________________
આપ્તવાણી-૧૧
૧૩૫
ને તેમ બગાડ્યું’. તેનો કલેશ ઉત્પન્ન થાય છે. લોક ‘વ્યવસ્થિત’ જાણતા જ નથી !! નહીં તો કપ ફૂટી ગયા હોય તે વખતે વ્યવસ્થિત’ સમજતાં હોય તો ભાંજગડ જ ના થાય ને ?! પણ ‘વ્યવસ્થિત’ની બહાર જાય છે જ ને !! એ બહાર જતાં રહે છે એ ય ‘વ્યવસ્થિત’ છે. એમનું એવું વ્યવસ્થિત છે !! કારણ કે જ્યાં સુધી અજ્ઞાન છે, ત્યાં સુધી અજ્ઞાન વ્યવસ્થિત. ‘વ્યવસ્થિત’ પોતાના પર આધાર રાખે છે. એ એવું ગોઠવાયેલું નથી, દરેકના પર આધાર રાખે છે. હવે એ રિઝલ્ટ જે આવે છે ને તેની મહીં પોતે કહે છે કે આવું કેમ ? પોતે ન્યાય કરે છે. ન્યાય કરવાનો નથી ત્યાં આગળ. રિઝલ્ટ જોયા કરવાનું છે. કારણ કે રિઝલ્ટ આપણા હાથમાં નથી. એને જોયા કરવાનું-જે આવે એ કરેક્ટ, સાહજીક છે. પણ આપણે શું કહીએ છીએ, આમ કેમ અવ્યવસ્થિત થયું ?
પ્રશ્નકર્તા : ગમે તે પરિણામ આવે એ જોયા કરવાનું.
દાદાશ્રી : હા. ‘વ્યવસ્થિત’ એટલે શું કે મારો હિસાબ છે તે પેલા કોમ્પ્યુટરમાં જાય છે. ને એનાં પરિણામ આવે એ બધું ‘વ્યવસ્થિત’ ગોઠવાઈ ગયેલું હોય. ‘વ્યવસ્થિત’ એટલે આ કુદરતનાં બીજા સંજોગો ભેગા થઈ અને ગોઠવાઈ ગયેલું હોય, ક્રમસર. એટલે આ ‘પોતાનાં’ ઉપર આધાર રાખે છે. એ કંઈ એવું છાપેલું નથી વ્યવસ્થિત. તમે જેવાં ભાવ કરો, તેવું વ્યવસ્થિત જ ગોઠવાયેલું આવે.
વ્યવસ્થિત શાથી કહેવાય છે ? જે પરિણામ કર્યું તેનો સીધો બદલો નહીં, પણ પછી આ અહીં આગળથી બધું કુદરતના સંજોગો ભેગા થાયને, અને કુદરત ભળતાં જે પ્રમાણ થાય ને જે રંગરૂપ થાય તે વ્યવસ્થિત કહેવાય.
ત કો' ધારક ‘વ્યવસ્થિત'તો !
પ્રશ્નકર્તા : વ્યવસ્થિતનો ધારક કોણ ?
દાદાશ્રી : એનો ધારક કોઈ હોય જ નહીં ને ! એ કોમ્પ્યુટર જેવું છે. એટલે ધારક જ કોઈ ના હોય ને ! આપણે ગયા અવતારે જે ભાવ કરેલાં ને, એટલે અહંકાર જે છેને, તે મનમાં તન્મયાકાર થાય છે. પોતાને
૧૩૬
આપ્તવાણી-૧૧ ગમતી વાત આવે ત્યારે. અને ના ગમતી વાત હોય ત્યારે તન્મયાકાર થાય ?
પ્રશ્નકર્તા : ના ગમતું હોય તો ઊલ્ટો સામો થાય.
દાદાશ્રી : હા, ત્યાં ભેગા ના થાય અને પછી કહે, ‘મને ના ગમતા વિચાર આવે છે.’ એટલે ના ગમતા વિચાર આવે છે ત્યારે એ છૂટો રહે છે. ના ગમતામાં એટલો વખત છૂટો રહે છે. જ્યારે ગમતામાં તું ફસાઈ જઈશ. તો એ ગમતું આવેને, એટલે તન્મયાકાર થાય અને એટલે એ વખતે યોનિમાં બીજ પડે છે. એને અવસ્થિત કહે છે. મનની અવસ્થામાં ‘પોતે’ અવસ્થિત થઈ ગયો અને તેનું આ ફળ ‘વ્યવસ્થિત’ આપે છે. ત્યાંથી પછી ‘વ્યવસ્થિત’ના તાબામાં, ‘કોમ્પ્યુટર’ના તાબામાં જાય છે. એટલે કોમ્પ્યુટર પછી ફળ આપે છે.
જગત છે ‘પ્રિન્ટ આઉટ', ‘કોમ્પ્યુટર’તા ‘ફીડ’તું !
વ્યવસ્થિત એટલે જેનાં જેવા ભાવ, તે બધા કોમ્પ્યુટરના ફીડમાં જાય અને ફીડમાંથી વ્યવસ્થિત થઈને આવે એટલે રૂપક થઈને આવે બધું.
પ્રશ્નકર્તા : એ કંઈ બરાબર સમજમાં ઊતરતું નથી. આ જરા વિગતવાર સમજાવો.
દાદાશ્રી : વ્યવસ્થિત શક્તિ કોમ્પ્યુટર જેવી છે. કોમ્પ્યુટર હોય ને, પેલી બાજુ ફીડ નાખે, એટલે એક બાજુ એનું રિઝલ્ટ આવે. તે આ જગત રિઝલ્ટ સ્વરૂપે છે. ફીડ છે તે પહેલાનાં કોઝિઝ છે. તે કોઝિઝ ફીડ રૂપે હોય છે અને આ રિઝલ્ટ ઈફેક્ટ રૂપે હોય છે. તે આ રિઝલ્ટ છે, એમાં કોઈ ફેરફાર ન કરી શકે, રિઝલ્ટમાં. કોઝિઝમાં ફેરફાર કરી શકે. એટલે વ્યવસ્થિત શાથી કહ્યું કે ફેરફાર કોઈથી થઈ શકે નહીં. માટે ચોક્કસ હિસાબ જ છે, વ્યવસ્થિત જ છે, એ ચેન્જ નહીં થાય. વ્યવસ્થિત થતાં પહેલાં આપણે નક્કી કરવું જોઈએ.
એટલે ચેતન છે તે આ જગતને ચલાવતું નથી. અને આપણે ય ચલાવતાં નથી. આપણું આ કોમ્પ્યુટર છે તે આ વ્યષ્ટિ કોમ્પ્યુટર છે, બીજું