________________
આપ્તવાણી-૧૧
૧૨૭
દાદાશ્રી : એ બેઉ છે તે વ્યવસ્થિતના આધીન છે.
જો અહંકારી તો કર્તા પોતે'; તિઅહંકારી તો કર્તા “વ્યવસ્થિત'! આ જગત આવું જ ચાલ્યા કરે છે. અને ચાલ્યા જ કરશે. પ્રશ્નકર્તા : પણ એ તો પરિવર્તનશીલ પણ છે ને ? દાદાશ્રી : હા, નિરંતર પરિવર્તનશીલ ! પ્રશ્નકર્તા : અને આ જગત નિરંતર વ્યવસ્થિત પણ ખરું ?
દાદાશ્રી : વ્યવસ્થિત તો કોને માટે ? કે જેનો અહંકાર નિર્મૂળ થયો હોય તેને માટે. અહંકાર હોય ત્યાં સુધી તો બીજું ખોતર્યા વગર તો રહે નહીં. તે અમે તો આ અહંકારને નિર્મૂળ કર્યા પછી આ ‘વ્યવસ્થિત આપીએ છીએ !
પ્રશ્નકર્તા : અહંકાર હોય ત્યાં સુધી તો અવ્યવસ્થિત જ જગત છે?
દાદાશ્રી : જગત છે વ્યવસ્થિત, પણ અહંકાર એટલે ઊંધું કર્યા વગર રહે નહીં. વ્યવસ્થિતને અવ્યવસ્થિત કરે !!
પ્રશ્નકર્તા : આ કોઈ પણ કાર્ય થયું એ વ્યવસ્થિત નહીં કહેવાય ?
દાદાશ્રી : પણ વ્યવસ્થિત હોતું હશે આવું ? અહંકારીને અને વ્યવસ્થિતને વેર છે. એ બે ભેગાં ના થાય. નિર્અહંકારને માટે વ્યવસ્થિત છે વ્યવસ્થિતના બાપને ય તોડી નાખે અહંકાર તો ! એટલે જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી વ્યવસ્થિત કહેવાય નહીં એ. વ્યવસ્થિત એ ડિસ્ચાર્જ કર્મને માટે જ વ્યવસ્થિત છે. ચાર્જ કર્મમાં વ્યવસ્થિત નથી. ક્યારે મૂઓ શું કરે એ કહેવાય નહીં. એટલે એમાં વ્યવસ્થિત હોતું જ નથી, ડખલ હોય છે આખી અહંકારની સહેજે ય !
૧૨૮
આપ્તવાણી-૧૧ દાદાશ્રી : અહંકાર છે એટલે કર્મબંધન થયા વગર રહે નહીં. અહંકાર ના હોય તો જગત વ્યવસ્થિત છે. એ અહંકાર જો ખલાસ થઈ જાયને તો જગત વ્યવસ્થિત જ છે. અહંકારથી ડખો ના કરતો હોય તો આ જેમ છે એમ જાણે. હવે અહંકાર શાથી કરે છે, કે પોતે કરતો નથી અને આ શું કહે, ‘મેં આમ કર્યું ને તેમ કર્યું.” પણ તે કહેવાનું નાટકીય રીતે બોલવાનું. ભગવાન કર્તા નથી, અને તમે ય કર્તા નથી, જે કરે એને બંધન થાય. એટલે કરે છે બીજી શક્તિ એ વ્યવસ્થિત શક્તિ. બાકી એને મૂળ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. એવી રીતે આ બધું વિજ્ઞાનથી ઊભું થયેલું છે. આ કરે છે બીજો અને તમે માનો છો કે “હું કરું આ’ એટલું જ, એનું નામ અહંકાર, બસ. આ અહંકાર, જાય એટલે આ વ્યવસ્થિત છે બધું અને અહંકાર હોય ત્યાં સુધી ડખો ર્યા વગર રહે નહીં. ડખો તો આમ કરું ને તેમ કરું, આવો ડખો કરે છે તે આથી કશું વળે નહીં. આવતો ભવ બગાડે !
અહંકારી માણસને ય જગત છે તો વ્યવસ્થિત, પણ અહંકારી માણસ વ્યવસ્થિતને વ્યવસ્થિત ના રાખે, ઉંધું કરી આવે. એટલે અમે આ બધાને અહંકાર લીધા પછી વ્યવસ્થિત કહ્યું, એટલે કર્તાપણું છૂટ્યા પછી. એટલે અહંકારી માણસ છે તે ઊંધું જ કર્યા કરે, એનો દિન-રાત ધંધો જ એ ને ! છતું હોય તેનું ઊંધું કરી આવે. કારણ કે વિપરીત બુદ્ધિ છે એની. બધામાં કંઈ સમ્યક્ બુદ્ધિ ઓછી હોય છે ?! બુદ્ધિ કળિયુગના હિસાબે વિપરીત હોય. ઉધું જ કરવું કામ.
ભાન જ નથી, આ તો બધું ખાય, પીવે એટલું જ, બાકી ભાન જ નથી. અને ભાન હોય તો તો પોતાને ઘેર ચાર છોડીઓ હોયને, કો'કની છોડીને ખરાબ દ્રષ્ટિથી જુએ જ નહીં. એને વિચાર આવવો જોઈએ કે મારી છોડીઓને કોઈ જુએ તો શું થાય ? પણ એને ભાન જ નથી, એ લોકોને તો. ભાન કેમ નથી? તો કે સમજતો નથી ને અહંકાર પાર વગરનો છે. અહંકાર એટલે આંધળો જ, જો લોભનો અહંકાર હોય, તો લોભમાં અંધ હોય. માનનો અહંકાર હોય તો માનમાં અંધ હોય. વિષયનો હોય તો વિષયમાં અંધ હોય. એટલે મૂળ અહંકાર પૂરો આંધળો છેને એટલે જેમાં તે ઘાલ્યો તેમાં આંધળો હોય, તે એ ઉંધું કર્યા જ કરે.
પ્રશ્નકર્તા: જો આ જગત વ્યવસ્થિત છે તે પછી આ માણસોને કર્મ બંધન કેવી રીતે થાય છે ?