________________
આપ્તવાણી-૧૧
૧૪૩ દાદાશ્રી : એ તો પછી કુદરતનું કામ ! પ્રશ્નકર્તા : પછી એ ત્યાં કુદરત આવી ગઈ.
દાદાશ્રી : એ નેચરલ ખાલી. નેચર કામ કર્યા કરે. બાકી ચાર જણ ઊંચકે. આપણે એમ કહીએ કે ભઈ, મૂઆ તું આવું કરીશ તો નહીં ઊંચકે, ત્યારે કહે, મારે શી ચિંતા છે ? કારણ કે લોક સમજે છે કે ઊંચકીને બાળી આવો, નહીં તો મૂઓ એ સડે પણ આપણને મારી નાંખશે. માટે આપણે બાળી આવોને હેંડો, કહેશે. એટલે પોતાની ગરજે બાળે છે આ લોકો.
માંગી સ્ત્રી એક ને મળ્યું લંગર...
આ વર્લ્ડ કેટલી જાતનું કેટલું થઈ ગયેલું છે ? જે યોજના રૂપે થઈ ગયું છે જે ઓન ડ્રોઈંગ, ઓન પેપર. એ અત્યારે આ રૂપકમાં આવી રહ્યું છે. એમાં કશું ફેરફાર થાય એવું નથી, બસ. તેથી અમે કહીએ છીએને, કે ઈટ હેપન્સ છે આ. જેમ ગવર્નમેન્ટમાં હોય છેને કે યોજના રૂપે અમુક અમુક કરોડો ને અબજો રૂપિયાની સ્કીમો, એમાં ફેરફાર કરે ત્યાં એકસ્ટ્રા આઈટમ કરીને, આમાં ફેરફાર ના થાય.
૧૪૪
આપ્તવાણી-૧૧ સ્ત્રી એકલી માંગી હોય પણ આ વ્યવસ્થિતનો નિયમ એવો છે કે સ્ત્રી એકલી નથી આપતા. સ્ત્રી જોડે સાસુ, સસરો, સાળો, સાળી, કાકી સાસુ, માસી સાસુ, ફોઈ સાસુ, બધું આપે ! અરે, આપણે માંગી હતી એકલી સ્ત્રી અને તેનું લંગર કેટલું પાછું આવ્યું !! એની આ ફસામણ છે. એક સ્ત્રી ને પાછળ લંગર બહુ હોયને ! કારણ કે કુદરતનો સ્વભાવ એવો છે કે વસ્તુ એક માંગો તો એની આજુબાજુના એવિડન્સ, બધાં પુરાવા મોકલે ! જુઓને, એક ઇચ્છામાંથી કેટલી બધી લંગર વળગાડે છે ને ! અને છોકરા થાય છે એ નફામાં ને ! જો ફસામણ થઈ છે !
એટલે તમારો તો લગ્ન કરવાનો ભાવ એકલો જ ! અને પછી છે. તે કુદરત એટલી બધી ગોઠવણી કરે કે એક બાજુ એ સ્ત્રી ક્યાં જન્મશે ? આને કેટલા વાગે પૈણવાનું આવશે ! ઓહોહો ! કેટલી બધી પાર વગરની ગોઠવણી, એ બધી જ વ્યવસ્થિત કરવી પડે ! તમારે ભાવ એકલો જ કરવાનો કે પૈણવું છે ! એટલે એ ભાવ એટલો એક સંજોગ જ આપણો, પણ બીજું બધું કુદરતનું છે ! એક ભાવ એકલો જ આપણો, એમાં સંજોગો ભળવાથી આખું કુદરતી ઊભું થઈ જાય છે ! અને તે ‘વ્યવસ્થિત' રૂપે ફળ આપે છે ! સ્ત્રી ક્યાં આગળ જન્મી હોય અને આ અહીં જન્મ્યો હોય તો ય બધું ભેગું કરી આપે !
ભાવ થયેલા બધી પ્રકારના. હૈડપણમાં પૈણવાના ભાવ આવ્યા હોય એવું ય થાય. તેથી કંઈ વ્યવસ્થિત શક્તિ છે તે પૈડપણમાં પૈણાવે નહીં. એને જવાનીમાં જ પૈણાવી દે, એવું વ્યવસ્થિત ગોઠવીને પછી બધું બને. ભાવ અવસ્થિત કરે આપણને, અને વ્યવસ્થિત શું કરે ? બધું વ્યવસ્થિત ગોઠવે એના સંયોગ બધા પદ્ધતિસર આપે !
વ્યવસ્થિતનું કર્તાપણું છે, ગોઠવણી એ કરે છે. કર્તાપણું જ બધું એનું છે અને યોજના રૂપે છે, તે કોઝિઝ છે અને પછી રૂપકમાં આવે છે તેનું તે, એ વ્યવસ્થિત થઈને આવે છે ત્યારે એ ઇફેક્ટ છે.
વ્યવસ્થિતમાં ત્યાગી, પણ અવસ્થિત ગૃહસ્થિતું !
એ યોજના સરકારની ફરે, પણ આ યોજના ફરે નહીં. એવી આ યોજના જેટલી ઘડેલી, પૂર્વ અવતારમાં, તે યોજનાનું ફળ છે આ આખો અવતાર તો. યોજના રૂપકમાં આવેલી છે આ.
જેમ અહીં આગળ ડેમ બાંધવાનો હોય તો ગવર્નમેન્ટને ત્યાં પહેલી યોજના થાય છે ને ? અને યોજના બધી નક્કી થઈ જાય, સેન્કશન થઈ જાય, ત્યાર પછી રૂપકમાં આવવાની શરૂઆત થાય છે. તેને અમુક ટાઈમ લાગે છે. આ આને અમુક જ ટાઈમ લાગે છે. એટલે એ રૂપકમાં આવતી વખતે વ્યવસ્થિતના તાબામાં જાય છે. તો એનાં સંયોગો બધા ય પધ્ધતિસર આપે.
એટલે અવસ્થિતમાં વિચાર આવ્યો હોય કે આવતા ભવમાં શું શું જોઈશે ? કે ખાવા-પીવાનું તો જોઈશે, મકાન જોઈશે, સ્ત્રી તો જોઈશે, પાંચ ઇન્દ્રિયનાં બધાં સુખ જોઈશે. એ યોજનાનું પછી રૂપક આવે. હવે
અવસ્થિતમાં તમારો ગૃહસ્થી ભાવ છે કે ત્યાગભાવ રહ્યો છે,