________________
આપ્તવાણી-૧૧
૧૦૭ વખતે બીજ નાખતા નથી, તો તમે કર્મક્ષયથી મુક્ત થાવ છો.
‘હું કરું છું’ એમ ભાન થાય, એટલે બીજ નાખે પાછું. કર્મ તો ક્ષય થઈ રહ્યું છે પણ ‘હું કરું છું’ એ ભ્રાંતિ, એ ફરી બીજ નાખ્યું.
પ્રશ્નકર્તા : દેહધારીનાં કર્મો તો વળગેલાં રહે જ ને !
દાદાશ્રી : જેનો કર્તા ભાવ ખલાસ થયો તેને કોઈ કર્મ અડે નહીં. બધાં કર્મ ખલાસ થઈ ગયા. કારણ કે કર્મ, કર્તાનાં આધારથી છે.
પ્રશ્નકર્તા : કર્તા તો સાપેક્ષ છે ને પણ ?
દાદાશ્રી : સાપેક્ષ છે પણ આધાર છે એનો. ‘હું કરું છું’ એ આધાર છે તેથી આ કર્મ છે.
પ્રશ્નકર્તા: તો નૈમિત્તિક ભાવનો કર્તા છે ને ?
દાદાશ્રી : હા, નૈમિત્તિક ભાવનો કર્તા, પણ ‘હું કરું ’ એ ભાન તો આખું જ છે ને ! નૈમિત્તિક ભાવનો કર્તા ક્યારે થાય ? કે પોતે “હું શુદ્ધાત્મા છું' ભાન થાય ત્યાર પછી નૈમિત્તિક ભાવનો કર્તા ! પણ એવું ભાન થયા સિવાય કામ લાગે નહીં ને !
પ્રશ્નકર્તા: જે થાય તેનો હું નિમિત્ત તો ખરોને !
દાદાશ્રી : દેહાધ્યાસ છે ત્યાં સુધી નિમિત્ત નહીં, ‘આ મેં કર્યું.” એથી બંધાયો ઊલ્ટો. કરે છે બીજો અને હું કરવાથી એ બંધનમાં આવી ગયો. તે કર્મ બંધાયું. કર્તા થયો એટલે કર્મ બંધાયું. નથી કર્તા છતાં કહે છે ‘હું કર્તા છું', એનું જ નામ કર્મ.
‘આ’ છે મહાભજતતો મર્મ !
૧૦૮
આપ્તવાણી-૧૧ ઉપર કર્તા હરિ છે. અને જો તું શિવ છું તો વસ્તુ ખરી છે. ઉપર હરિ નામનું કોઈ છે જ નહીં. એટલે જીવ-શિવનો ભેદ ગયો. એ પરમાત્મા થવાની તૈયારી થઈ. આ જીવ-શિવનો ભેદ છે, તું ભગવાન, આ બધા ય ભગવાનને ભજે, એ જીવ-શિવનો ભેદ છે અને આપણે અહીં આ જ્ઞાન મળ્યા પછી જીવ-શિવનો ભેદ ગયો.
કર્તા છૂટે તો છૂટે કર્મ; એ છે મહા ભજનનો મર્મ!
ચાર્જ ક્યારે થાય કે ‘હું ચંદુભાઈ અને આ મેં કર્યું.’ એટલે જે ઊંધી માન્યતા છે તે કર્મ બંધાયું.
હવે આત્માનું જ્ઞાન મળે તો તમે ચંદુભાઈ નહીં. ચંદુભાઈ વ્યવહારથી, નિશ્ચયથી ખરેખર નહીં, અને આ મેં કર્યું તે વ્યવહારથી, એટલે કર્તાપણું મટી જાય તો કર્મ પછી છૂટે, કર્મ બંધાય નહીં.
હું કર્તા નથી એ ભાન થયું. એ શ્રદ્ધા બેઠી, ત્યારથી કર્મ છૂટયા, બંધાતા અટકયા. એટલે ચાર્જ થતાં બંધ થઈ ગયાં. એ છે મહાભજનનો મર્મ. મહાભજન શેને કહેવાય ? સર્વશાસ્ત્રનાં સારને મહાભજન કહેવાય. એ મહાભજનનો ય સાર છે, કહે છે.
ઊંડી સમજણ વ્યવસ્થિત તે કર્મ પ્રકૃતિની !
તેથી અખા ભગત બોલ્યા કે, જો તું જીવ તો કર્તા હરિ ; જો તું શિવ તો વસ્તુ ખરી ! એટલે જો તું શુદ્ધાત્મા તો સાચી વાત છે. અને જો જીવ છું, તો
પ્રશ્નકર્તા : વ્યવસ્થિત અને કર્મ, એ વિશે વધારે ખુલાસો આપોને. દાદાશ્રી : વ્યવસ્થિતમાં ક્યો ભાગ પૂછો છો ?
પ્રશ્નકર્તા : આ બધું ચાલે છે દુનિયામાં, તે બધા કર્મો પ્રમાણે જ ચાલે છે ને ? એટલે લૉ ઓફ કર્મ અથવા તો કર્મની થીયરી છે. કરે છે એ જ વ્યવસ્થિત છે ?
દાદાશ્રી : ના. એ વ્યવસ્થિત નથી. કર્મની થીયરી એ કંઈ કાયમની નથી. કર્મની થીયરી તો બદલાયા કરે. લૉ ઓફ કર્મ તો બધા બદલાયા કરે.