________________
૧૧૮
આપ્તવાણી-૧૧ દાદાશ્રી : ના, નિયમ જ ચલાવે છે. નિયમ પોતે જ નિયંત્રણ કરે
આપ્તવાણી-૧૧
૧૧૭ વ્યવહારમાં હરેક ચીજ નિયમથી થાય છે.
આપણા દેશમાં આટલાં વોરિયર્સ થવાં જ જોઈએ, ફલાણા દેશમાં આટલાં હોવાં જ જોઈએ. આટલાં ગાંયજા હોવા જ જોઈએ, સુથાર હોવાં જ જોઈએ, આટલાં ડૉકટર હોવાં જ જોઈએ. એ બધું હિસાબસર છે.
આ લોકો જાણે છે કે અમે કરીએ છીએ આ, પણ આ વર્લ્ડને, નેસેસિટીની ચીજો જે છે એની કુદરતી રીતની જ ગોઠવણી છે અને તે વ્યવસ્થિત ગોઠવણી છે આ તો ! નહીં તો આ સ્ત્રીઓ તો એટલી બધી કંટાળી ગયેલી છે કે બધી જ પુરુષોનો અવતાર લઈ લે, તો બધા જ પુરુષો થાય. તો રહે શું ? ત્યારે આ કુદરતની કેટલી બધી સુંદર ગોઠવણી છે. દરેક દેશમાં આટલી જ સ્ત્રીઓ પાકે, આટલા પુરુષો પાકે એવું દરેક દેશમાં વોરિયર્સ પાકે જ, એ ભૂમિકામાં જ વોરિયર્સ ઉત્પન્ન થાય. નહિ તો આ પોલીસવાળાની કોણ નોકરી કરે ?
એટલે બધું પદ્ધતસરનું ગોઠવેલું છે અને એનો અહંકાર એમાં જ હોય કે મને આ જ સારું છે. એટલે એ બધું ચાલ્યા કરે. આ મેં જોયેલું છે. ‘ક્રોમ બીગિનિંગ ટુ ધી એન્ડ' સુધીનું અમે આ જગત જોયેલું છે અને તે એઝેક્ટ વ્યવસ્થિત છે, એમાં કોઇને કશું કરવું પડ્યું નથી.
એટલે વાતને સમજો, કુદરત તો “આઈ વિલ હેલ્પ યુ” કહે છે, ભગવાન કંઈ તમને હેલ્પ કરતાં નથી. ભગવાન નવરા નથી. આ તો બધી કુદરતની રચના છે અને તે ભગવાનની ખાલી હાજરીથી જ રચાયેલું
પ્રશ્નકર્તા: પણ જેમ પંચભૂતમાં આપણામાં જેમ દેવો માન્યા કે વાયુના એક અધિષ્ઠાતા દેવ કે અગ્નિના એક અધિષ્ઠાતા દેવ, તો એવા કોઈ એના અધિષ્ઠાતા દેવ નહીં રહેવાના ?
દાદાશ્રી : એ તો સબ ઓફિસર જેવું બધું. નિમિત્ત માત્ર. પણ એમને ય કોઈ સ્વતંત્ર સત્તા નહીં.
પ્રશ્નકર્તા : એ પોતે પણ નિયમમાં કશો ફરક કરી શકે નહીં
દાદાશ્રી : કશું નિયમને ફેરવી શકે નહીં, એનું ચાલે ય નહીં આટલું ય. આપણે ગાયો-ભેંસોને ત્રાસ આપીએ છીએ, એ ત્રાસ એમના હિસાબમાં છે અને આપણે નિમિત્ત છીએ. એવી રીતે આ દેવો બધા નિમિત્ત છે.
પ્રશ્નકર્તા: આ ચોખવટ જે ના થઈ એને લીધે આ ડિંડવાણું વધારે ચાલ્યું કે મેં આ જે કર્યું ને હું મંદિરમાં જઈને મેં પરસાદ ચઢાવી દીધો એટલે હું છૂટી ગયો, એવી ખોટી માન્યતાથી બહુ ગૂંચાયા.
દાદાશ્રી : આ બુદ્ધિ છે. બુદ્ધિથી એવું જ માન્યામાં આવે, “આ હું કરું છું” ને પેણે કોઈ કરનાર તો હોય જ નહીં. એટલે આ બુદ્ધિને લઈને સંસારમાં આવી છે ગૂંચવાડો બધો. કોઈએ ગૂંચવાડો ઘાલી દીધો નથી.
પ્રશ્નકર્તા અને આટલું ચોખવટથી કોઈ દહાડો કોઈએ કહ્યું નહીં.
દાદાશ્રી : જાણે નહીં તે કહે શી રીતે ? ભેંસને કેટલા પગ એ જાણતો નથી, એક પગ એણે જોયેલો હોય, આમ આંધળા તરીકે. એટલે એ જાણે કે ભઈ એક થાંભલો જોયો હતો આટલો જાડો એ જોયેલું જ નથી.
હવે ચિંતા કરાવનારી બુદ્ધિ અને કહે છે, ખોટમાં ઠંડ્યું છે ને દુઃખ ઊભાં કરે છે. આ બુદ્ધિના જ દુ:ખો છે બધા સંસારમાં !
પ્રશ્નકર્તા : એ ઓટોમેટિક જ એક્ઝક્ટ રહે, પણ એને ચલાવનારી કોઈ શક્તિ જ નથી ?
દાદાશ્રી : ઓટોમેટિક એક્કેક્ટ જ રહે. કોઈ ચલાવનાર હોત તો ગોટાળો થાત.
પ્રશ્નકર્તા ઃ તો આને નિયમમાં રાખવા માટે કોઈ દેવી-દેવતા કે કોઈની આમાં જરૂર પડતી જ નથી. એ ઓટોમેટિક જ કમ્પ્લીટ ચાલે છે ?