________________
આપ્તવાણી-૧૧
૧૩૩ થાય એટલે કોઈ એમ ના કહી શકે કે ‘મેં આ કર્યું.”
પ્રશ્નકર્તા તો આ વાવાઝોડું, આંધી, વરસાદ એ પણ ‘વ્યવસ્થિત’ ?
દાદાશ્રી : હા, વ્યવસ્થિત છે. વ્યવસ્થિતનું બધું જ છે આ ! અને ‘વ્યવસ્થિત' ય છે તે કંઈ આજની ક્રિયા નથી. એ ય ‘વ્યવસ્થિત'ના તાબામાં નથી. ‘વ્યવસ્થિત' ‘વ્યવસ્થિત'ના ય તાબામાં નથી. એ પણ પરિણામ છે. જેમ આ પરીક્ષાનું રિઝલ્ટ આપે તે પ્રોફેસરના તાબામાં ખરું?
પ્રશ્નકર્તા : માર્ક આપે ત્યાં સુધી એમના હાથમાં ખરું !
દાદાશ્રી : ના. રિઝલ્ટ જ આપવાનું હોય તે દહાડે તાબામાં ખરું? રિઝલ્ટ જાહેર કરતી વખતે કંઈ અધિકાર ખરો કોઈ જાતનો ? તે આ ‘વ્યવસ્થિત' રિઝલ્ટ જાહેર કરે છે અને વ્યવસ્થિત'ની ય સત્તા નથી એને તો ! જો ‘વ્યવસ્થિત'ની સત્તા હોતને તો એ કહેત કે “મારે લીધે બધું આ ચાલે છે. જો ભગવાનનું કંઈક એમાં હોત તો ભગવાને ય રોહમાં આવી જાત કે આ હું છું તો આ બધું ચાલે છે. એટલે કોઈથી બોલાય નહીં, બધાની ચડીચુપ ! એવું આ જગત છે ! ખાલી નિમિત્તથી જ. આનાં નિમિત્તથી આમ ને આનાં નિમિત્તથી આમ. એટલે કોઈથી બોલાય એવું નથી કે મેં જગત ઊભું કર્યું છે ને મારા લીધે જ ચાલે છે. નહીં તો એ ચઢી બેસત, ક્યારનો ચઢી બેસત, માલિક થવા જાત ! એટલે બહુ ઊંડી વસ્તુ છે આ વાત. એ તો જ્ઞાનીઓએ દીઠેલી હોય. તમને બુદ્ધિમાં સમજાય. તમને બુદ્ધિમાં અમુક ઉતરે !
પ્રશ્નકર્તા : પોતાના કર્મને આધારે આ વ્યવસ્થિત શક્તિ ચલાવને ! એવું કહેવાય ખરું ?
દાદાશ્રી : વ્યવસ્થિત શક્તિને કોઈ આધાર છે જ નહીં. કોઈના આધારે વ્યવસ્થિત શક્તિ નથી. વ્યવસ્થિત શક્તિ એટલે એ પોતે જ પરિણામ છે. ‘પાસ થવું, નાપાસ થવું’ એ કોઈની શક્તિ નથી, પરીક્ષા આપનારાએ પરીક્ષા આપી, તેનું આ પરિણામ છે. પરીક્ષા આપવી એ કોઈની શક્તિ છે અને પરિણામ આપવું એ કોઈની શક્તિ નથી. એવું
૧૩૪
આપ્તવાણી-૧૧ છેને, આ સૂર્યના તાપમાં આપણે ફરીએ તો ગરમી કોણ આપે છે ?
પ્રશ્નકર્તા : સ્વભાવ છે.
દાદાશ્રી : કોઈની જરૂર છે નહીં. તમને ગરમીની જરૂર ન હોય તો તમે છત્રી લઈને ફરો. ઠંડક કોણ આપે છે ? છત્રી આપે છે. એમાં તમારે કશું કોઈ આપનારની જરૂર નથી, એનું રિઝલ્ટ છે. રિઝલ્ટમાં કોઈ આપનાર હોય નહીં. પરીક્ષા આપીએ પછી એનું રિઝલ્ટ આપવામાં કંઈ ભગવાનની જરૂર ખરી ? એમાં એણે જેવું લખ્યું એવું આવશે. ઇફેક્ટ છે.
પ્રશ્નકર્તા : સમજાયું. પહેલાં એવો ખ્યાલ હતો કે આ વ્યવસ્થિત શક્તિ જ આખું વિશ્વ ચલાવે છે.
દાદાશ્રી : ના, ના. જગત તો એક કોઝિઝને લઈને ચાલતું નથી, બધાં કોઝિઝ ભેગાં થઈને ચાલે છે. લોક તો સત્તા પોતાની ખોળે છે, પણ આ તો પરિણામ સત્તા છે. અને આપણામાં સત્તા હોય પણ નહીં. આ તો પરિણામ છે, સારું પેપર લખ્યું હોય તે અત્યારે પરિણામમાં ખુશ થઈને ફર્યા કરે. પેલું મોટું બગડેલું લઈને ફર્યા કરે.
પ્રશ્નકર્તા : આ પરિણામ સત્તા છે તે આપણે જ સમજવાનું છે ને ! જેણે “જ્ઞાન” લીધેલું હોય તેને જ. બહારના લોકોને તો ખ્યાલ ના આવે
દાદાશ્રી : એમને પરિણામ સત્તા જ છે. પણ એમને ખબર જ નથી ને ! એ તો એમ જ જાણે કે આપણે જ કરીએ છીએ આ. પરિણામના કર્તા કોઈ હોઈ શકે ખરાં ? “જન્મ્યા ત્યારથી મરણ સુધી શું શું થશે?” એ બધું ફરજિયાત છે અને તે પરિણામ સ્વરૂપ છે. એનાં આપણે કર્તા માનીએ છીએ તેથી આવતા ભવનું બીજ પડે છે.
ન ખોળ ન્યાય, “જો' માત્ર પરિણામને !
‘વ્યવસ્થિત'ની બહાર જઈ શકતા નથી, પણ ભાવ કરે તો ખત્તા ખાય ખરાંને !! આ જગતના લોકો ‘વ્યવસ્થિત’ જાણતા નથી એટલે ખત્તા ખાય જ છે ને !! “આમ કર્યું હોત તો આમ થાત, તે આમ બગાડ્યું