________________
૧૩૯
આપ્તવાણી-૧૧ કર્મ બંધાય છે.
આખું જગત અવસ્થામાં તન્મયાકાર થાય છે. હમણે દાન આપતી વખતે દાનમાં તન્મયાકાર. જો કે આજના જમાનામાં તો દરેક વસ્તુમાં તન્મયાકાર જ નથી હોતો. દેરાસરમાં જાય છે, તો દેરાસરમાં ભગવાનનાં દર્શન કરતી વખતે તયાકાર નથી હોતો. પણ એ કોઈને કોઈ જગ્યાએ તન્મયાકાર હોય, ભગવાનના દર્શન કરે ખરો આમ, પણ એનું ચિત્ત શેમાં છે ? ત્યારે કહે, ‘બૂટમાં છે'. બહાર કો'ક લઈ જશે તો ? તે બૂટમાં તન્મયાકાર થયેલો છે. તે બૂટની અવસ્થામાં એ અવસ્થિત થઈ ગયો. એટલે એનું ફળ વ્યવસ્થિત આવશે.
૧૪૦
આપ્તવાણી-૧૧ વાત આપણે અહીં ચાલે છે. અહીં આગળ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ કે બીજા કોઈ સ્ટાન્ડર્ડની વાત જ નહીં ને ? અને શાસ્ત્રોમાં આ વાત હોતી નથી, આ અવર્ણનીય વાત હોય છે, આ અવક્તવ્ય વાત જે સંજ્ઞા રૂપે તમને કહીએ છીએ. આ જે વાત એને કહી, એને માટે શબ્દો જ ના હોય, એટલે તમને તમારી રીતે સંજ્ઞાથી બતાવીએ.
પ્રશ્નકર્તા : આ જે એવિડન્સ છે એ ક્યા ફેકટરથી એનું ક્રિયેશન થાય છે ? એનાં ય કંઈ કાયદા હશે ને ?
દાદાશ્રી : જ્યાં સુધી મનમાં જે વિચારો આવે છે ને, એ મનની અવસ્થા છે. એની મહીં પોતે તન્મયાકાર થયો એટલે પોતે અવસ્થિત થયો. અને જે યોજનારૂપે અવસ્થિત થયો અને રૂપકમાં આવે ત્યારે વ્યવસ્થિત થઈને આવે ! એટલે આ વ્યવસ્થિતમાં એક પરસેન્ટ પણ ભૂલ ના થાય. પોતાના જ અવસ્થિતનું વ્યવસ્થિત થયેલું છે ! અને તે એકઝેક્ટ
શેકાય કર્મબીજ, જ્ઞાતથી...
આમ સર્વે અવસ્થિતે આડબીજ રોપ્યું. હા, દરેક, જે જે અવસ્થા છે, તેમાં આડબીજ રોપ્યું પાછું. આવતા ભવના માટે બીજ રોપ્યાં. આખા દહાડામાં અનંતી અવસ્થાઓ થાય, ને દરેક અવસ્થામાં બીજ રોપતો ગયો પાછો એટલે આવતા સંસારનું બધું ચાલું રહ્યું.
વાત તો સમજવી પડશેને ? આ બધી અવસ્થા માત્ર છે. અને પેલું કોઈ અવસ્થા છે નહીં, એ પોતાનું મૂળ સ્વરૂપ છે. અને અવસ્થામાં અવસ્થિત થયો, એટલે વ્યવસ્થિત આવશે. વ્યવસ્થિતનું ફળ ચાખવું પડશે. એમાંથી ફરી પાછું અવસ્થિત ઊભું થશે, એમાંથી પાછું વ્યવસ્થિત ઊભું થશે અને અવસ્થામાં રહે છે એ કોઈ દહાડો સ્વસ્થ નહીં થઈ શકે, અસ્વસ્થ રહેશે. અને સ્વસ્થ કોણ થશે ?! સ્વરૂપમાં રહેશે તે. સ્વમાં રહ્યો કે સ્વસ્થ, અને અવસ્થામાં રહ્યો તો અસ્વસ્થ. ને જગત અવસ્થામાં સુખ ખોળે છે પાછું.
હવે આવાં વાકયો તો શાસ્ત્રમાં હોય નહીં. આ બધી અવસ્થાઓ છે અને આ બધું એ છે. એવું બધું કયાંથી લખેલું હોય ? શાસ્ત્રો કંઈ ગ્રેજ્યુએટ એકલા માટે લખેલા નથી. એ તો ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી માંડીને તે ઠેઠ સુધીના બધા માટે લખેલું છે. અને આ તો આઉટ ઓફ સ્ટાન્ડર્ડની
પ્રશ્નકર્તા : પણ વ્યવસ્થિત જે થાય છે તે કઈ ભૂલને લીધે વ્યવસ્થિત થઈ જાય છે ?
દાદાશ્રી : દૂધમાં આટલું દહીં નાખવાથી ચા ના બને સવારમાં. દૂધમાં દહીં નાખીએ તે ઘડીએ દહીં કહેવાય નહીં એ, અવસ્થિત કહેવાય. દહીં થાય ત્યારે વ્યવસ્થિત. ત્યાં સુધી અવસ્થિત.
પ્રશ્નકર્તા : કર્તાપણાનો ભાવ આરોપિત ન થાય, તો કોઈ દિવસ વ્યવસ્થિત બને જ નહીં ને, એમ કહેવું છે ?
દાદાશ્રી : હા, કર્તાભાવ ના આવે તો વ્યવસ્થિત થાય જ નહીંને પછી, એ ભોક્તાભાવ એકલો જ રહ્યો. એનું ફળ ભોગવી લો. પેલું તો કર્તાભાવ એટલે શું ? ભોક્તાભાવનું ફળ ભોગવતો જાય અને પછી પાછો કર્તાભાવનું બીજ નાખતો જાય. એટલે કેરી તો ખાધી પણ ગોટલો નાખે પાછો. પણ ખાતી વખતે ય પાંસરો ના રહ્યો હોય. આ ખાટું નીકળ્યું ને આમ ને તેમ, પાછો ખાય મૂઓ આખું ય, કારણ કે પૈસા ખર્ચા છે ને ! મોટું બગાડીને ખઈ જાય મૂઓ. એ પછી ગોટલો નાખે પછી ઊગી નીકળે