________________
૧૯૫
આપ્તવાણી-૧૧ સૂવાનો ટાઈમ ઘણો ય મળે છે તેમાં કોઈ અંતરાય આવે છે ? ત્યારે કહે, ના. તો ઉપયોગ ગોઠવતો નથી ? એ પ્રમાદ છે એનો. એટલે ઉપયોગ રાખવો, એ આપણે જોઈન્ટ કરીને પછી સૂઈ જવું જોઈએ.
પ્રશ્નકર્તા : હા, ઉપયોગ જોઈન્ટ કરીને સૂઈ જવું જોઈએ.
દાદાશ્રી : હા, હવે ઉપયોગ કોને કહેવાય પણ તે ? કે સામો નિર્દોષ દેખાય, મારું ગજવું કાપે છતાં એ નિર્દોષ દેખાય. ‘એ શુદ્ધ જ છે” એવું એ શુદ્ધતા ન તૂટે. દાદાજીએ કહ્યું, ‘સામો એ શુદ્ધાત્મા છે. એ અકર્તા છે', આ બધું ઉપયોગ ન ચૂકાય ત્યારે એ ઉપયોગ. એ હંમેશા સમતા જ ખોળે. ‘શુદ્ધ ઉપયોગ અને સમતાધારી જ્ઞાન-ધ્યાન મનોહારી', મનનું હરણ કરે એવું. ‘કર્મ કલંકનું દૂર નિવારી, જીવ લહે શિવનારી’
પ્રશ્નકર્તા : હા, બરાબર છે.
દાદાશ્રી : એટલે ઉપયોગ મુખ્ય રાખવાની જરૂર છે. ઉપયોગ વ્યવસ્થિતને તાબે ગણીએ તો પુરુષાર્થ માર્ગ જ ઉડી જાય. પુરુષ થયા પછીનો પુરુષાર્થ પોતાનો છે. એ પુરુષાર્થ શું ? પ્રકૃતિને નિહાળવી !
પોતાના શાયક સ્વભાવમાં રહેવું એનું નામ પુરુષાર્થ. અને કર્મના જોરે બીજી બાજુએ ખેંચાઈ જવું ત્યાં આગળ તે પોતે જે ધક્કો નહીં મારતો, અને તે ખેંચાઈ જાય છે સંપૂર્ણ, એ પ્રમાદ છે.
૧૯૬
આપ્તવાણી-૧૧ પ્રશ્નકર્તા : એના ઉપર જ ભાર મૂક્યો છેને ! કે તું અકર્તા છું તો એ પણ અકર્તા છે. અને જ્યારે અકર્તા છે તો પછી નિર્દોષ છે.
દાદાશ્રી : બસ. અને હું તેમ જ કહું છું ને કે ભગવાને નિર્દોષ જગત જોયું અને જગત નિર્દોષ જ છે. નિર્દોષ જોયું અને નિર્દોષ થયા ! આપણે નિર્દોષ થયા છીએ અને નિર્દોષ જોતાં શીખો. છે જ નિર્દોષ એટલું જ આપણે કહેવા માગીએ છીએ.
પ્રશ્નકર્તા : આખી વાત તો બહુ ટૂંકી છે.
દાદાશ્રી : હા. ટૂંકી છે, પણ આટલું જાણેને, જાણે ત્યારે એના મનમાં તો ખેદ રહેને કે સાલું હજુ દોષિત જોવાઈ જાય છે. એ ખેદ રહેને, એ ખેદ પુરુષાર્થ છે. ખેદ એ જાગૃતિ છે એ જાતની.
પ્રશ્નકર્તા : આપ્તસૂત્રમાં એક સૂત્ર છે આપનું, કે આખું જગત નિર્દોષ છે.
દાદાશ્રી : હા, હોયને પણ ! બધાં ય વાક્યો છે. સમજવું હોય તો બધાં વાક્યો છે, અને ના સમજવું હોય તો એકું ય નથી.
કારણ કે ‘જ્ઞાન’ શું કરે છે, પ્રકૃતિ અને પુરુષને જુદું પાડે છે. જ્યાં એક હોય છે ત્યાં પ્રકૃતિમય પોતે હોય છે. જ્યારે જુદું પડે છે ત્યારે પ્રકૃતિને નિહાળે છે બધી રીતે ! એનો જે પોતાનો સ્વભાવ છે એ સ્વભાવમાં આવી ગયો નિહાળવાના, તે પ્રકૃતિને બધી રીતે નિહાળ્યા કરે.
પ્રશ્નકર્તા: પણ હવે આપે બધાનું છૂટું કરી આપ્યું, પણ બધાને છૂટું એકસરખું ન થયું હોય.
દાદાશ્રી : સરખું ? ના, સરખું તો હોય જ કેવી રીતે તે ! એના કર્મના ઉદય ભારે હોય. એવું છે ને તમારા જેવા શુભ કર્મ બાંધીને આવ્યા હોય તેને છે તે ઉકેલ આવે જલ્દી, પેલો અશુભ બાંધીને આવ્યો હોય ને તે મહીં ગભરામણ થઈ જાય. આ તો કંઈ મેં એમ કંઈ નક્કી કર્યું છે. કે ભાઈ આ શુભવાળા જ મારે ત્યાં આવો ?!
પ્રશ્નકર્તા : એ તો બધાં ય આવે.
પ્રશ્નકર્તા : પણ એનો ય જ્ઞાતા-દ્રષ્ટા રહે તો ?
દાદાશ્રી : તો તો પછી થઈ રહ્યું, બસ એટલું જ પોતાના સ્વભાવમાં રહે. એ રહેવાની જરૂર. પોતાનો સ્વભાવ જ છે. પણ આ શુદ્ધ ઉપયોગ જો સમજી જાયને, તો કામ થઈ ગયું. શુદ્ધ ઉપયોગ માણસ સમજી ના શકે, કારણ કે બીજો નિર્દોષ દેખાય જ નહીં.
પ્રશ્નકર્તા : ના, એ તો હવે આપના જ્ઞાનથી તો દેખાય જ ?
દાદાશ્રી : આપણું વિજ્ઞાન જુદી જાતનું છે. આપણા વિજ્ઞાનથી તો નિર્દોષ દેખાય.