________________
આપ્તવાણી-૧૧
૧૦૯ પ્રશ્નકર્તા : વ્યવસ્થિત એ કર્મપ્રકૃતિમાં આવે કે નહીં ?
દાદાશ્રી : કર્મપ્રકૃતિ જ કહેવાયને, પણ પ્રકૃતિ એટલે શું ? કે નવું બંધાય એને પ્રકૃતિ કહેવાય. છોડાય એને પ્રકૃતિ ના કહેવાય.
પ્રશ્નકર્તા : વ્યવસ્થિત શક્તિ કર્મોમાં ફેરફાર કરી શકે ?
દાદાશ્રી : એ શક્તિમાં ચૈતન્ય નથી એટલે શું કરી શકે ? એ તો જેવો સંજોગ બાઝે એવું કાર્ય થઈ જાય, બસ.
પ્રશ્નકર્તા: તો વ્યવસ્થિતને જ કર્મફળ કહેવાય કે નહીં ?
દાદાશ્રી : કર્મફળ દાતા છે. આ વ્યવસ્થિત કર્મનું ફળ આપે છે. વિસર્જન કરે છે કર્મને, એ કોમ્યુટર જેવું છે. તમારા જે કર્મભાવ હોય ને તેને ગ્રહણ કરે છે, પોતે ફીડ તરીકે. પછી વિસર્જને ય કરે છે.
પ્રશ્નકર્તા : આ કર્મના ઉદયને લીધે બેટરી ચાર્જ થતી હશે ?
દાદાશ્રી : ના. ચાર્જ થયેલી બેટરીઓના આધારે ઉદયકર્મ આવે. ઉદયકર્મથી બેટરી ચાર્જ થતી હોયને તો મહાવીર ભગવાનને ય ઉદયકર્મ હોય. પણ કષાયથી બેટરી ચાર્જ થાય છે. ઉદયકર્મમાં જે આપણે કષાય કરીએ છીએ, એનાથી બેટરી ચાર્જ થાય છે. ઉદયકર્મ તો અમને ય હોય, પણ અમે કષાય કરીએ તો ચાર્જ થાયને ?!
એટલે જૈન શાસ્ત્રોમાં લખ્યું છે કે, જ્ઞાની પુરુષો ઉદયકર્મના આધીન રહે, ઉદયાધીન. ઉદયાધીન એટલે વ્યવસ્થિત પ્રમાણે.
પ્રશ્નકર્તા : પણ અત્યારે એક ભાઈ કહે, “ચાલો અહીં', તો તમે ત્યાં જાવ અને બીજા કોઈ ભાઈ કહે, ‘અહીં આવો’ તો ત્યાં જાવ. એમાં ક્યાં ઉદયકર્મ આવ્યું?
- દાદાશ્રી : પણ એ ઉદયાધીન જ કહેવાય. ઉદય સિવાય તો કશું બને જ નહીં ને દુનિયામાં. વ્યવસ્થિત તો બરોબર સમજવું પડશે. ઊંડું સમજવું પડશે.
પ્રશ્નકર્તા ઃ તો ઉદય અને વ્યવસ્થિત, એ બન્નેના અર્થમાં શું ફેર
૧૧૦
આપ્તવાણી-૧૧ છે ?
દાદાશ્રી : સૂર્યનારાયણ ઊગે ને ? સૂર્યનારાયણનું ઊગવું ને સવાર થવી, બે સાથે થાય છે ને ? પણ સૂર્યનારાયણ પહેલાં હોય સવાર થવામાં. સવાર પહેલી ના હોય. એવી રીતે આમાં વ્યવસ્થિત પહેલું હોય ને ઉદય પછી હોય.
પ્રશ્નકર્તા : વ્યવસ્થિત આપણે કહીએ, તો પછી ઉદય કહેવાની જરૂર જ રહેતી નથી ને ?
દાદાશ્રી : કશી જરૂર જ નથી. એ વ્યવસ્થિત તે જ બરોબર છે. ઉદય તો ક્યારે, વ્યવસ્થિતનું જ્ઞાન ના હોય ત્યારે “મારાં કર્મનો ઉદય છે, ઉદય છે', એવું બોલ્યા કરે. ઉદય ફરે ત્યારે કહેશે, “મારો ઉદય ફર્યો છે.' પણ તે ઉદયને માનતાં હોય, તો કર્તા ના રહે. પણ એ તો પાછો કહેશે, મેં કર્યું.” ખરાબ આવે ત્યારે કહે, ‘મારાં કર્મના ઉદય રાશી છે.” અને સારું કામ કરવાનું ત્યારે, “મેં કર્યું કહેશે. એવું વિરોધાભાસ બોલે છે.
આ જ્ઞાન મળ્યા પછી આપણે તો વ્યવસ્થિત, કામ કર્યું જાવ. વ્યવસ્થિત એનો હિસાબ બધો ચૂકવાતો જશે. અને કામે ય તમારે નહીં કરવાનું. ‘ચંદુભાઈ કર્યા કરે, તમારે જોયાં કરવાનું.'
એટલે બીજા બધા પાંગળા અવલંબન છે. લંગડા અવલંબન આપ્યા અત્યાર સુધી બધાએ અને આ તો એક્કેક્ટ વ્યવસ્થિત !
અને અમે તો સ્વતંત્ર શબ્દ આપ્યો. જે અત્યાર સુધી અપાયો
નથી !
પ્રશ્નકર્તા : ના, વ્યવસ્થિતની જે વાત છે એ વધારે પ્રમાણમાં કહી છે, વ્યવસ્થિત ! દાદાશ્રી : સંપૂર્ણ પ્રમાણમાં, કલીયર ! કલીયર કટ વાત કરી છે.
એ કહેવાય સામુહિક કર્મોદય !
પ્રશ્નકર્તા : હવે આ જગતમાં જે ધરતીકંપ થાય અને જ્વાળામુખી