________________
વ્યવસ્થિત ઊડાડી શકે. જે બ્રહ્મચર્ય પાળે છે તેને સ્પેશિયલ આજ્ઞા દાદાની મળે છે. જે આખો ફેરફાર કરી નાખે એના જીવનમાં !
એટલે આજ્ઞા આપવી ને આજ્ઞા પાળવી બેઉ પુરુષાર્થ છે, પુરુષ થયા પછીનો પુરુષાર્થ. બહુ રાજીપો પ્રાપ્ત કરે ત્યારે જ્ઞાનીની વિશેષ આજ્ઞા મળે. જ્ઞાની તો નિરંતર પુરુષાર્થમાં જ હોય. જ્ઞાનીની આજ્ઞા સંસાર પરિભ્રમણની દિવાલ છે !
જ્ઞાની વિધિ કરી આપે. તે વ્યવસ્થિતને આધીન છે. નિમિત્તને આધીન વિધિ થાય.
તીર્થકરને પુરુષાર્થ નથી, ત્યાં સંપૂર્ણ સહજભાવ છે ! જ્ઞાનીને જ્ઞાન છતાં આટલું અસહજ હોય એનો એમને બંધ પડે. પણ તેનું ફળ બહુ ઊંચી જાતનું આવે. એ જ્ઞાનાવરણ ખસેડે એવું ફળ આવે ! જ્ઞાની જ્ઞાન આપે એ એમનો પુરુષાર્થ છે, એ પ્રકૃતિ નથી. સત્સંગ કરે, સમજાવે એ બધું ય પુરુષાર્થમાં જાય. અને ‘મહાત્મા’ આજ્ઞા પાળે એ એમનો પાળનારનો પુરુષાર્થ ! મન હેજ ગૂંચાય તો સમજવું આજ્ઞા પાળવામાં કચાશ છે. જેમ જેમ આજ્ઞામાં રહે તેમ તેમ પુરુષાર્થ બદલાતો જાય સુગંધી વધતી જાય.
‘દાદા ભગવાન' પાસે શક્તિ માંગ માંગ કરે તેના બધા અંતરાયો તૂટી જાય ને તે મળે. અક્રમ માર્ગ કેવો છે ? કશું ય અડે નહીંને નડે નહીં ! સંસારમાં રહીને સમાધિ નિરંતર !!!!
(૧૦) ભૂત-ભવિષ્ય ભૂલી વર્તો વર્તમાનમાં ! ‘વ્યવસ્થિત’નું જ્ઞાન નિરંતર વર્તમાનમાં જ રાખે. જ્ઞાનીઓ નિરંતર વર્તમાનમાં જ રહે. શ્રીમદ્ રાજચંદ્ર કહેલું.
‘વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાં ય’. ઘટના ઘટ્યા પછી એક સેકન્ડમાં જ ભૂતકાળ થઈ જાય. ભૂતકાળ ગોન ફોર એવર (કાયમ માટે ગયો) અને ભવિષ્યકાળ વ્યવસ્થિતના તાબામાં છે, માટે વર્તમાનમાં વર્તો.
સત્સંગમાં બેઠા હોય ને શેરબજારના સોદા ચાલતા હોય તો તે ભવિષ્યકાળને વર્તમાનમાં લાવી બેઉ બગાડયું. રસ્તા પર એક્સિડંટ થયેલો જોયો ને સત્સંગ વિચાર આવ્યો કે મારે પણ તે રસ્તે જતાં એક્સિડન્ટ થઈ જશે
તો ?! ભૂતકાળને ભવિષ્યમાં ખોવાયો, તેનો સોનેરી વર્તમાન કાળ બગડ્યો ને જેનો વર્તમાન સુધર્યો તેનો બધું સુધર્યું !
આ દાદા નિરંતર વર્તમાનમાં રહે, સેક સેકંડે તેથી તો તે સદા ટેન્શન રહિત દેખાય, મુક્ત દેખાય તેમના મોઢા પર નિરંતર મુક્ત હાસ્ય જ હોય !
ભૂતકાળની સ્મૃતિ કે ભવિષ્યના વિચાર આવે ત્યારે તેના જ્ઞાતા-દ્રષ્ટા રહેવું. એના પર સહી ના કરાય.
જ્ઞાની જમતા હોય ને કોઈ આવે તો કહે, જમી લેવા દો પછી વાત ! નિરાંતે હાફુસની કેરીઓ દાદાશ્રી ખાતા પણ તે ઉપયોગ પૂર્વક ! વર્તમાનમાં જ વર્તે તે જ્ઞાની !
ભૂતકાળને ઊથામવો એ ભયંકર ગુનો છે ! આ ભોગવટો જ એના લીધે છે. નિરંતર ભય ભય ને ભય, નિરંતર તરફડાટ તરફડાટ !
પૂજયશ્રી એ પ્રયોગ કરેલો જ્ઞાન પછી તરત જ ! વાઘ ડુંગરી પર જઈ ભયનો ટેસ્ટીંગ કર્યો. ત્યાં બધાને રવાના કર્યા પણ મહીં ભય ઊભો થયો ! એટલે વર્તમાન ભય તેમને રહ્યો. પછી જ્ઞાન કરીને તે ય ઓગાળ્યો પાછળથી !
અક્રમ જ્ઞાનથી વ્યવસ્થિતની આજ્ઞામાં રહેવાથી ચિંતા સદંતર બંધ થઈ જાય છે. ગેરંટીથી આ અનુભવ છે લાખો લોકોના !
દસ વરસની દીકરીને પરણાવવાની ચિંતા કરે તે શું કહેવું એને ? મને પેરાલિસીસ થશે તો શું થશે ? એમ કરીને ચિંતા કરે તેનું શું ? એ અગ્નશોચ ભોગવટો આપે ભયંકર !
ઘણાંને ઘરતીકંપની આગાહી સાંભળી, ઘબકારા હાર્ટના વધી જાય ! અલ્યા, આપણે તો મોક્ષે જવાનું. કશું નથી થવાનું. દાદા મળ્યા એને કશું ના થાય અને થઈ થઈને થાય કોને ? પુદ્ગલને જ ને ? ઓછું આત્માને કંઈ થવાનું છે ? અને આપણે પુદ્ગલ છીએ કે આત્મા છીએ ?!
એક કલાક જગત વિસ્મત થવું મુશ્કેલ છે. ત્યાં આ અક્રમ જ્ઞાનથી નિરંતર જગત વિસ્તૃત રહે છે સંસારમાં રહીને ય !
કર્તાપદ છૂટે ને વ્યવસ્થિત કરે છે એ સમજાય તો જ વર્તાય વર્તમાનમાં !
25