________________
૧૨૪
આપ્તવાણી-૧૧ તેને માટે ય આ જ્ઞાન લીધેલા માણસોને ખરાબ વિચાર ના આવે. એ ગાળો ભાંડતો હોય, ગમે તે કરતો હોય તો ! અને પેલાને તો કશું ના કરતો હોય તો ય ખરાબ વિચાર બધું ખુલ્લું, અહંકાર ખુલ્લો છે ને !
વ્યવસ્થિતતે તાબે શોધખોળ, નહિ કે સાયન્ટિસ્ટને !
આપ્તવાણી-૧૧
૧૨૩ ત્યારે કહે, ‘કોઈને માનનો'. એવી રીતે એમનો અહંકાર હોય.
પ્રશ્નકર્તા: એ જે બીજા માણસો બધા માણસો છે, એમના હિસાબના ચોપડા કોણ લખે ?
દાદાશ્રી : ચોપડા શેના લખવાના ! આ છે તે આટલું અફીણ ખાય. તેને ચોપડો લાવવાની જરૂર ?!
પ્રશ્નકર્તા : જેમણે ‘જ્ઞાન' નથી લીધું અને જે અહંકારથી બધું ચાલે છે, એના પુણ્યના ને પાપના ચોપડા તો લખાયને ? કુદરતને ત્યાં ?
દાદાશ્રી : એને જે ભાવ થાય, અહંકાર શું કરે, કાં તો કડવો ભાવ કરે કે મીઠો ભાવ કરે. ઢષ કરે, રાગ કરે. બેમાંથી એક કરે ને !
પ્રશ્નકર્તા : અહીંયા જે પેલી નેશનલ લેબ છે, એમાં મોટા મોટા સાયન્ટિસ્ટો બધા પ્રયોગો કરતા હોય છે. તો એમાં અમુક તત્વો નાખે, અમુક કાઢી લે, એવું બધું એસ્પરીમેન્ટસ કરતાં જ હોય છે. તો આમાં વ્યવસ્થિત શક્તિ કઈ રીતે કામ કરતી હોય છે ? એ લોકોને વ્યવસ્થિત શક્તિ અમુક પેલું બધું રીઝલ્ટ મેળવવા માટે અમુક વસ્તુઓ નંખાવડાવે છે કે આ લોકો જેમ જેમ નાખતા જાય છે, તેમ તેમ વ્યવસ્થિત થતું જાય છે ?
દાદાશ્રી : ના, વ્યવસ્થિત નખાવડાવે. એ તો બિચારા વ્યવસ્થિતનાં રમકડાં છે.
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : રાગ-દ્વેષ એ સિવાય બીજું કશું કરે નહીં, જો તિરસ્કાર કરે ને ગાળો ભાંડે તો એ જાણવું કે એ દ્વેષ કર્યો કહેવાય. પૈસા આપણી પાસે લઈ લે તો રાગ કર્યો કહેવાય. એ જ કરે છે. તેનું ફળ જ આ એને આવવું જોઈએ. એણે એ એનું બીજ નાખ્યું. એ બીજ ઊગે. બીજમાં જ ફળ છે. કોઇન આપવા જવાનું કશું નહીં.
પ્રશ્નકર્તા : આપે તો પચાસ હજાર માણસોને જ્ઞાન આપ્યું. પણ દુનિયામાં અબજો લોકો એવા છે કે જેમણે આ જ્ઞાન લીધું નથી. તો એ બધા કેવી રીતે કામ કરતા હશે ?
દાદાશ્રી : એ તો અહંકારને આધીન. એ બસ એની મેળે ક્યાં જશે તેનું ઠેકાણું નહીં અને આમની તો ગેરન્ટી થઈ ગઈ. અહંકાર-મમતા ગયાં એટલે પછી ! એટલે અહંકારને લઈને તો આ સંસાર ઊભો રહ્યો છે.
જાનવરોમાં અહંકાર નથી એવો, એ વ્યવસ્થિત. દેવલોકોમાં અહંકાર નથી, એ વ્યવસ્થિત. નર્કગતિમાં અહંકાર નથી, એ વ્યવસ્થિત. આ મનુષ્યો એકલા જ અહંકારવાળા, ‘હું કરું'! પોતે પોતાનું જ અહિત કરી રહ્યા છે. સત્યુગ હોય ત્યારે પોતે પોતાનું હિત કરે અને કળિયુગ હોય ત્યારે પોતે પોતાનું અહિત કરે, એનું નામ યુગ. કોઈ ગાળો ભાંડતો હોય
પ્રશ્નકર્તા : સાયન્ટિસ્ટની જોડે લેવાદેવા નથી. જે પ્રયોગ થાય છે અને એમાંથી જે રીઝલ્ટ આવે છે, તો આ જે એમાં જે બધાં તત્વો પડતાં જાય છે ને રીઝલ્ટ પણ એનું એ આવે છે, તો એ વ્યવસ્થિત આ પ્રમાણે એને તત્વો નંખાવડાવે છે કે આ જે આ નાખતો જાય છે અને એના પ્રમાણે વ્યવસ્થિત આવે છે ?
દાદાશ્રી : વ્યવસ્થિત નાખે છે, એ શું નાખે છે ! એ નાખનારો નથી. એનું પોતાનું તો ઊઠવાનું ય ઠેકાણું ના હોય ને, મોડો ઊઠે.
પ્રશ્નકર્તા : એમાં એને સાયન્ટિસ્ટની જોડે લેવાદેવા જ નથી, પણ આ નંખાય છે જે તત્વો એના આધારે વ્યવસ્થિત...
દાદાશ્રી : નંખાતું જ નથી, વ્યવસ્થિત જ નંખાવડાવે છે. કરાવડાવે ય છે બધું વ્યવસ્થિત. એ પોતે તો એમાંનો એક એવિડન્સ છે, બીજું કશું છે નહીં ! આ બધા એવિડન્સ ભેગા થાય છે એમાં એ પોતે એવિડન્સ છે. એટલે કંઈ એ માલિક નથી કે એ પોતે જ કરે છે એવું કશું છે નહીં. એ તો ઇગોઇઝમ કરે છે એકલું ગાંડપણ કે ‘મેં કર્યું’.