________________
૧૨૬
આપ્તવાણી-૧૧
૧૨૫ તેડી લાવને મારી પાસે. અમે જુલાઈમાં આવીએ ત્યારે તેડી લાવજે ઘેર, બડા સાયન્ટિસ્ટ આ ગયા, યે દુનિયા કા.
પ્રશ્નકર્તા : આ બધા વિજ્ઞાનની, ધારો કે ચોપડીઓ હોય, એમાં બધું જે કંઈ પ્રયોગ બધા લખેલા છે કે આવી રીતના પાણી થાય, હાઈડ્રોજન આટલું જોઈએ ને ઓક્સિજન આટલું જોઈએ ને આમ તેમ થાય. તો કે આવા બધા જે ડોક્યુમેન્ટસ જે હોય છે, તો તે આ વ્યવસ્થિત હોય છે અને એ પ્રમાણે એ થાય છે ? ‘આ હું વાંચું છું, આ બધું કરું છું’, એ બધું વ્યવસ્થિતના હિસાબે ?
દાદાશ્રી : બધું વ્યવસ્થિતના જ તાબામાં. એ સાયન્ટિસ્ટોની જરૂર છે એવું વ્યવસ્થિતને લાગે, ત્યારે સાયન્ટિસ્ટોનો અહીં જન્મ થાય. એની પાસેથી કરાવડાવે છે, નિમિત્ત બનાવે પછી..
આ મને ય નિમિત્ત બનાવ્યો છે ને ! બીજું શું ત્યારે !
પ્રશ્નકર્તા : આપે વાત કરી કે સાયન્ટિસ્ટો જે કંઈ કરે છે એ બધું વ્યવસ્થિત શક્તિ કરાવે છે.
દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા તો એ સાયન્ટિસ્ટોએ થોડું જ્ઞાન લીધું છે ?
દાદાશ્રી : એ વ્યવસ્થિત શક્તિ કરે છે, એ શું કહેવા માંગીએ છીએ અમે, વ્યવસ્થિત કરે છે એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ કરાવે છે, એટલે ખરેખર વ્યવસ્થિતને આધીન એ પોતે નથી. એની ક્રિયા વ્યવસ્થિતને આધીન છે.
પ્રશ્નકર્તા : ધારો કે વ્યવસ્થિત શક્તિને અમુક જાતની શોધખોળ કરાવી છે, પણ સાયન્ટિસ્ટોનો અહંકાર એમને જુદી દિશામાં લઈ જતો હોય, તો એમાં કોન્ફલીક્ટ ના થાય ?
દાદાશ્રી : હા, એ થાય. પણ આ જે ક્રિયા કરે છે તે વ્યવસ્થિતને તાબે છે એની ક્રિયા. વ્યવસ્થિત એટલે શું કહે છે ? કે બધા સંજોગો ભેગા
આપ્તવાણી-૧૧ થાય ને એક કાર્ય થવું એનું નામ વ્યવસ્થિત. પણ એનું કાર્ય વ્યવસ્થિત છે. પણ એ પોતે વ્યવસ્થિતને તાબે નથી. કાર્ય તો દરેકનું વ્યવસ્થિત. પણ વ્યવસ્થિતને તાબે નથી એ પોતે. આ અહંકારી ક્યારે શું ય કરી નાખે કહેવાય નહીં !
પ્રશ્નકર્તા : આપે બુદ્ધિની વાત કરી હતી કે હવે બુદ્ધિથી મનુષ્ય વિકાસ કરીને ચંદ્ર ઉપર ગયો ને બધે ગયા તો એવું કેમ નથી થતું કે વ્યવસ્થિતથી આ થયું હોય અને બુદ્ધિથી ના થાય ?
દાદાશ્રી : કર્યું છે ‘વ્યવસ્થિત’ જ. પણ પેલા બુદ્ધિવાળા તો એમ જ જાણે કે અમે જ કર્યું આ. અહંકારી એમ જ ગોઠવે. બાકી આ બધું ‘વ્યવસ્થિત' કર્યું છે. વ્યવસ્થિતની બહાર કશું થાય એવું નથી. બુદ્ધિવાળાને તો સંડાસ જવાની શક્તિ નથી. તો અલ્યા, તું શું ચંદ્ર લોકમાં જવાનો હતો. મને દેખાડ તો ખરો, સંડાસ જવાની શક્તિ તારી સ્વતંત્ર હોય તો ! અમથો ઠોકાઠોક કરે છે. વગર કામનો લોકોને ફસાવે છે. ત્યારે બીજી કઈ શક્તિ છે તારામાં ?
પ્રશ્નકર્તા : વ્યવસ્થિત તો છે જ જીવન. પણ હીટલરનો જન્મ, યુદ્ધ થવું, મહાત્મા ગાંધીનો જન્મ થવો, એના ઉપર એ થવું એ મહાત્મા કંઈ કારણ નથી, હીટલર કંઈ કારણ નથી, એ વ્યવસ્થિત કારણ છે.
દાદાશ્રી : એ તો વ્યવસ્થિત તો કારણ, મુખ્ય કારણ છે. આમ રૂપકમાં વ્યવહારમાં વાત કરવી હોય તો, નાટકમાં તો વાત કરવી પડે ને, બાકી મૂળ કારણ તો વ્યવસ્થિત છે. વ્યવસ્થિત શાથી કહેવામાં આવે છે ? કે આ કોઈ જીવની સત્તા જ નથી. એ સત્તા જ વ્યવસ્થિતની છે બધી. આ નિમિત્ત દેખાય કે હીટલર આમ થયા, તેમ વ્યવહારમાં બોલવું પડે, વ્યવહાર બોલવો પડે. નહીં તો લોક સમજે શી રીતે ?
પ્રશ્નકર્તા : આગલા ભવનું જે અહીં આવે આપણને તો આપણે એક બાજુ વ્યવસ્થિત કહીએ છીએ. એક બાજુ આગલા ભવની ઇચ્છાઓ, આ ભવે અમલમાં આવે છે. એટલે આગલા ભવની ઈચ્છાઓનો હિસાબ વ્યવસ્થિત રાખ્યો અને એ વ્યવસ્થિત આ ભવની ઈચ્છાઓનો હિસાબ પણ રાખશે. ને પછી બીજા ભવમાં આવશે ?