________________
આપ્તવાણી-૧૧ આ જ્ઞાન લીધું એટલે હવે ‘હું ચંદુભાઈ છું' તે બિલીફ ફ્રેકચર થઈ ગઈ ને ‘હું શુદ્ધાત્મા છું' એ રાઈટ બિલીફ બેસી ગઈ. રોંગ બિલીફ ફ્રેકચર થઈ ગઈ, છતાં ય આ કર્મના નિકાલ કરવા માટે શું ? કેવી રીતે વર્તવું ? તે બધું સમજી લેવાનું.
પછી ચલાવે “વ્યવસ્થિત' શક્તિ !
(૧)
શમાવવું સમજમાં, વ્યવસ્થિત !
જ્ઞાત' પછી સંસારતો રહ્યો નિકાલ !
પ્રશ્નકર્તા : આપણે એવું માનીએ કે આ વ્યવસ્થિત બધું ચાલ્યા કરે છે, તો આપણે અંદર ક્યાં ગોઠવવું ?
દાદાશ્રી : વ્યવસ્થિત તો એક શક્તિ છે. હા, તે એ વ્યવસ્થિત બધું કરે અને ‘તમારે' જોયા કરવાનું. શું નામ તમારું ?
પ્રશ્નકર્તા : ચંદુભાઈ. દાદાશ્રી : તમે “જ્ઞાન” લીધું હતું? પ્રશ્નકર્તા : હા, ગયે વખતે.
દાદાશ્રી : તો એમાં સમજણ એવી પાડી હતી કે ‘ચંદુભાઈ’ને આ વ્યવસ્થિત શક્તિ બધું કરી આપશે. વ્યવસ્થિત પ્રેરણા આપશે તે ‘ચંદુભાઈનું ચાલશે અને તમારે ‘શુદ્ધાત્મા’ તરીકે જોયા કરવાનું, ચંદુભાઈનું જે ચાલે છે તે.
હવે ‘જ્ઞાન’ પછી ‘હું કરું છું', એ ઈગોઈઝમ બધો ફ્રેકચર કરી નાખ્યો છે. એટલે ‘કોણ કરે છે ?” હવે એ હું તમને કહું છું કે તમારું કોણ ચલાવી દેશે ? તમે ‘શુદ્ધાત્મા’ થઈ ગયા અને દેહથી જુદા પડી ગયા હવે, એટલે હવે ચલાવનાર તમે રહ્યા નહીં. હવે તમે “શુદ્ધાત્મા’ થયા એટલે આ દેહ શી રીતે ચલાવશો ?
એક વ્યવસ્થિત નામની શક્તિ છે એ જીવમાત્રનું સાચવી લે છે. એ નથી ભગવાન ચલાવતાં કે નથી કોઈ બાપો ય ચલાવતો. જગત સનાતન છે કાયમનું. અનંતકાળથી આવું ને આવું જ છે. સૂર્ય, ચંદ્ર, તારા બધું આવું ને આવું જ છે. આને અનાદિકાળથી વ્યવસ્થિત નામની શક્તિ ચલાવે છે, ને અનંતકાળ સુધી એની એ જ વ્યવસ્થિત શક્તિ ચલાવશે આ જગતને. ને તે વ્યવસ્થિત ભાવે જ રાખે છે.
સૂર્ય, ચંદ્ર, તારા, બીજું બધું, આ દેવગતિઓ, ટાઇમિંગ ચારે ગતિઓને બધી વ્યવસ્થિત રાખે છે, બિલકુલ અવ્યવસ્થિત નથી થવા દેતી. આ જીવમાત્ર શું કરે છે ? ભ્રાંતિથી અવ્યવસ્થિત કરવા માગે છે, પણ તે ‘વ્યવસ્થિત શક્તિ’ વ્યવસ્થિત કરી નાખે છે. આપણા લોકો કહે ખરાં કે ‘અરે, ભગવાન નહીં પણ કોઈ શક્તિ છે ખરી’. પણ એ શક્તિની ખબર ના હોય ને !
એટલે હવે તમારું બધું વ્યવસ્થિત શક્તિ ચલાવી લેશે. અહીં પ્રેરણા થાય તે ય વ્યવસ્થિત શક્તિના આધારે થાય છે. એટલે અહીં આવવા માટે વ્યવસ્થિત શક્તિ પ્રેરણા કરે તો અહીં આવવું. ને રસ્તામાં વળી પાછો કો'ક એમ કહે કે “ના, મારે ખાસ કામ છે'. તો પાછું આપણે એમ સમજવાનું કે આ ય વ્યવસ્થિત છે ને ! એટલે વ્યવસ્થિત શક્તિ જેમ