________________
આપ્તવાણી-૧૧
૧૯૭ દાદાશ્રી : મને ભેગો થયો એ મારે ત્યાં બુઝાય, એટલે આ આમને બધાંને પેસવા દીધાને !
જ્ઞાનદશા, વ્યવસ્થિતને આધીત ?
પ્રશ્નકર્તા ઃ આપને આ ચાર ડીગ્રી જે છે, એ જે ખૂટે છે એ સ્વભાવ આધીન છે કે વ્યવસ્થિત આધીન છે ?
દાદાશ્રી : પોતાની દશા વ્યવસ્થિતને આધીન હોતી નથી. એ તો આપણો પુરુષાર્થ કામ કરી રહ્યો છે. પુરુષ થયા પછી પુરુષાર્થ કામ કરે છે. પણ પુરુષાર્થ અહીં ફળ ના આપે. ત્યાં બીજા ભવમાં જાય તો જ પુરુષાર્થ ફળ આપે. પણ અહીં આગળ પુરુષાર્થ શરૂ થઈ જાય ખરો ! વ્યવસ્થિતનાં તાબામાં સંસારી ચીજો હોય. પોતાની દશા વ્યવસ્થિતના તાબામાં ન હોય. સમજાયું ને ?
સાડાબાર વર્ષ મહાવીરતી દશા !
૧૯૮
આપ્તવાણી-૧૧ અમારે એવું કંઈ છે નહીં. ભીખથી રહિત છીએ. તમામ પ્રકારની ભીખ નથી. પછી હવે આથી વધારે શું જોઈએ ? પણ જગતને કંઈક લાભ થશે, લોકોને !
પ્રશ્નકર્તા : આ, ચીજ મળે એવી નથી. જગત માને યા ના માને એ જુદી વાત છે. બાકી અનંતકાળે ‘આ’ મળે એવી ચીજ નથી.
દાદાશ્રી : અનંતકાળમાં ન પ્રાપ્ત થાય એવી વસ્તુ છે આ. આ દસ લાખ વર્ષે પ્રગટ થયેલું છે ! તો આપણું કામ કાઢી લેવાનું છે. હું શું કહેવા માગું છું ? કામ કાઢી લો.
એટલે ભગવાને આવો કશો ત્યાગ કર્યો ન હતો. આ લોકો કહે છે ને, એ વગર કામના ભગવાનને વગોવે છે. કારણ કે, એથી તો વૈષ્ણવો કંટાળી ગયા કે મહાવીર ભગવાનને આટલાં આટલાં દુ:ખ પડ્યાં! આટલો બધો ત્યાગ એમને કરવો પડ્યો ? ત્યારે બીજા લોક એમ સમજ્યા કે ભગવાન એમના કેવા ? એના કરતાં અમારા કૃષ્ણ ભગવાન સારા, કહે છે. ડખો ય નહીં ને ડખલે ય નહીં. કારણ વીતરાગોને ઓળખી શકે નહીં ને, આ લોકો ! એમની પાછળની જે વંશાવળી પાકી, તે લોકોએ વીતરાગોને ઓળખ્યા નહીં ને વીતરાગો ખોટા દેખાય એવું ચિતરામણ કર્યું.
ભગવાનને ઉદયકર્મના આધીન હતું બધું ય. એ પોતે પોતાની કોઈ પણ ઇચ્છાથી કરતા ન હતા. સંસારમાં કોઈ પણ ઇચ્છા એમને ન હતી. ઉદયકર્મના આધીન ગાડી, જ્યાં ઉદય લઈ જાય, ત્યાં ગાડી જવા દેતા હતા. લગામ છોડી દીધી હતી. પાંચે ય ઘોડા એની મેળે ચાલ્યા કરે.
પ્રશ્નકર્તા : એ લગામ છોડી એ પુરુષાર્થ હતો ?
દાદાશ્રી : મોટામાં મોટો પુરુષાર્થ, એ જેવો તેવો પુરુષાર્થ ના કહેવાય ! એના જેવો બીજો ઊંચો પુરુષાર્થ નથી !
પ્રશ્નકર્તા : એ ઉદયકર્મનો પુરુષાર્થ હતો ? દાદાશ્રી : ઉદયકર્મનો પુરુષાર્થ નહીં, એ પુરુષાર્થ તો પુરુષનો !
પ્રશ્નકર્તા : મહાવીર ભગવાને સાડાબાર વર્ષ ને પંદર દિવસ તપ કર્યું. એ શું નિમિત્ત હશે ? એ એમનો પુરુષાર્થ કે આગળના ઉદયાધીન ?
દાદાશ્રી : એ ઉદયાધીન. અને હા, એમાં પુરુષાર્થ તો અંદર ખરો જ. પણ બહાર નો ભાગ ઉદયાધીન. જે બહાર, જગતના લોક જુએ છે એ ઉદયાધીન છે, અને પોતે જુએ છે એ પુરુષાર્થ છે. તે એ જ પુરુષાર્થ અમારો ચાલુ છે. બહાર જે જુઓ છો એ ઉદયાધીન છે. અંદર અમારો પુરુષાર્થ છે. પણ અમારે અહીં આગળ પરીક્ષા લેનાર કોઈ છે નહીં. કોઈ કહેશે, ભઈ કેમનું છે અહીં પડી રહેવાનું ? ત્યારે અમે કહીએ કે તું પડી રહેવાનું ના બોલીશ. અમારે આ પદ જ જોઈએ છે બોલ. અને અમારે પરીક્ષા જ નથી આપવી. તું પરીક્ષા લેવા આવે તો ય નથી આપવી બોલ. માટે અમારી પર તું કરૂણા ના ખાઈશ. અમારે અહીં ક્યાં ખોટ છે ? કશી ય ખોટ નથી. તેની તે જ દશા અહીં રહી શકાય એવું છે. ફક્ત ‘આ’ અમે કેવળજ્ઞાનમાં નાપાસ કહેવાય, એટલું જ ને ! ત્યારે એ તો અમારે વાંધો જ નથી. કીર્તિ-અપકીર્તિથી રહિત થઈ ગયેલા છીએ. હા,