________________
(૪)
અવસ્થિતતું પરિણામ વ્યવસ્થિત !
એ છે પરિણામ પરીક્ષા તણું !
પ્રશ્નકર્તા : વ્યવસ્થિત શક્તિ કોણે બનાવી ?
દાદાશ્રી : કોઈએ બનાવી નથી. એવું છે ને, જેમ કોઈ માણસ પરીક્ષા આપે, તો પરીક્ષા આપ્યા પછી રિઝલ્ટ એની મેળે આવે કે કંઈ કરવું પડે ?
પ્રશ્નકર્તા : પરીક્ષા તો આપણે આપવી પડે ને ?
દાદાશ્રી : હા, પરીક્ષા આપી એટલે પછી રિઝલ્ટને માટે આપણે
કરવું પડે કશું કે એની મેળે આવે ? તે આ રિઝલ્ટ છે. આ પરીક્ષાનું રિઝલ્ટ કોણ આપે છે ?
પ્રશ્નકર્તા : પ્રિન્સિપાલ આપે છે.
દાદાશ્રી : પ્રિન્સિપાલ આપતા નથી. આપણે જે પરીક્ષામાં લખ્યું છે ને, તે જ આપણને રિઝલ્ટ આપે છે. પછી બીજી બધી વસ્તુ જુદી છે.
આપ્તવાણી-૧૧
એવું આ આપણું જ અવસ્થિત છે ને, તે જ આ વ્યવસ્થિત છે, આપણું લખેલું તેનું જ આ રિઝલ્ટ છે. આમ દેખાવમાં એવું લાગે કે આ
પ્રોફેસર આપણને રિઝલ્ટ આપે છે.
૧૩૨
આપણે પરીક્ષા આપીને ઘેર આવીએ એટલે પછી એના પર વિચાર કર્યા કરતાં હોય તો કોઈ શું કહે ? ‘બધું વ્યવસ્થિત છે. હવે એ વાત છોડીને બીજું કંઈ કર.' વ્યવસ્થિત થાય કે ના થાય ? રિઝલ્ટ એ તો વ્યવસ્થિતમાં આવે કે ના આવે ? આ પરીક્ષા આપ્યા પછી જે બને એ વ્યવસ્થિત કે અવ્યવસ્થિત ?
પ્રશ્નકર્તા : વ્યવસ્થિત !
દાદાશ્રી : બસ. રિઝલ્ટ છે એ. આ જગત રિઝલ્ટ છે, માટે વ્યવસ્થિત છે.
પ્રશ્નકર્તા : એ ‘વ્યવસ્થિત' જેને આપણે કહીએ અને ‘શુદ્ધાત્મા’ કહીએ એની જોડે કશું જ રિલેશન નથી એને ?
દાદાશ્રી : એ રિલેશન એટલું જ કે પરીક્ષાનું પરિણામ આવવાનું. અને પરિણામનો કોઈ કર્તા હોય નહિ. બસ આને માટેનું આ પરિણામ !
પ્રશ્નકર્તા : એટલે શુદ્ધ ચેતનમાં જ આ બધું અંદર જ છે ને, એમાંથી બધાં એક્શન-રીએક્શન થયા કરે છે ?
દાદાશ્રી : આ અંદરે ય નથી, જુદું જ છે.
તથી ‘વ્યવસ્થિત’ વ્યવસ્થિતતા તાબામાં !
પ્રશ્નકર્તા : આ દુનિયાનું બધું વ્યવસ્થિત શક્તિ જ ચલાવે છે ને ? આપનું એવું કહેવું છે ને ?
દાદાશ્રી : ના, ના. તો તો અહંકાર થઈ જાય ને ! તો તો પછી વ્યવસ્થિત શક્તિ કહે કે ‘મારે લીધે ચાલે છે.’ એટલે કોઈ એક કારણ ચલાવતું નથી. ભગવાનને ય ચલાવવાની છૂટ નહિ. કોઈને ય છૂટ નથી. બધા સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સીસ બધા ભેગા થઈને કાર્ય