________________
આપ્તવાણી-૧૧
બુદ્ધિની આંખે જુએ એ. એટલે બુદ્ધિનું ચલણ બધું. એ બુદ્ધિનો ધંધો શો ? નફો-ખોટ દેખાડ દેખાડ કરવી, બસ. તે આખો દહાડો લોહીઉકાળો કરાવ્યા જ કરે. એટલે જો તું અહંકારી છે તો તું જ કર્તા છે. અને જો તું નિર્અહંકારી છે તો વ્યવસ્થિત કર્યા છે.
ભાવ એ પુરુષાર્થ, અજ્ઞાત દશામાં !
૧૨૯
પ્રશ્નકર્તા : બધું વ્યવસ્થિત છે કર્મનું પરિણામ, તો આપણે જે ભાવથી કરીએ છીએ તે પ્રમાણે આવે. પણ ભાવના કરીએ તેમાં પુરુષાર્થ
ખરો ?
દાદાશ્રી : એ વ્યવસ્થિત નહીં. ભાવના એ પુરુષાર્થ. એક રાઈનો દાણો આઘોપાછો થઈ શકે તેમ નથી માણસમાં, અને જ્યાં થઈ શકે તે એ જાણતો નથી. રાઈનો દાણો આઘોપાછો કરવો છે એવો ભાવ કર્યો, તો કો’ક દા’ડો થશે. ભાવ જ ના કર્યો તો થાય શી રીતે ? અજ્ઞાન દશામાં ભાવ કરવાની જ શક્તિ છે. આ જ્ઞાન પછી હવે આ ભાવ કરવાના નહીં. હવે તો સ્વભાવ જ કહેવાય. સ્વભાવ એ સ્વધર્મ ને ભાવ એ પરધર્મ.
સંસારી આત્મા પાસે ભાવના ભાવવા સિવાય બીજી કોઈ શક્તિ નથી. ભાવના ય પાછી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે ઉત્પન્ન થાય છે. પોતાની ઈચ્છા પ્રમાણે ભાવના ભાવી શકાય તેમ નથી અને તે ય પાછું ભાવના એકલી જ કરવાની છુટ છે. બીજું બધું મિકેનિકલ છે. મિકેનિકલમાં હાથ ઘાલ્યો તો હાથ બળી જશે. ભાવના એ જ પુરુષાર્થ
છે.
ભાવના કેવી થઈ રહી છે તેના પરથી આપણે હિસાબ કાઢવાનો. ખરાબ ભાવના આવ્યા કરે છે. માટે સમજી જવાનું કે બગડવા કાળ આવ્યો છે. બહુ થાય ત્યારે આપણી જાતને સમેટી લેવાની. નિષ્પક્ષપાતીપણાનો ભાવ રાખે તો થાય. આમાં ય આપણા હાથમાં સંપૂર્ણ સત્તા તો નથી જ. આપણા ભાવ અને ક્રિયા કે જે રૂપક છે તે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. ભાવ એક પાર્લામેન્ટનો મેમ્બર છે.
આપ્તવાણી-૧૧
ભાવ શક્તિ તો જબરજસ્ત શક્તિ છે. જગતમાં સમરથ દેખાડે એવી શક્તિ છે પણ સામું નેચર ખરું ને ? સમરથ દેખાડવાની લીંક મળે નહીં ને ? કો'ક ને જ લીંક મળે, કો'ક માણસ છેક ઉપર જઇ ને કેવા સરસ સમરથ દેખાડે છે ! જેવા કે તીર્થકરો !!
૧૩૦
ભાવનાથી વ્યવસ્થિત ક્યાં સુધી હેલ્પ કરે, કે અહંકાર ના હોય ત્યારે. જગત છે વ્યવસ્થિત, પણ અહંકાર છે તે એનો ગોદો માર્યા વગર રહે નહીં. માટે અવ્યવસ્થિત કરે.
એટલે અમે જગતને એટલું જ કહેવા માગીએ છીએ કે મનવચન-કાયા ની બધી જ ક્રિયાઓ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. ને તું સ્વતંત્ર છે. ભાવથી ‘તું’ જુદો છે. માટે તારા ભાવ ફેરવ. મનવચન-કાયાની ક્રિયા થાય તો ય તું કલ્પાંત ના કરીશ, તું ભાવ ફેરવ.
અહીં બધી વાતચીત થાય. દરેક ખુલાસા થાય. આ દુનિયામાં કોઈ ખુલાસો એવો નથી કે જે અહીં ના થાય. બધા જ ખુલાસા થાય. તમને પૂછતાં નહીં આવડે તો હું તમને ફેરવી આપીશ કે આમ પૂછો. પણ આપણે તો કામ કરવું છે. આપણે જાણવા સાથે કામ છેને. મારે કંઇ તમારા ગુરુ થઇ જવાની ઇચ્છા નથી.
આ વાતો સાંભળેને, ખાલી સાંભળેને તો ય કેટલા પાપો ભસ્મીભૂત થઇ જાય, કારણ કે સાંભળ્યું જ નથી. આવી વાત જ સાંભળી નથી કે વાંચી નથી. આ અપૂર્વ વાત કહેવાય.
હા, પૂર્વે સાંભળેલી ના હોય, વાંચેલી ના હોય, શ્રદ્ધેલી ના હોય, જાણેલી ના હોય. ખાલી સાંભળવાથી જ કલ્યાણ થઇ જાય ?
܀܀܀܀܀