________________
આપ્તવાણી-૧૧
કહેને તેમ ચાલવાનું.
મોંઘા પ્યાલા કૂટ્યા તો...
હવે ‘વ્યવસ્થિત શક્તિ એટલે શું ?” એ સમજાવું.
હવે નોકરના હાથમાંથી ટ્રે પડી જાય, એમાં વીસ પ્યાલા પડી જાય, વીસ પ્યાલા એટલે અત્યારે મોંઘા, બબ્બે રૂપિયાના કે ત્રણ-ત્રણ રૂપિયાનાં કપ-રકાબી થાય, વીસ તેરી સાઠ રૂપિયા. તરત મહીં અસર થાય કે ના થાય ? આ “જ્ઞાન” ના લીધું હોય તો અસર થાય કે ના થાય લોકોને ? આ ‘જ્ઞાન’ ના લીધું હોય ને તો મહીં અકળાયા કરે. ત્યાં બધાં બેઠાં હોય એટલે બોલે નહીં કશું, પણ મહીં અકળાયા કરે કે આ બધાં ઊઠે તો તરત મારું નોકરને ! હવે ખરેખર ‘કોની ભૂલ છે' એ ભાન નથી ને આવું ને આવું મહીં કર્યા કરે છે અને નોકર તોડતો હોય તો રોજ ના તોડે એ ? આજે શી રીતે તોડ્યા ? નોકર જો તોડતો હોય તો રોજનું છે . આપણે એને કહીએ કે આ કપ-રકાબી નાખી દે, તો ય ના નાખી દે. હું આ નાનાં નાનાં છોકરાં, બબ્બે, ત્રણ-ત્રણ વર્ષનાં છોકરાં હોય, તેમને કહ્યું કે,
આ માલા-રકાબી બહાર નાખી આવ.' ત્યારે એ ખભા ચઢાવે ! ના નાખે કોઈ. હું કહું કે આ મારો બૂટ નાખી આવ, તો ના નાખી આવે.
કપ-રકાબી તૂટી ગયા, એટલે હવે પછી નોકરને તારે શું કહેવું જોઈએ ? એ તૂટી ગયા તો કયું જ્ઞાન હાજર થશે ?
આપ્તવાણી-૧૧ આપણા લોક તો નોકરના હાથમાંથી પ્યાલા ફૂટી જાય છે તે મહીં અકળાયા કરે છે. એ શું કરવા અકળાય છે તે ? આ વ્યવસ્થિત તોડે છે, નોકરે નથી તોડ્યું. અમથો શું કરવા અકળાયા કરે છે ?'
અને આ તમે ‘જ્ઞાન’ લીધેલું હોય અને તમારે ત્યાં થાય તો તમે સમજી જાવ કે આ વ્યવસ્થિતે તોડ્યો. અને તમને નોકર ઉપર એ ભાવ ના બગડે. અને સમજો કે વ્યવસ્થિત તોડ્યો.
બાકી જગત બધું વ્યવસ્થિત છે. પણ આપણે ભૂલ ના કરવી. વ્યવસ્થિત એટલે એવો અર્થ ના કરાય કે ‘વ્યવસ્થિતમાં ફૂટવાનો હશે તો ફૂટશે’ એમ કરીને પ્યાલો નખાય નહીં. એવું નાખે છે લોકો ? ત્યાં કેમ ‘વ્યવસ્થિત’ છે એવું નથી રાખતાં ? પ્યાલો બચાવવાનો બધો જ પ્રયત્ન કરવા છતાં પડી ગયો ને ફૂટી ગયો પછી આપણે ‘વ્યવસ્થિત છે', એવું કહીએ છીએ ને !
મંદિરમાં ગયા હોય તો બૂટ આપણે કાળજીપૂર્વક મૂકવા. છતાં બૂટ કોઈ લઈ જાય, તો વ્યવસ્થિત શક્તિએ લેવડાવ્યા. અને પછી આપશે ય વ્યવસ્થિત શક્તિ, એને બદલે નવા આપશે. આપે કે ના આપે ?
એટલે આ વ્યવસ્થિત શક્તિ તોડફોડે ય કરે છે અને સપ્લાય પણ કરે છે. એટલે તમારે કશી ઉપાધિ નહીં રાખવાની.
વ્યવસ્થિત શક્તિ રજા લે તો...
પ્રશ્નકર્તા : ‘વ્યવસ્થિત'.
દાદાશ્રી : હા. પણ એને એવું મોંઢે ના કહીશ. નોકરને તો આપણે એમ કહેવું કે, “ભઈ, તું દાઝયો નથી ને, બા ?!' પછી આપણે “ધીમે રહીને ચાલજે' એમ કહેવું. અને જો ‘વ્યવસ્થિત' છે એવું એને બોલીએ તો બીજે દહાડે છોકરું પડી જાય તો ય એ કહેશે, ‘વ્યવસ્થિત’. તે આપણને ઊહું બોલે. એટલે આપણે એને કહેવું, ‘હુડ હુડ શું ચાલે છે ? આમ ધીમે રહીને ચાલ’. એને વઢવાનું નહીં. આપણે અંદર જાણવાનું કે આ ખાલી એને જ્ઞાન આપવા પૂરતું જ ચેતવણી આપીએ છીએ.
હવે એ શેના જેવું છે ? આ વ્યવસ્થિત શક્તિ છેને, એ કોમ્યુટર જેવી છે, પણ કોમ્યુટર નથી. આ તો બહુ મોટું છે. પણ જેમ કોમ્યુટર ફળ આપે છેને, એવું આ ફળ આપે છે. અને બધું કામ કરાવી લેશે. બધું જ એડજસ્ટમેન્ટ કરાવી લેશે.
આ કેટલાક ગાડીવાળા કહે છે, “દેખો મૈને બચા દિયા ઉસકો'. હવે પેણે પેલાને, જે બચી ગયો એને પૂછીએ, “અરે ભાઈ, પેલાએ તને બચાવ્યો ?” ત્યારે એ કહે, ‘હું કૂદ્યો જ વધારે'. હવે થોડેક છેટે જાય ને તો એ ગાડીવાળો કો'કનો પગ ભાંગી નાખે, આપણે કહીએ, ‘અલ્યા,