________________
આપ્તવાણી-૧૧
૨૦૧
દહાડે લગામ છોડી દો ને બેસો. પછી જુઓ ઘોડા ચાલે છે કે નથી ચાલતા ? રથ ચાલે છે કે નથી ચાલતો ? એ જુઓ !' તે રવિવારે એવું બેઠા એટલે પછી સાંજે મને કહે છે, બધું જ ચા-પાણી, દરેક વસ્તુ એની મેળે ટાઈમે જ મળી. મેં કશું નથી કર્યું, છતાં બધું એની મેળે આવીને ઊભું રહ્યું. મેં કહ્યું, આ તો ખોટું ઈગોઈઝમ કરતા હતા ખાલી !
આપણું જ્ઞાન શું કહે છે, કે વ્યવસ્થિતમાં ડખલ કરી શકે એવો કોઈ જન્મ્યો જ નથી. છતાં વ્યવસ્થિતમાં ડખલ કરવાના જે ભાવ કરે છે, ‘વ્યવસ્થિત’માં જે બોલાય, તે ‘વ્યવસ્થિત’થી બોલાય છે. તે બોલ્યા પ્રમાણે જે થાય છે તે ‘વ્યવસ્થિત’ થાય છે, તે ‘વ્યવસ્થિત’ ઉપર વીતરાગ રહો. એ ‘વ્યવસ્થિત’ વાંકું હોય તો ય વીતરાગ રહો ને એ ‘વ્યવસ્થિત’ સીધું હોય તો ય વીતરાગ રહો. આ માર્ગ છે ને, તે વગર બોલાયે શું થાય છે તે જુઓ, એમ કહે છે !
ત્યારે થવાય પાસ વ્યવસ્થિતતા જ્ઞાતમાં !
વ્યવસ્થિતનો નિયમ એક જણે પૂછતો હતો કે મને વ્યવસ્થિતનો નિયમ સમજણ પાડો. ત્યારે મેં એને કહ્યું કે ગાડીમાં પાંચ જણ જતા હોય ને તને કાનપટ્ટી ઝાલીને ગાડીમાંથી ઊતારી પાડે. તો ય એમ લાગે કે ઓહોહો ! એ પેલો ઊતારતો નથી. આ તો વ્યવસ્થિત ઊતારે છે.
બેસાડતી વખતે એમણે કહ્યું હોય કે બેસો. અને પછી કહે કે ચંદુભાઈ, ઊતરી પડો. તો ચંદુભાઈને તરત જ એમ જ્ઞાન હાજર થવું જોઈએ કે આ વ્યવસ્થિત એમ કહે છે, કે તમે ઊતરી જાવ. કોનું નામ દેવાનું ?
પ્રશ્નકર્તા : વ્યવસ્થિતનું નામ દેવાનું. વ્યવસ્થિત કહે છે, ઊતરી
જાવ.
દાદાશ્રી : વ્યવસ્થિત ઊતરવાનું કહે છે. ફરી છે તે થોડે છેટે જાય એટલે પાછા કહેશે, ‘ના, ના. રહેવા દો આ’. પેલો ભાઈ કહેશે કે, ‘ના, મારે તો નથી અવાય એવું’. ત્યારે પાછા ચંદુભાઈને કહેશે, ‘ચાલો. ત્યારે પાછા આવો'. તો આ ચંદુભાઈ એમ સમજે કે “મને વ્યવસ્થિત બોલાવ્યો’
૨૦૨
આપ્તવાણી-૧૧
અને વ્યવસ્થિત બોલાવે એટલે વ્યવસ્થિતના પ્રમાણે બેસવું જ જોઈએ આપણે. થોડી વાર ગયા પછી એક ફર્લીંગ ગયા પછી, બીજો એક ઓળખાણવાળો સામો ભેગો થયો ને, એટલે પછી કહેશે, ‘એમ કરોને ચંદુભાઈ તમે ઊતરો આ.' ત્યારે ચંદુભાઈને સમજાવું જોઈએ કે મને વ્યવસ્થિત આ ઊતારે છે. તો ત્યાં મોટું તોબરા જેવું નહીં કરવાનું. વ્યવસ્થિત ઊતારે તેમાં મોઢું તો શું બગાડવાનું ? અને પછી ઊતરી જવાનું. છેટે, થોડે છેટે ગયા પછી પેલો પાછો માણસ કહે છે, ‘ના મારાથી નહીં અવાય, રહેવા દોને’. પાછાં ચંદુભાઈને કહે, ‘ચંદુભાઈ પાછા આવો, પાછા આવો'. તો ય વ્યવસ્થિતે બોલાવ્યા, એમ સમજવાનું. આવું નવ વખત થાય ત્યારે દાદાની પરીક્ષામાં પાસ થયો, વીતરાગતાની પરીક્ષામાં. નવ વખતમાં મન ફરે નહીં કશું, એવું મેં કહ્યું છે બધાંને. આ વ્યવસ્થિતનું જ્ઞાન એવું સુંદર છે ! માણસ કોઈ કરી શકતો જ નથી. આ વ્યવસ્થિત જ કરે છે અને વગર કામનો મોઢું તોબરું ચઢાવીને કહેશે, ‘મારે નથી આવવું જાવ તમે’. બે-ચાર વખત કાઢે ને એની સાહજિકતા તૂટી જાય.
પ્રશ્નકર્તા : અરે, એમ કહે, તમે શું સમજો છો ? શું હું કૂતરું છું ? મને હડહડ કરો છો ?
દાદાશ્રી : ના, એટલે વ્યવસ્થિત કરે છે અને લોકો માને છે કે આ કરે છે. એ નિમિત્ત છે, એને બચકાં ના ભરવાં જોઈએ આવાં.
પ્રશ્નકર્તા : પણ આ તો વ્યવસ્થિતની ગજબની વાત આપે આપી આ દ્રષ્ટાંતથી.
દાદાશ્રી : નવ વખત ઊતારે તો ય ‘વ્યવસ્થિત ઊતારે છે’ એ નથી ઊતારતો. એના હાથમાં શું છે ? સંડાસ જવાની શક્તિ નહીં ને એ બિચારો શું કરવાનો’તો તે ? એ શું ઊતારતો'તો ? એને પેણે મોટર અથડાય, મરી જાય !
નવ વખતનો મેં કાયદો કહ્યો છે. મેં કહ્યું, નવ વખત સુધી જો આ માણસ જાળવે તો હું જાણું કે મારા જ્ઞાનમાં પાસ થઈ ગયો. થઈ ગયું કમ્પલીટ. બે-ચાર વખત તો ધીરજ રહે, પણ પછી મોઢા પર ફેરફાર થતો જાય. નવ વખત ગાડીમાં બેસવાનું ને નવ વખત ઊતારી દે, તો ય