________________
૧૧૧
૧૧૨
આપ્તવાણી-૧૧
આપ્તવાણી-૧૧ ફાટે, એ બધું કઈ શક્તિ કરે છે ? - દાદાશ્રી : બધું વ્યવસ્થિત શક્તિ. વ્યવસ્થિત શક્તિ દરેક ચીજ કરે. એવિડન્સ ઊભો થવો જોઈએ. બધી ભેગી થઈ કે જરાક કંઈ કાચું રહ્યું હોયને થોડુંક ભેગું થયું કે ફૂટયું હડહડાટ.
પ્રશ્નકર્તા : આ વાવાઝોડું વ્યવસ્થિત મોકલે ?
દાદાશ્રી : તો બીજું કોણ મોકલે ? એ તો વાવાઝોડું આખા મુંબઈ પર હોય, પણ કેટલાંય માણસને, વાવાઝોડું આવ્યું છે કે નહીં ? એમ કરીને પૂછે. “અલ્યા મૂઆ, પૂછો છો ?” ત્યારે કહે, “અમે જોયેલું નથી હજુ તો ! અહીં આવ્યું નથી અમારે ત્યાં.” એવું બધું આ તો. બધું ય વાવાઝોડું મુંબઈમાં બધાને ના સ્પર્શે. કોઈને અમુક જાતનું સ્પ, કોઈને આખું મકાન ઊડાડી દે હડહડાટ અને કોઈની સાદડીઓ પડી રહેલી નામ ના દે. બધું પદ્ધતસર કામ કરી રહ્યું છે. વાવાઝોડું આવે તેથી ભો રાખવાનો નથી. બધું વ્યવસ્થિત મોકલે છે.
પ્રશ્નકર્તા : આ બધા ધરતીકંપ થાય, સાયક્લોન (વાવાઝોડા) થાય, લડાઈ થાય, એ બધું હાનિ-વૃદ્ધિના આધારે નહીં ?
દાદાશ્રી : ના. કર્મના ઉદયને આધારે એ બધાં. બધા ઉદય ભોગવી રહ્યાં છે. મનુષ્યોની વૃદ્ધિ થતી હોય ને તો ય ધરતીકંપ થયા કરે. જો હાની-વૃદ્ધિનાં આધીન હોય તો ના થાયને ?
પ્રશ્નકર્તા : આપે પહેલા કહ્યું ને કે ભરતી-ઓટ, ભરતી હોય પછી ઓટ થાય છે, એવી હાનિ-વૃદ્ધિ. વસ્તી વધી જાય, પછી પાછી ઓછી થઈ જાય.
દાદાશ્રી : ના, એ તો એવી રીતે અમે આ સમજાવીએ છીએ કે હાનિ-વૃદ્ધિના આધારે છે આ જગત આખું ! જેમ ભરતી થાય પછી ઓટ થાય છે.
પ્રશ્નકર્તા: એ જ નિયમ અહીં લાગુ પડે ને ? હાનિ-વૃદ્ધિનો ? દાદાશ્રી : ના. ધરતીકંપ થાય છે તે હાનિ-વૃદ્ધિના આધારે નથી.
ખરેખર એ ધરતીકંપ ઉદયને આધીન છે.
પ્રશ્નકર્તા : જેને ભોગવવાનો છે એનો ઉદય ?
દાદાશ્રી : મનુષ્યોનો ઉદય, જાનવરો ને બધાને. હા, સામુહિક ઉદય આવે. જુઓને, આ હીરોશીમા ને નાગાસાકીને ઉદય આવ્યો હતો ને !
પ્રશ્નકર્તા : જેવી રીતે એક જણે પાપ કર્યું, એવી રીતે સામુહિક પાપ કરે, એનો બદલો સામુહિક રીતે મળે એનો ? એક જણ એ પોતે ચોરી કરવા ગયો, અને દસ જણાં સાથે ધાડ પાડવા ગયા. તો એનો દંડ સામુહિક મળતો હશે ?
દાદાશ્રી : હા. ફળ સંપૂર્ણ ય મળવાનું પણ દસને ઓછું વધતું. એના કેવા ભાવ છે તે ઉપર. કોઈક માણસ તો એમ કહેતો હોય કે આ મારા કાકાની જગ્યાએ મારે જવું પડ્યું, એવા ભાવ હોય. એટલે જેવો સ્ટ્રોંગ ભાવ છે એ ઉપર હિસાબ બધા ચૂકવવાના. બિલકુલ કરેક્ટ. ધર્માદાના કાંટા જેવું.
પ્રશ્નકર્તા: પણ જે આ કુદરતી કોપ થતા હશે, આ કોઈ જગ્યાએ પ્લેન પડ્યું ને આટલા મરી ગયા ને કોઈ જગ્યાએ કોઈ પેલો જ્વાળામુખી ફાટ્યોને બે હજાર જણ મરી ગયા, એ બધા એક સાથેના એ સામુહિક દંડનું પરિણામ હશે એ ?
દાદાશ્રી : એ બધાનો હિસાબ બધો. એટલા હિસાબવાળા જ પકડાઈ જાય એમાં, કોઈ બીજો પકડાય નહીં. આજ મુંબઈ ગયો હોયને ત્યાર પછી કાલે ધરતીકંપ અહીં થાય અને મુંબઈવાળા અહીં આવ્યા હોય. તે મુંબઈવાળા અહીં મૂઆ હોય, એટલે બધો હિસાબ.
પ્રશ્નકર્તા : એટલે અત્યારે જે આટલું બધું જ્યાં ત્યાં બધા મરે છે તે કોઈ પાંચસો-બસો ને બધી સંખ્યાઓ. જે પહેલાં કોઈ દહાડો આટલાં બધાં, સમૂહમાં મરતા જોવામાં હોતા આવતાં. તો આટલું બધું સમૂહ પાપ થતું હશે ?
દાદાશ્રી : પહેલાં સમૂહ હતાં ય નહીં ને ! અત્યારે તો લાલ