________________
આપ્તવાણી-૧૧
૨૦૩ વ્યવસ્થિતના જ્ઞાનને ના ચૂકે, એનું નામ આપણું જ્ઞાન ! વ્યવસ્થિત ઊતારે છે ને વ્યવસ્થિત ચઢાવે છે.
પ્રશ્નકર્તા : એવું બરોબર પાકું થઈ જાય.
દાદાશ્રી : એવું હોય તો જ કામનું ! એવું આ વિજ્ઞાન છે. રાગષ થાય નહીં, નિરંતર વીતરાગતા રહે. વ્યવસ્થિતના આધારે સંયમ પાળી શકાય. વ્યવસ્થિતના જ્ઞાનનો આધાર અને પોતાના સ્વરૂપની જાગૃતિ તેના આધારે સંયમ પૂરેપૂરો પાળી શકાય. તમને સમજાયું ને ?
પ્રશ્નકર્તા: દાદા, આ તો એમ.ડી. કરતાં ય બહુ મોટી પરીક્ષા છે.
દાદાશ્રી : ના, આ તો વીસ, અઢાર વર્ષ ઉપર કહેલું. પેલા ભાઈની ગાડી જાય, તે અહીંથી સત્સંગ માટે, અહીં આ પાવાગઢ જાય, આમ જાય. તે ઘડીએ ઊતારી પાડવાનું એક-બે વખત બન્યું. એટલે બધાંને કહી દીધેલું કે તમને ઊતારી પાડે એટલે વ્યવસ્થિત ઊતારી પાડે છે. એ જ માનવું જોઈએ. નવ વખત ઊતારે અને નવ વખત ચઢાવે, મહીં એ ન થવું જોઈએ કે એમણે મને ઊતાર્યો અને ફરી બોલાવશે, તો તમારું મોટું ચઢેલું દેખાશે તોબરા જેવું. હા, એ ઊતારનાર કોણ ? અને એમને વ્યવસ્થિત બોલાવે છે. વ્યવસ્થિત બોલાવે કે ના બોલાવે ?
પ્રશ્નકર્તા : બોલાવે.
દાદાશ્રી : એટલું બધું વ્યવસ્થિતનું કર્તવ્ય છે એવું અમે જોયેલું છે. તેથી અમે ગેરેન્ટી આપીએ ને ! અને વ્યવસ્થિત એકલું જ એવું છે કે જે કોઈનો ય ગુનો ના દેખાડે. આ વ્યવસ્થિત છે, મેં કહ્યું છે. વ્યવસ્થિતને તો કોઈ સ્વાર્થ ના હોય, એ વીતરાગતાથી જુએ.
વ્યવસ્થિત સમજાય તો બહુ કામ કરી નાખે. નહીં તો બીજી વખત બોલાવેને તો આવું મોટું ચઢેલું હોય ને, ‘અલ્યા મૂઆ, ઘડીવારમાં શી રીતે ચઢી ગયું ઉપર ? ઘડીવારમાં શી રીતે ચઢી ગયું હશે ?”
પ્રશ્નકર્તા : એ દાદા, બે-ત્રણ વખત પહેલાં કદાચ કોઈ બહુ એ સાધક હોય તો બે-ત્રણ વખત ઠંડું રહે. પણ ચોથી વખતે તો પછી પેલું બધું ભેગું કરીને ઠાલવી દે.
૨૦૪
આપ્તવાણી-૧૧ દાદાશ્રી : હા, એટલે આ ધીરજ રાખવાની જરૂર છે.
પ્રશ્નકર્તા : દાદા, આ ફોડ પ્રત્યક્ષ સજીવન મૂર્તિ સિવાય ક્યાં પડે ?!
દાદાશ્રી : હા. ચોપડીમાં ના હોય ને ! ચોપડીમાં હોય નહીં. ચોપડીમાં હોય તો તો બધાં વીતરાગ જ થઈ જાય ને ?! વ્યવસ્થિત સમજી જાય તો વીતરાગ જ થઈ જાય ને બધાં !! શાસ્ત્રોમાં ના હોય, શાસ્ત્રોમાં આ માર્ગ જ ના હોય, હું કહું છું ને એ બધો માર્ગ જ શાસ્ત્રોમાં ના હોય. શાસ્ત્રમાં તો સાધનો બતાવેલાં હોય કે આમ કરજો, તેમ કરજો. અહીં કરવાપણાંનો માર્ગ ના હોય. આ સમજવાનો માર્ગ હોય. કરવાપણાથી ઉપર ગયેલાં આપણે, ભ્રાંતિથી ઉપર ગયેલાં. એટલે વાત જ જુદીને ! આ વાત કામ લાગશે ને ?
બગીચામાં ગયા હોયને, ત્યાં પછી કોઈ માણસે આપણને કહ્યું કે જાવ.” એટલે આપણને જરૂર હોય તો વિનંતિ કરીએ કે “થોડીવાર બેસું, તો તમને વાંધો નથી ને ?” ત્યારે એ કહે, “ના, જાવ !” તો આપણે સમજી જવું કે ‘વ્યવસ્થિત છે અને એ કહે ‘વાંધો નથી' તો ય વ્યવસ્થિત છે. ‘ના ઊતારી પાડે' તો ય વ્યવસ્થિત ને ‘ઊતારી પાડે' તો ય વ્યવસ્થિત છે. આ ટૂંકું સમજી જાય તો ઊકેલ આવે એવો છે. કરોડો વર્ષે ય સમજાય એવું નથી. એ અમારા જ્ઞાનથી જોયું છે કે આ વ્યવસ્થિત ચલાવનારું છે.
વ્યવસ્થિત જો આખું સમજાય તો પૂરો ભગવાન થઈ ગયો. જેટલું સમજાયું તેટલો ભગવાન થઈ ગયો.
વ્યવસ્થિત સમજાય તો સામાને મનમાં ગાળો ભાંડવી ના પડે. ‘એ ખરાબ છે' એવું મનમાં બોલો તો એ તમને કર્મ બંધાય. ‘એ ખરાબ નથી’, પણ એમને ‘વ્યવસ્થિત દોરવણી આપે છે કે “આને ઊતારી પાડે'. આ વ્યવસ્થિત બધાને દોરવે છે ત્યારે આ બધા ભમરડાં ફરે છે.
શુદ્ધાત્મા' માત્ર “જોયા કરે !
શુદ્ધાત્માનું જ્ઞાન આપ્યું એટલે પોતાનું લક્ષ બેઠું અને કહ્યું કે આ