________________
૧૧૫
૧૧૬
આપ્તવાણી-૧૧ એટલે આ બધા ઇન્સિડન્ટ છે, બીજું કશું છે જ નહીં. એક્સિડન્ટ તો એ બધાં જે કહે છે કે, સાયન્ટિસ્ટને એવું જ દેખાય. કારણ કે સાયન્ટિસ્ટો એમ જાણે કે આ એક્સિડન્ટલી ઊભું થયું છે આ, એવું નથી. આ પ્લાનિંગ છે અને પ્લાનિંગનો કોઈ કરનાર નથી પાછો.
કુદરતના નિયમો, હાતિ-વૃદ્ધિ કેરાં...
આપ્તવાણી-૧૧
પ્રશ્નકર્તા : એ તો ‘કોઝ' જેનું જાણવામાં ના આવે, એને ચમત્કાર કહે છે.
દાદાશ્રી : હા. એને ચમત્કાર કહે છે, બસ. પણ પાછાં આ લોકો સાવે છે અને આ બીજા બધા લોકો બિચારા લાલચુ છે, તે ફસાય છે !
એટલે ચમત્કાર કોને કહેવાય ? તમારે સાયન્ટિફિક રીતે ‘પૂફ’ આપવું હોય કોઈ માણસને, તો કોઇ પણ વસ્તુની કોઇ પણ સંયોગની જરૂર ના પડે તેને ચમત્કાર કહેવાય. અને આ જગતમાં સંયોગ સિવાય કોઈ વસ્તુ બનતી નથી. કારણ કે ‘ડિસ્ચાર્જ’ બધું સંયોગોનું મિલન છે. એટલે કે ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે. કોઇ કહેશે કે ‘2H અને o આપો હું તમને પાણી બનાવી આપું.” ત્યારે એ તો પાણી થવાનો એનો સ્વભાવ જ છે. એમાં તું શાનો “મેકર' ? એટલે સંયોગોનું મિલન છે આ ! ‘હવે એ સંયોગો ના હોય અને તું કરે, તે મને દેખાડ કહીએ. એટલે ચમત્કાર એને કહેવાય કે સંયોગોનું મિલન ન થવું જોઇએ.
પાછું ચમત્કારવાળો કહે, “અત્યારના ટાઇમ નહીં થાય !” “કેમ તું ટાઇમની રાહ જોઉં છું ? માટે ચમત્કાર નથી.’ પણ આવું પૂછતાં આવડે નહીં ને લોકોને ! હું તો એનો ખુલાસો પૂછું ને, તે એના સાંધા જ તોડી નાખું. કારણ કે મને પૂછતાં આવડે ! પણ આપણે ક્યાં એમની પાછળ પડીએ ?! આનો પાર નથી આવે એવો ! અનંત અવતારથી આના આ જ તોફાનમાં પડેલા છે. ભગવાનનાં વખતમાં ય ચોર્યાસી લાખ વિદ્યાઓ હતી, તે ભગવાન બધી વિદ્યાઓનો નાશ કરી ગયા છે. છતાં થોડી ઘણી ‘લીકેજ' રહી ગઇ છે ! આ તો એવું છે ને, સાચું વિજ્ઞાન બધું છવાઈ ગયેલું છે, તે કુદરત એની મેળે કાઢશે ! આપણે ભાવ કરોને, આ ચમત્કારની વિદ્યાઓ બધી જાવ અહીંથી !!
પ્રશ્નકર્તા : આ બધું વિશ્વ છે, તે પ્લાન્ટ છે કે બધું એક્સિડન્ટલ છે ?
દાદાશ્રી : એક્સિડન્ટલ નથી, પ્લાનિંગ છે. એક્ઝક્ટ પ્લાનિંગ. તેથી તો અમે વ્યવસ્થિત કહીએ છીએ. એક્સિડન્ટ જેવું આમાં કશું છે જ નહીં. અત્યારે જગતનાં લોકો એને એક્સિડન્ટ કહે છે, તે ય ઇન્સિડન્ટ છે.
આ પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, તારાઓ બધું નિયમથી છે. બીજું બધું આ જાનવરો બધું, આ મનુષ્યો સિવાય બીજું બધું નિયમના આધીન છે. અને માણસનું જ્યાં ચલણ નથી, ત્યાં હાનિ-વૃદ્ધિ છે.
પ્રશ્નકર્તા : બરોબર. એટલે આ હાનિ-વૃદ્ધિ એ નેચરલ છે ? કુદરતી છે ?
દાદાશ્રી : હં. એમાં મનુષ્યને તો લેવાદેવા નહીં. મનુષ્યના હાથની શક્તિ નથી. એ કુદરતને આધીન છે. પછી તું તો કાલે સવારે કહ્યું કે આ પ્રેમ વધઘટ થાય છે તે આને લીધે છે ? અલ્યા, આને લીધે નહીં, આ તો માણસકૃત છે. માણસનું આ તો બધું કામ છે, ત્યાં કુદરત નથી.
પ્રશ્નકર્તા : મ્યુનિસિપાલિટીનું બર્થ રજિસ્ટર ચેક કરીએ છીએ તો ચારસો અઠ્ઠાણું મેઈલ અને પાંચસોને બે ફિમેલ અથવા તેથી ઊછું હોય છે, પણ લગભગ પચાસ-પચાસનાં નિયમની બહાર નથી હોતું. તો આ વ્યવસ્થા કયા નિયમથી થાય છે ?
દાદાશ્રી : નિયમને આધીન છે અને એ નિયમ બીજી વસ્તુને આધીન છે જે તમને સમજાવતાં વાર લાગશે. એટલે તમારે નિયમને આધીન તમારે સમજી લેવાનું.
એટલે વ્યવહારમાં પ્રવેશ છે અને વ્યવહારથી મુક્તિ છે. આ જેટલો વ્યવહાર માર્ગ છે, એ બધું નિયમસર છે. વ્યવહાર એટલે શું ? જે જીવોનું કંઇ પણ નામ પડ્યું છે એ બધા વ્યવહારમાં આવેલા જીવો કહેવાય. એ વ્યવહારના જીવો જેટલા છે, એમાં એક જીવ ઓછો થતો નથી કે એક જીવ વધતો નથી, એવો આ વ્યવહાર સુંદર છે અને