________________
આપ્તવાણી-૧૧
૧૩૭ સમષ્ટિ કોમ્યુટર છે. એ કોમ્યુટરની માફક આ બધું ચાલે છે. પણ એને કોમ્યુટર કહીએ તો પેલા આ બધાં છેને કોમ્યુટર બનાવનારા મનમાં એમ ફૂલાય કે ઓહોહો ! અમારા જેવું... આ એના જેવું રૂપક છે આ. એના ઉપરથી તમે લીધું છે એ. તમારા ઉપરથી એણે નહીં લીધું. એના ઉપરથી આ લોકોએ નકલ કરી, પણ એની આ નકલ ઉપરથી એ લોકોએ અસલ નથી કર્યું. એ તો અજાયબી છે એ મેં જોયેલું છે. એ અવસ્થિત કોમ્યુટરમાં નાખવાનું એ પછી વ્યવસ્થિત થઈને કોમ્યુટરમાંથી નીકળે બહાર અને એ વ્યવસ્થિત એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, બધા સંજોગો ભેગા થઈને તમારું કામ થઈ જાય.
અવસ્થિતે ચાર્જ, વ્યવસ્થિતે ડિસ્ચાર્જ !
૧૩૮
આપ્તવાણી-૧૧ એટલે માણસને કોઈ વિચારદશાની અગર વાણીદશાની એ અવસ્થા ઉત્પન્ન થાય છે, અવસ્થા બદલાયા કરે છે, એ અવસ્થામાં તન્મયાકાર થવું, અજ્ઞાનદશામાં પોતે તન્મયાકાર જ થાય. ‘હું જ છું' એવું માને એટલે તન્મયાકાર જ રહે. એટલે અવસ્થામાં તન્મયાકાર થયો, તે વખતે ચાર્જ થાય. ચાર્જ થાય ત્યારે ગુજરાતીમાં એને અવસ્થિત કહેવાય. અવસ્થામાં એકાકાર થયો, એ અવસ્થિત થયો અને તે કોમ્યુટરમાં જઈ અને વ્યવસ્થિત થઈને બહાર પડે છે. જે અવસ્થિત છેને તે જ વ્યવસ્થિત થઈને બહાર પડે છે. પણ એ “સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' ભેગા કરી આપે, વ્યવસ્થિત બધાં. પેલું અવસ્થિત એવિડન્સ ભેગું ના કરી આપે, એ તો ચાર્જ થઈને એવું નક્કી થઈ ગયું કે આ પ્રમાણે આટલાં એવિડન્સ જોઈશે. આ વ્યવસ્થિત એટલે એવિડન્સ ભેગા કરી આપે. એ અવસ્થિતનું વ્યવસ્થિત થયેલું છે. એટલે આમાં પ્રારબ્ધ કે પુરુષાર્થ કે આ એવી તેવી ગમું વસ્તુ નથી. એક્ઝક્ટ, પોઈન્ટ ટુ પોઈન્ટ છે આ વસ્તુ. પણ બધાંને સમજાય નહીં ને. એટલે વ્યવસ્થિત કહીને અત્યારે આપી દીધું બધાંને. ‘વ્યવસ્થિત જ આનો કર્તા છે” એમ કહ્યું. ખરેખર કર્તા જ વ્યવસ્થિત છે અને એનું સ્વરૂપ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. પણ આ અણસાર આપ્યો કે કેવી રીતે વ્યવસ્થિત હોવું ઘટે.
આ વ્યવસ્થિતનો તમને સ્ટેજ અણસાર આપીએ કે વ્યવસ્થિત શું
છે ?
દર્શત ભગવાનના તે ચિત બૂટમાં !
હવે એ વ્યવસ્થિત, આજે એનું મૂળ ખોળવું હોય તો શી રીતે જડે ? ત્યારે કહે છે કે અત્યારે કોઈ પણ માણસ ‘જ્ઞાન' ના લીધેલું હોય અને એ આવે તો બીજા કોઈ માણસે જરા એની જોડે ઊંધું કર્યું, તે વખતે દ્રવ્યથી ક્રિયા તો ચાલવાની જ, ઊંધી થવાની જ. પણ પોતે છે તે એમાં ભળી જાય છે. કારણ કે દ્રવ્ય ક્રિયા મનમાં છે, ચિત્તમાં છે, બુદ્ધિમાં છે, અહંકારમાં છે, પણ પોતે ભળે છે એમાં.
મન વિચારતું હોયને તેની મહીં પોતે ભળે, એટલે મનમાં તન્મયાકાર થઈ જાય, મન વિચારે છે, એ આપણી લોકભાષા એવી છે. ખરેખર મન વિચારતું નથી, મન નિરંતર સ્પંદન થયા કરે. એ જેમ જેમ ફૂટતું જાય તેમ સ્પંદન થાય. જેમ આ કોઠી ફૂટતી હોયને, એમ બધું મહીંથી નીકળ્યા કરે. તેને બુદ્ધિ વાંચી શકે, કે આવો ભાવાર્થ કહેવાય. એટલે પછી મહીં સારું લાગે, ત્યાં પછી એમાં અહંકાર તન્મયાકાર થઈને વિચરે અને વિચરે તો વિચાર કહેવાય. નહીં તો વિચાર ના થાય. હવે જે અહંકાર મહીં વિચર્યો અને તન્મયાકાર થયો. એ મનની અવસ્થામાં પોતે તન્મયાકાર થયો એટલે અવસ્થિત કહેવાય.
એક તમારે ત્યાં ઘરાક આવ્યો, કલાયન્ટ તમારો. એ તમે એને દંડ ઠોકો. તે વખતે એની શી દશા થાય ? વિષાદમય દશા થાય. હવે વિષાદ થાય તે આ “જ્ઞાન” હોય તો જ્ઞાનદશામાં એ જુદો રહે. અને અજ્ઞાનદશામાં વિષાદ થાય ત્યારે તન્મયાકાર હોય. હવે વિષાદ અવસ્થા એ માનસિક અવસ્થા ઊભી થઈ તેમાં તન્મયાકાર થયો, માટે અવસ્થિત થયો. વળી પાછો વિષાદ અવસ્થામાં ગમે તે લપકાં બોલે, ગમે તેવી વાણી ઠેકાણાં વગરની બોલ બોલ કરે. તો તે વાણીની અવસ્થા ઊભી થઈ, તેમાં અવસ્થિત થયો, વર્તનમાં ઊંધું-ચતું કરે તો તેમાં અવસ્થિત થયો. એ બધું, ત્રણેવ અવસ્થિત થયું. તે વ્યવસ્થિતરૂપે ફરી આવે. કર્તા થયો માટે. તું કર્તા નથી એનો, છતાં હું માનું છું કે ‘હું કરું છું.’ તે ભાનને લઈને આ