________________
આપ્તવાણી-૧૧
૧૧૩
વાવટાવાળા નીકળ્યા હોય તો કેટલા હોય ? એ ધોળા વાવટાવાળા કેટલાં હોય ? અત્યારે સમૂહ છે તે સમૂહના કામ. પહેલાં સમૂહ હતાં ય નહીંને !
પ્રશ્નકર્તા : હું, એટલે કુદરતી કોપ એ સમૂહનું જ પરિણામ ને ! આ અનાવૃષ્ટિ થવી, આ કોઈ જગ્યાએ ખૂબ પૂર આવી જવા, કોઈ જગ્યાએ ધરતીકંપ થઈને લાખો મરી જવા.
દાદાશ્રી : બધું આ લોકોનું પરિણામ.
પ્રશ્નકર્તા : એટલે જે વખતે દંડમાં આવવાનો હોય, ત્યારે ગમે ત્યાંથી ખેંચાઈને અહીં આવી જ ગયો હોય.
દાદાશ્રી : એ કુદરત જ લાવી નાખે ત્યાં, અને બાફી નાખે, શેકી નાખે. એને પ્લેનમાં લાવીને પ્લેન પાડે.
પ્રશ્નકર્તા : હા. દાદા એવા દાખલા જોવામાં આવે છે કે જે જનારો હોય તે કોઈ કારણસર રહી જાય અને કોઈ દહાડો જનારો હોય તે પેલાની ટિકિટ લઈને મહીં બેસી ગયો હોય.
દાદાશ્રી : હિસાબ બધો. પધ્ધતસર ન્યાય. બિલકુલ ધર્માદાના કાંટા જેવું. કારણ કે એનો માલિક નથી, માલિક હોય તો તો અન્યાય થાય. પ્રશ્નકર્તા : એર ઇન્ડિયાનું પ્લેન તૂટી ગયું. એ બધાનું નિમિત્ત હતું, આ વ્યવસ્થિત હતું ?
દાદાશ્રી : હિસાબ જ. હિસાબ વગર કશું બને નહીં.
ગાડરીયા પ્રવાહમાં ચમત્કાર !
જગતમાં ગપ્પુ કશું નથી. જેને એક્સિડન્ટ જગત કહે છે. એ લોકોને લાગે છે એક્સિડન્ટ, એક્સિડન્ટ એટલે શું ? કે વગર કારણે અચાનક થઈ ગયું આ, લોકો કહેશે. એવું ના બને. કોઈ પણ કારણ વગર કાર્ય ના હોય.
એટલે એક્સિડન્ટ એટલે શું છે, કે આ જગતમાં જે બધા કાર્યો થઈ
૧૧૪
આપ્તવાણી-૧૧
રહ્યાં છે એને ઇન્સિડન્ટ કહેવાય. એન ઇન્સિડન્ટ હેઝ સો મેની કોઝીઝ, એન એક્સિડન્ટ હેઝ ટુ મેની કોઝીઝ'. બસ, કોઝીઝ વધારે હોય જરા. પણ એ વસ્તુ એકની એક જ. એટલે અમે એક્સિડન્ટને એક્સિડન્ટ માનીએ નહીં. લોક તો કહે કે એક્સિડન્ટ થઈ ગયો આ. પણ કારણ સિવાય કાર્ય કોઈ બને નહીં.
પ્રશ્નકર્તા : પાછળથી આ બધા એર ઇન્ડિયાવાળા ઇન્વેસ્ટિગેશન (સંશોધન) કરશે ને પછી એ લોકો કારણ લઈ આવશે કશું, કે આનું કારણ આ છે.
દાદાશ્રી : એ બધા ઉપલક કારણો, બધા સુપરફલુઅસ (ઉપરછલ્લાં) કારણો. મૂળ કારણ તો, ડૂબાવી દીધાં પેલાને તે !
પ્રશ્નકર્તા : સાધારણ માનવીને પણ ઘણીવાર જીવનમાં ચમત્કારિક અનુભવો થાય છે, તે શું હશે ?
દાદાશ્રી : આ દુનિયામાં બે ચીજ, ચમત્કાર અને એક્સિડન્ટ નથી.
છતાં એ બે ચીજ ગાડરિયા પ્રવાહ માટે છે. જેને લોકો કહે છેને કે ‘એક્સિડન્ટ’ થયો તો એવી વસ્તુ જ નથી, એ ગાડરિયા પ્રવાહ માટે છે. વિચારવંતને ‘એક્સિડન્ટ' હોય જ નહીં ને. અને એક ચમત્કાર એ ય ગાડરિયા પ્રવાહ માને, વિચારવંત ના માને.
“એન ઈન્સિડન્ટ હેઝ સો મેની કોઝિઝ એન એક્સિડન્ટ હેઝ ટુ મેની કોઝિઝ !' એવી રીતે આ ચમત્કારમાં ય ‘સો મેની કોઝિઝ’વાળું છે. કારણ કે ‘કોઝિઝ’ વગર કોઇ કાર્ય થાય નહીં. તો ચમત્કાર ‘કોઝિઝ’ સિવાય થયો, શી રીતે એ કહે ? એનું ‘બેઝમેન્ટ’ જોઇએ !
એટલે આ ચમત્કાર છે, તો જો આમ જ હોય તો એનું ‘કોઝ’ શું, એ કહો. ‘કોઝ’ વગર વસ્તુ હોય નહીં અને જે થઇ રહ્યું છે, ચમત્કાર થઇ રહ્યા છે, એ તો પરિણામ છે. તો એનું ‘કોઝ’ કહે, તું ?! એટલે આ તો મા-બાપ વગરનો છોકરો ઠરશે ! એટલે લોક બધું બુદ્ધિશાળી સમજી જશે કે આ મા-બાપ વગરનો છોકરો હોય નહીં, તે આણે માબાપ વગરનો છોકરો ઊભો કર્યો છે.?