________________
આપ્તવાણી-૧૧
૧૨૧ માટે દસ-દસ કલાક, બાર-બાર કલાકે ય ઘર ના જડે. પણ આ વ્યવસ્થિત હેલ્પ કરે છે.
ઘણાં ફેરે હું અમદાવાદ જઉં છું ને, ત્યારે ગાડી લઈને જઈએ, તે ગાડીમાં બેઠા હોય તો સરનામું પૂછીએ. ત્યારે કહેશે, “અરે, આમ આવ્યું'. એક જણ આમ કહે. પણ ગાડી એની મેળે જુદી જ જગ્યાએ જાય. ડ્રાઈવરે ય જાણતો નથી હોતો. એ રસ્તો જાણતો નહોતો. પણ ગાડી જાય છે જુદી રીતે, “વ્યવસ્થિત'ના નિયમથી ! એવું છે કે “વ્યવસ્થિત જોડે ના હોત તો ઘર જડત નહીં. આ તો કલાક, બે કલાકમાં નહીં પણ થોડીવારમાં જ ઘર ખોળી કાઢે, નહીં તો જડે નહીં. આમ કેમ કરીને જડે, મુંબઈ શહેરમાં ? ગામડામાં ય અડધો કલાક થઈ જાય છે ને ?!
વ્યવસ્થિતના નિયમો જાણવા જેવાં છે. આ એરોપ્લેનની શોધ કરી, તે કંઈ નિયમની બહાર નથી. આ કાળમાં આયુષ્ય તો તેનું તે જ રહ્યું ને કર્મો જથ્થબંધ છે. તેનો નિકાલ કરવા ઝડપી સાધનો ઊભા થયાં. વ્યવસ્થિતનાં નિયમથી નિમિત્ત ગમે તે બને.
૧૨૨
આપ્તવાણી-૧૧ પ્રશ્નકર્તા : આ જીવનમાં જો બધું વ્યવસ્થિતના આધીન હોય, તો પછી આપણા હાથમાં કંટ્રોલ શું રહ્યો આ લાઇફ માટે ?
દાદાશ્રી : ક્રોધ-માન-માયા-લોભ કરવાનું. એ વ્યવસ્થિતના તાબે નથી, પણ જે ક્રોધી છે, માની છે, કપટવાળા છે, એ વ્યવસ્થિતના તાબે નથી. એ ક્રોધ-માન-માયા-લોભને તાબે છે.
પ્રશ્નકર્તા : તો પછી એ લોકો માટે, ક્રોધ-માની એ બધાંને માટે વ્યવસ્થિત નહીં, એમ ?
દાદાશ્રી : આ વર્લ્ડને માટે વ્યવસ્થિત નથી. વ્યવસ્થિત તો અમે જેને “જ્ઞાન” આપીએ છીએ અને અહંકાર-મમતા ખલાસ કરીએ છીએ એને માટે છે. અને આ જાનવરો માટે વ્યવસ્થિત છે, દેવલોકો માટે વ્યવસ્થિત છે, નર્મલોકો માટે વ્યવસ્થિત છે. આ મનુષ્યોને માટે વ્યવસ્થિત નથી. અમે જેને “જ્ઞાન” આપ્યું એ લોકો જ વ્યવસ્થિતમાં આવી ગયા. બીજા બધા લોકો વ્યવસ્થિતમાં નથી.
પ્રશ્નકર્તા: આપ કહો છો કે માણસ કંઈ ક્રોધમાં આવીને કામ કરે કે લોભથી વધારે પૈસા મેળવવાની ઈચ્છા કરે કે જે કંઈ કામ કરે એ બધું વ્યવસ્થિત શક્તિ કરાવે છે ?
દાદાશ્રી : ના, વ્યવસ્થિત શક્તિ નહીં. એ તો હું ‘જ્ઞાન' આપું એટલા જ માણસોને. બીજા માણસોને વ્યવસ્થિત નથી.
પ્રશ્નકર્તા : તો બીજા માણસોનું કન્ટ્રોલ કોણ કરે ?
દાદાશ્રી : એમનો અહંકાર ખુલ્લો છે ને ! આમને તો અહંકાર, મમતા જતું રહ્યું. એટલે વ્યવસ્થિત શક્તિને બધું સોંપી દીધું.
પ્રશ્નકર્તા : તો પછી તમે જેને “જ્ઞાન” નથી આપ્યું એ લોકોનું આવવા-જવા કે એમને માન મળવું-ના મળવું, એ બધું અહંકારથી કન્ટ્રોલ થાય ?
દાદાશ્રી : અહંકારથી જ ચાલે છે, બીજું શું ? અહંકાર શાનો ?
કષાયો નથી વ્યવસ્થિતાધીત !
પ્રશ્નકર્તા : જો બધું વ્યવસ્થિત હોય તો આ જે દુષ્કાળ પડે છે, તો એમને પછી આપણે મદદ પહોંચાડવી જ ના જોઈએને ?
દાદાશ્રી : મદદ પહોંચાડશે તે ય વ્યવસ્થિત છે. આ મદદ ના પહોંચાડવી જોઈએ’ એ અહંકાર છે. “મદદ પહોંચાડવી જોઈએ’ એ ય અહંકાર છે. મદદ પહોંચે છે તે વ્યવસ્થિત છે.
પ્રશ્નકર્તા: ગવર્નમેન્ટ કોઈ પ્રોજેક્ટ કરે, પ્લાન કરે, દુષ્કાળ-પીડિતો માટે તો એમાં ક્યાં ઈગોઈઝમ આવ્યો ?
દાદાશ્રી : પણ મારું કહેવાનું, એ વ્યવસ્થિત જ છે. આ બધું વ્યવસ્થિત કરાવે છે. “આ કોણ પ્રેરણા કરે છે ? આનો પ્રેરક કોણ છે?” ત્યારે કહે, ‘વ્યવસ્થિત છે'. એટલે એની મેળે પ્રમાણસર બધું થઈ જ રહે છે.