________________
(૧૧) અમારી અનંત અવતારની શોધખોળ !! સંપૂજ્ય શ્રી દાદાશ્રીને આ અક્રમ વિજ્ઞાન લાધ્યું ૧૯૫૮માં, એ એક્સિડન્ટલી નથી થયું, પણ એ ઈન્સીડન્ટલી જ છે ! ‘વ્યવસ્થિત’ જ છે, બટ નેચરલ !
વ્યવસ્થિતનાં જ્ઞાનની પૂર્વે જરૂર ન હતી. અત્યારે ભયંકર વિકલ્પીઓને માટે જ વિકલ્પ શમાવવા આ અપાયું છે, જરૂરી છે અત્યારે માટે.
અક્રમ જ્ઞાન, ત્રણેય કાળ અવિરોધાભાસ છે. જ્યાંથી મેળવો ત્યાંથી તાળાં મળે જ ! નિરંતર સમાધિ ! સંસારમાં રહીને સમાધિ !!
દાદાશ્રી કહે છે, “અમને પણ મોક્ષ મળતો હતો પણ અમે અટકાવ્યો આ વ્યવસ્થિતની શોધ માટે !” ‘અનંત અવતારથી આ જ ખોળતો હતો કે આ જગત શા આધારે ચાલે છે ?” આ અપૂર્વજ્ઞાન જડયું ને જગતને તે જ આપ્યું અમે ! આ કળિકાળમાં ઘડીવારે ય કળ ના વળે લોકોને. એવા કાળમાં આત્મજ્ઞાન આપે પણ તે ટકે કેવી રીતે ? તે “વ્યવસ્થિત’નું જ્ઞાન જડ્યું ત્યારે જ પૂજ્યશ્રીએ લોકોને અક્રમ જ્ઞાન આપવાનું શરુ કર્યું ! ત્યાં સુધી મૌન જ રહ્યા !
દાદાશ્રી કહે છે, ‘વ્યવસ્થિત’ કેવી રીતે છે એ અમે એકલાએ જ્ઞાનમાં જોયેલું છે. એનો શબ્દથી વર્ણવા માટે અમારે “સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' કહેવું પડયું. કારણ કે એના માટે બીજો ગુજરાતી શબ્દ જ નથી.
‘હું શુદ્ધાત્મા છું' એ જ્ઞાન આપ્યાથી એટલાથી પતે એવું નથી આ કાળમાં. પાછું કર્તાપણું આવી જાય, વળી ગૃહસ્થિમાં રહીને નોકરી ધંધો કરતાં આત્મામાં રહેવાનું છે. ત્યાં આ વ્યવસ્થિતનું જ્ઞાન અકર્તાપદમાં નિરંતર રાખનારું છે, ને કર્મ બંધાયા સિવાય સંસાર પૂરો કરી એકાવતારી પદ પ્રાપ્ત કરી પહોંચાડે છે મોક્ષમાં !
આ દેખાય છે તે ‘દાદા ભગવાન' ન હોય. ‘દાદા ભગવાન' તો મારી અંદર પ્રગટ થયા છે, ચૌદલોકના નાથ તે છે ! ને તમારી અંદર પણ તે જ છે !
- જય સચ્ચિદાનંદ