________________
આપ્તવાણી-૧૧
૧૧૯ જગત નિયમમાં છે. નિયમ જ ચલાવે છે અને એની આગળ છે બીજી વસ્તુઓ, પણ અત્યારે નિયમ કહીએ તો ચાલે તમારે. બુદ્ધિ ત્યાં સુધી પહોંચી શકે એમ છે.
પ્રશ્નકર્તા : આ જે વાત છે એમાં વ્યવસ્થિત કંઈ ભાગ ભજવે છે? દાદાશ્રી : ના, આને નિયમ જ કરે છે.
શિયાળો-ઉનાળો-ચોમાસુ હિન્દુસ્તાનમાં હોય, એવું એના ટાઈમે બધું ગોઠવાઈ ગયેલું છે. ઉનાળામાં આ પ્રમાણે હોય, શિયાળામાં આ પ્રમાણે, પણ એ આવે જ તે ઘડીએ. તો પણ તમને શી રીતે ખબર પડી ? ત્યારે લોકો કહેશે એ ખબર અમને પડી ગયેલી છે. કારણ કે આ બધું નિયમને આધીન છે. નિયમ વગર કોઈ વસ્તુ નથી. એ નિયમને આ લોકો નિયમ કહે છે અને આપણે એને વ્યવસ્થિત કહીએ છીએ.
વ્યવસ્થિત તો કોઈ પણ વસ્તુનું રીઝલ્ટ. તે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, એ સિવાય બીજું કંઈ વ્યવસ્થિત છે જ નહીં. બીજી જગ્યાએ વ્યવસ્થિત છે નહિ.
માથા મુજબ પાઘડી, ગોઠવે વ્યવસ્થિત !
૧૨૦
આપ્તવાણી-૧૧ રંડાપો તે કાયમનો હોતો હશે ? આ તો નિરંતર પરિવર્તનવાળું છે, એટલે રંડાપો ને પછી આવશે મંડાપો પાછો ! આનું આ જ છે બધું. આનાં આ જ સ્ટેશનો આવ્યા કરે છે ને ! બીજા કયાં સ્ટેશનો આવે છે તે !! અમને તો જે સ્ટેશન આવેને, તે જાણીએ કે આ સ્ટેશન તો હતું જ.
એટલું બધું જગત વ્યવસ્થિત છે કે કોઈ જીવને કિંચિત્ માત્ર પણ અસંતોષ ન રહે એવું જગત છે. બધા અત્યારે નિરાંતે સહુ સહુની ઝૂંપડીમાં, ગમે તેવી ઝૂંપડી હોય તો ય, મોટા બંગલા હોય તો ય ઝૂંપડીવાળાને બંગલામાં મૂકી આવીએ તો ગમે નહીં. બંગલાવાળાને ઝૂંપડીમાં મૂકી આવે તો ગમે નહીં. એવું બધું પદ્ધતિસર રહે, વ્યવસ્થિત એટલું બધું વ્યવસ્થિત છે સુંદર ! પેલા લોકોને દૂધપાક જમાડીએ તો ભાવે નહીં એમને, આદિવાસીઓને.
પ્રશ્નકર્તા : આ ‘વ્યવસ્થિત' આપ જે કહો છો, તો કળિયુગના હિસાબે, આ વ્યવસ્થિતમાં કંઈ ઘટતું હશે, વધતું હશે, એવું કંઈ બને ખરું ?
આ તું નોકરી કરવા જાય છે, તે તેને સારું લાગે છે ? પણ આ ના છૂટકે ફરજીયાત દંડ છે. આ બધો ફરજીયાત દંડ છે, એટલે આમાં છૂટકો જ ના થાયને ! એવું તું નોકરીએ જાય છે એ ય ફરજીયાત દંડ છે.
અહીં માણસ જન્મ્યો ત્યારથી ફરજીયાત. તે ઠેઠ નનામી કાઢે ત્યાં સુધી ફરજીયાતપણું ભોગવ્યા જ કરે છે. નોકરી કરવાની ગમે નહીં. પણ શું થાય તે ? હવે કો'ક દહાડો કોઈ તને આવીને કહે કે “આવતી કાલથી તારે શેઠ થઈ જવું છે ?” ત્યારે તું કહે કે, “હા થઈ જવું છે.” તો ચાર દહાડા શેઠની જગ્યાએ બેસાડે તો તું નાસી આવે. કહેશે, ‘ફરીથી બીજી નોકરી કરવી સારી’. એટલે તને શેઠ કર્યો હોયને તો ય તું નાસી આવું.
નિયમ કેવો છે કે બોજો કેટલો મૂકેલો હોય છે? ગજા પ્રમાણેનો બોજો મૂકેલો હોય છે. અને તે શેઠ થાય તો ગજા બહાર ગયું, તો કહેશે કે “મારી નોકરી હતી તે સારી હતી. એટલે માથા પ્રમાણે પાઘડી હોય જ ! આ ‘વ્યવસ્થિત'નું એડજસ્ટમેન્ટ એટલું સુંદર છેને કે ગજા પ્રમાણે બોજો હોય ને માથા પ્રમાણે પાઘડી બધું મળી આવે !
આ ‘વ્યવસ્થિત’ ના હોય ને તો આ મુંબઈ શહેરમાં કોઈ નવો માણસ આવ્યો, તેને સરનામા ઉપરથી ઘર ના જડે. પણ આ ઘર ખોળવા
દાદાશ્રી : ના, વધ-ઘટ ના થાય વ્યવસ્થિત. ત્રણે ય કાળ સરખું જ રહે છે. એમાં વધ-ઘટ ના થાય.
જગત એટલે નિરંતર એની મેળે ચાલ્યા કરે. એનું હેન્ડલ હોય નહીં. હેન્ડલ તો અટકે તેને હોય. આ તો ક્ષણવાર કોઈ દહાડે ય અટક્યું જ નથી ! અનંત કાળ ગયો પણ ક્ષણવાર અટક્યું નથી. કેવું સુંદર જગત
એમાં કેટલીક બાઈઓ કહે, ‘શું કરું, રંડાપો આવ્યો ” અરે,