________________
આપ્તવાણી-૧૧
૧૪૧ ને ! અમે શું કહીએ છીએ, ‘ભઈ, કેરી તું ખા, તને ઠીક લાગે તો, ખાટી લાગે તો નાખી દેજે અને ગળી લાગે તો ખા નિરાંતે. ધીમે ધીમે ખા, ઉતાવળ ના કરીશ, શોખથી ખાવી હોય તો, પણ આ ગોટલો જરા શેકી નાંખજે.' એટલે અમે “જ્ઞાન” આપીએ ત્યારે બીજ બધાં શેકાઈ જાય છે. પછી ખાવાનું કહીએ છીએ, છૂટથી ખાવ. એટલે ફળ ભોગવે, નવા બીજ નહીં પડે.
૧૪૨
આપ્તવાણી-૧૧ એમાં કોઈ જીવતા માણસની જરૂર નહીં. નહીં તો પેલો હોંશિયાર થઈ જાય ને લોકોને હેરાન હેરાન કરી નાંખે. અને એનો કોણ માલિક થાય ? એ કંઈ ઓછું પ્રધાનમંડળ છે ?! સમજ પડીને ?
પ્રશ્નકર્તા: જ્ઞાનથી આ બીજ બધા જે શેકાઈ જાય તે સીધા શેકાઈ જાય કે પ્રયત્ન કરીને આપણે શેકવાનું ?
દાદાશ્રી : ‘જ્ઞાન મળ્યું ત્યારથી જ બીજ શેકાઈ જાય અને ખાવાની છૂટ. ગરભ બધો ખઈ જા બા. ત્યારે ખાટું હોય તો ય ખઈ જવું પડે ? ના બા, તે નાખી દેજે.
પ્રશ્નકર્તા ઃ તો એ કંટ્રોલિંગ સત્તા કઈ છે એમ ? આ કેવી રીતે, એ નિયંત્રણ કોણ કરે છે એવું ?
દાદાશ્રી : એ વ્યવસ્થિત શક્તિ નિયંત્રણ કરે છે. કોઈ માણસ કરતો નથી, માણસ કરતો હોય ને તો લાંચિયો થઈ જાય મૂઓ કળિયુગમાં. થઈ જાય કે ના થઈ જાય ?
પ્રશ્નકર્તા : પણ આ વ્યવસ્થિત શક્તિ જે કહી અને આત્મા તો તદ્દન જુદો છે ને, હવે આત્મા ન હોય એમ માની લઈએ તો વ્યવસ્થિત શક્તિ કામ કરી શકે ખરી ?
દાદાશ્રી : આત્મા ન હોય તો અવસ્થિત જ ન ઊભું થાય ત્યાં આગળ. અવસ્થિત ઊભું થાય તો વ્યવસ્થિત થાય ને ! આત્મા ન હોય તો આ બધું ય બંધ. આત્માની હાજરીથી ચાલે છે, આત્માના કર્તવ્યથી નથી ચાલતું આ.
પ્રશ્નકર્તા : પણ આત્મા નીકળી ગયા પછી જે ગલન થઈ રહ્યું છે શરીરનું, શરીર તો સડી જાયને, આ જડ પડ્યું રહે તો !
દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા: એ વ્યવસ્થિતના તાબામાં ખરું કે ? એ વ્યવસ્થિત ખરું કે નહીં ?
દાદાશ્રી : વ્યવસ્થિત ક્યાં સુધી કહેવાય ? આત્મા નીકળે ત્યાં સુધી. આત્મા નીકળી ગયો પછી એની જવાબદારી નહીં. આત્મા નીકળી જાયને મહીંથી, ડૉકટર કહે, ભઈ નીકળી ગયા. એટલે વ્યવસ્થિતે ય ગયું ને ભઈએ ગયા. ભઈની જોડે વ્યવસ્થિત ગયું ત્યાં આગળ. ત્યાં ગયું પાછું.
પ્રશ્નકર્તા: કારણ કે વ્યવસ્થિત અવસ્થિત થનારનું છે એટલે.
દાદાશ્રી : એટલે જોડે એ ના હોય તો બધું થાય નહીં આગળ. વ્યવસ્થિત ગુંથાયેલું છે. આગળનું, એ તો જોડે જ જાય.
પ્રશ્નકર્તા : પણ આ જે શરીર પડ્યું રહ્યું..... દાદાશ્રી : એને કશું ય લેવાદેવા નહીં. પછી ચાર જણ ઉઠાવશે. પ્રશ્નકર્તા : પણ એનું જે શરીરનું ગલન થઈ રહ્યું છે.
પ્રશ્નકર્તા : થઈ જાય.
દાદાશ્રી : આ અહીં લાંચ-બચ ના ચાલે, આ બધું અહીંનું અહીં બદલાયા કરે પણ અહીં લાંચ વગરનું.
પ્રશ્નકર્તા તો આત્માની હાજરીમાં જે કર્મ થાય, તે કર્મ આત્મસત્તાને કારણે જે ક્રિયાશીલ બને છે તેને વ્યવસ્થિત શક્તિ કહેવી ?
દાદાશ્રી : ના, એ આત્માની હાજરીમાં અહંકાર મનમાં ભળે છે. મનની સારા વિચારવાળી અવસ્થા આવી, એની મહીં અહંકાર તન્મયાકાર થયો એટલે અવસ્થિત થઈ ગયો. તે કાગળ ઉપર અવસ્થિતનું બધું લખી અને નાખે ત્યાં આગળ કોમ્યુટરમાં, તે વ્યવસ્થિત થઈને આવે બહાર. એટલે આ યોજના રૂપે હતું અવસ્થિત, તે વ્યવસ્થિત રૂપક રૂપે આવ્યું.