું થશે ? પછી એ જ્ઞાન ત્યાં એને શું હેલ્પ કરે ? ‘વ્યવસ્થિત'નું જ્ઞાન તો તમે જાણો છો. પણ પેલાને ‘વ્યવસ્થિત’નું જ્ઞાન બેસે નહીં ને ! એ તો તમને જ મૂર્ખ કહેશે. પણ એ બિચારો તો આખો દહાડો સવારથી સાંજ સુધી ઊંચોનીચો થયા કરે કે કાલે ગાડી અથડાઈ હતી. આજે અથડાશે તો શું થશે ? તે એવો વિચાર આવે તો, આપણે વિચારોને તરત એવું કહી દેવાનું કે તમે બહાર જાવ. અથડાશે તો અમારે ખાસ વાંધો નથી, પણ અત્યારે તમે જાવ. તે આપણે નિરાંતે ઊંઘી જઈએ. લોકોને ય ઊંઘ તો ના આવે પણ પછી શું કરે ? થાકીને પાણી પીને ઊંધી જ જાય છે ને !
રાતે કોઈ એમ કહે છે કે આજે રાતે મને ત્રણ વાગે ઊંઘ ના આવે તો શું કરીશ ? મચ્છરા કેડશે રાતે ત્રણ વાગે, તો શું કરીશ ? એ તો જોઈ લેવાશે તે વખતે. એનો કશો ભવિષ્યનો વિચાર કર્યો, એ બધું જ નુકસાનકારક. વર્તમાનમાં વર્તવાનું બસ. ભવિષ્યનો વિચાર કરે તો ય છે તે તારું મોટું આ લોકો સમજી જાય કે ભઈ કશાક વિચારમાં પડ્યા છે. ભૂતકાળના વિચાર કરતા હોય તો ય મોઢું બગડી જાય. - હવે તે ઘડીએ વિચાર આવ્યો કે સાલું, પાણીમાં તો અમુક અમુક જાતનાં જીવ આવે છે. એટલે આ જીવ આવ્યા હશે એવો વિચાર આવે ને, એનું પૃથ્થકરણ થયા કરે ને પીવે ખરો પાછો, છૂટકો ના હોય. તો તે ઘડીએ આપણે શું કહીએ, ‘વ્યવસ્થિત’ છે મૂઆ, પી લે નિરાંતે. આરામથી પીઓ. જે કર્યા વગર છૂટકો જ નથી, તેનો શું અર્થ ? એટલે આ વ્યવસ્થિત છે. એટલે અગ્રશોચ બંધ થઈ ગયો.
ડાળ નીચે ઊભા રહ્યા પછી ડાળનું શું થશે ? પડશે ? એ જે વિચારો આવે તે મનનાં સ્પંદનો છે અને તે ડિસ્ચાર્જ સ્વરૂપે છે. આ
પ્રશ્નકર્તા : અઠવાડિયાનો તમે કાર્યક્રમ પ્લાન કરો કે આવતા અઠવાડિયામાં શું શું કરવાનું છે એ ફયુચરની વ્યાધિ ગણાય ?
દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા : તો શું કહેવાય ? એને કેવી રીતે કહેવાય ? દાદાશ્રી : એ તો વ્યવસ્થિત કહેવાય. પ્રશ્નકર્તા : પણ એ પ્લાન કરવો એ બરાબર ને.
દાદાશ્રી : એ પ્લાન તો ચંદુભાઈ કરે, તમે નહીં. તમે જાણો. તમે જાણનાર, પ્લાનીંગ તો કરવું જોઈએ.
પ્રશ્નકર્તા : પ્લાનીંગ એ ઉપાધિમાં આવે કે નહીં ?
દાદાશ્રી : ના. ઉપાધિ તો ક્યારે, પોતાના માથે હોય ત્યારે. આ તો ચંદુભાઈને માથે છે. ચંદુભાઈને કહેવું જોઈએ કે ભઈ પદ્ધતિસર કરો. પ્લાનીંગ કરીને કરો તો સારું.
પ્રશ્નકર્તા: પણ આપે કહ્યું ને કે ભવિષ્યની વાત બાજુ ઉપર મૂકી દો, તારા હાથમાં છે નહીં, વ્યવસ્થિતમાં હાથમાં છે. તો પછી પ્લાનીંગ કરવાનું પ્રયોજન ખરું ! પ્લાનીંગ કરવું જોઈએ તો પછી ?
દાદાશ્રી : શું થાય છે એ જુઓ.
પ્રશ્નકર્તા : એ જે થાય છે એ પણ વ્યવસ્થિત, પ્લાનીંગ થાય છે એ વ્યવસ્થિત છે.