________________
આપ્તવાણી-૧૧
૧૯૩ દાદાશ્રી : જુઓ પુરુષ થયા પછી પુરુષાર્થ જ ના હોય, તો આ પૂરું કેમ થાય ?! વ્યવસ્થિત ના કરી શકે એને. વ્યવસ્થિત તો એ પુદ્ગલની બાબતમાં જ હાથ ઘાલી શકે, આમાં હાથ ના ઘાલી શકે.
પ્રશ્નકર્તા : એ હું ય સમજુ છું, કારણ કે પેલું મિકેનિકલ છે બધું અને મિકેનિકલ જ વ્યવસ્થિત છે. પણ પુરુષાર્થ મારે સમજવો છે.
દાદાશ્રી : હા, અને આ પુરુષમાં તો પુરુષાર્થ જોઈએ. એટલે તમે મારી જોડે રહેવાનો કેમ પ્રયત્ન કરતા હતા ? ના કરો તો ચાલે ?
પ્રશ્નકર્તા ઃ હવે એ દાખલો લ્યો કે મને એક વાર એમ થાય કે મારે તો હવે નિરંતર દાદાજી સાથે રહેવું છે. પણ પછી કેમ નથી રહેવાતું ?
દાદાશ્રી : નથી રહેવાતું. એમ કહીએ તો પછી અંતરાય પડે. તે અંતરાય જેટલા પાડ્યા હોય તે આંતરો પાડે, પણ મારે જોડે રહેવું જ છે કહીએ, તો જેટલો લાભ મળ્યો એટલો આપણો ! આપણે જો નિશ્ચય કરીએ તો જોડે રહેવાય. ને ના કરીએ તો કશું થાય નહીં.
પ્રશ્નકર્તા : પણ ના કરીએ એવું બને કેવી રીતે ? મારા હાથમાં જ ક્યાં છે ના કરવાનું ?
દાદાશ્રી : ના. પુરુષાર્થ આપણા હાથમાં છે. પ્રશ્નકર્તા : એમ ?! પુરુષાર્થ આપણા હાથમાં છે ?
દાદાશ્રી : એ જ મુખ્ય વસ્તુ આ સમજવાની છે કે, અહીં આગળ જ મુખ્ય પુરુષાર્થ આપણા હાથમાં છે, વ્યવસ્થિત આપણા તાબામાં નથી. પુરુષાર્થ વ્યવસ્થિત નથી. એવું ના કહે તો આ લોકો પાછા અહંકારથી અવળા રસ્તા ભણી જાય. એ વ્યવસ્થિતમાં પુરુષાર્થ ખોળે. આ તો અવળો અર્થ સમજી જતાં વાર ના લાગે. આ બહુ ઝીણી વાત છે. આવી વાત હોતી નથી બધે ય. બાકી પુરુષ થયા પછીનો જ ખરો પુરુષાર્થ છે !
રાત્રે તમે સૂઈ ગયા તો તમે ઉપયોગ ગોઠવો, તો ઉપયોગ એ પુરુષાર્થ ગણાય છે.
પ્રશ્નકર્તા : હા, ઉપયોગ એ પુરુષાર્થ, બરાબર છે.
૧૯૪
આપ્તવાણી-૧૧ દાદાશ્રી : તે તમે જો ઉપયોગ ન મૂકો તો દુરુપયોગ થશે. એટલે ઉપયોગ તો જોઈએ જ.
પ્રશ્નકર્તા : પણ હવે એક વાત એ પણ જોઈ છે કે જ્યારે કોઈવાર તમે ચાર કલાક પથારીમાં પડ્યા હો ને પુરા ઉપયોગમાં હો. અને કોઈ વાર ઉપયોગ આવે જ નહીં. ગમે એટલો આપણો ફોર્સ કરીએ તો ય !
દાદાશ્રી : આખી રાત ના રહે, એવું બને. પ્રશ્નકર્તા : હા, આટલી જાગૃતિ હોય છતાં પણ...
દાદાશ્રી : એ ના રહે, પણ મારું કહેવાનું જે ચાર કલાક રહે છેને તે આપણો આ ફોર્સ છે એટલે રહે છે. નહીં તો રહે નહીં. આપણો ફોર્સ તો જોઈશે, એ જ પુરુષાર્થ છે.
પ્રશ્નકર્તા: એ તો હું સમજું છું. કારણ કે એ વખતે આપણને ખબર છે કે આ ફોર્સ છે. એ પણ ખબર છે આપણને.
દાદાશ્રી : કારણ કે પોતાની અનંત શક્તિ છે ઉપયોગ રાખવાની.
પ્રશ્નકર્તા : પણ એ અનંત શક્તિ બધી વખતે કામ નથી આવતી ને !
દાદાશ્રી : બધા અંતરાય પાડેલા છે ને ! અંતરાય એ છોડે નહીં
પ્રશ્નકર્તા : હવે એ અંતરાયો જે છે એ પણ એક...
દાદાશ્રી : એ વ્યવસ્થિત જ. પણ આ વ્યવસ્થિત આવું છે, એ જે વ્યવસ્થિતને ય જાણ્યું એનું નામ પુરુષાર્થ. એટલે એ કંઈ વ્યવસ્થિતને આપણે ખસેડવાનું નથી, પણ વ્યવસ્થિતને જાણવામાં છે તે પોતાનો પુરુષાર્થ મંદ હોવાથી ઉપયોગ છૂટી જાય છે. આખો દહાડો ઉપયોગ રહેવો, એને કેવળજ્ઞાન કહ્યું.
આખો દહાડો ઉપયોગ નથી રહેતો, એનું શું કારણ ? તો કહે, બીજા અને અંતરાયો આવે છે, તેથી ઉપયોગ રહેતો નથી. લોકોને બપોરે