________________
આપ્તવાણી-૧૧
૧૦૫
મા-બાપે તો શું કરવું જોઈએ, એ જ સમજવાનું છે. આ છોકરો એનો કર્મના ઉદયથી કરે છે, એટલે મા-બાપે એની જોડે ફ્રેન્ડશીપ કરવી જોઈએ. એને જોડે બેસાડીને આપણા વગર એને ગમે નહીં એવું કરી નાખવું જોઈએ.
પ્રશ્નકર્તા : પ્રેમથી જીતવું જોઈએ.
દાદાશ્રી : હા, પ્રેમથી આ કામ લે. પણ આ તો સેબોટેજ કરીને બધું બગાડ્યું છે. મા-બાપે તો છોકરો આવો થાય તો, ‘શું કરવું, છોકરાં જોડે કેમ વર્તવું, કેમ આવું કરે છે' એ સમજવું પડે. પણ આ તો છોકરાને
માર માર કરી એની જીંદગી ખરાબ કરી નાખે છે.
કર્મો એક કે અનેક ભવતા ?
પ્રશ્નકર્તા : આ બધાં કર્મો છે તે આ એક જ જન્મમાં ભોગવાતાં નથી. એટલે અનેક જન્મો લેવાં પડે છેને એને ભોગવવા માટે ?
દાદાશ્રી : એક જન્મમાં બધાં કર્મો પૂરાં થઈ જાય છે. બીજા જન્મમાં જો કર્મો ભોગવવાના રહેતાં હોય ને તો કોઈનો મોક્ષ ના થાય.
પ્રશ્નકર્તા : જ્યાં સુધી કર્મો પૂરાં ના થાય ત્યાં સુધી મોક્ષ ક્યાં છે ?
દાદાશ્રી : મોક્ષની તો વાત ક્યાં ગઈ ! એ ભવનાં કર્મ જયારે પૂરાં થાય ત્યારે દેહ છૂટે. અને ત્યારે બીજા નવાં કર્મ બંધાઈ જ ગયેલાં હોય. એટલે મોક્ષની તો વાત જ ક્યાં કરવી રહી ? જૂનાં, બીજાં કંઈ પાછલાં કર્મો નથી આવતા. તમે અત્યારે હઉ કર્મો બાંધી રહ્યાં છો. અત્યારે તમે આ વાત કરો છો ને તે ઘડીએ પણ પુણ્યકર્મ બાંધી રહ્યા છો. પુણ્યાનુબંધી પુણ્યકર્મ બાંધી રહ્યા છો.
પ્રશ્નકર્તા : આ કર્મોમાંથી મુક્તિ મળવી જોઈએ.
દાદાશ્રી : હા. કર્મોમાંથી પૂરેપૂરી મુક્તિ મળવી જોઈએ. પ્રશ્નકર્તા : કર્મ ના બંધાય એનો રસ્તો શું ?
આપ્તવાણી-૧૧
દાદાશ્રી : સ્વભાવભાવમાં આવવાનું. ‘જ્ઞાની પુરુષ’ પોતાનાં સ્વરૂપનું ભાન કરાવે પછી કર્મ ના બંધાય, પછી ચાર્જ ના થાય. આ ડીસ્ચાર્જ એકલું જ રહે એટલે પછી એને હિંસા લાગતી નથી. આ તો સ્વરૂપ ભાન નથી, તેની હિંસા બધી ચોંટે છે.
રહસ્ય કર્મબંધ તે કર્મક્ષય તણું...
૧૦૬
પ્રશ્નકર્તા : કર્મક્ષય એટલે મોક્ષ એમ કહે છે, તો કર્મક્ષયનો આપણને ખ્યાલ આવવો જોઈએને કે આ કર્મોનો ક્ષય કરવાનો છે.
દાદાશ્રી : જેટલા કર્મ તમે કરો છો સવારથી ઉઠીને, તે બધા તમે કરો છો કે ચંદુભાઈ કરે છે ?
પ્રશ્નકર્તા : જ્ઞાન પછી ચંદુભાઈ જ કરે, હું કંઈ કરતો નથી.
દાદાશ્રી : તો એ કર્મક્ષય કહેવાય. અને તમે જો જાતે કરતા હો તો કર્મબંધ કહેવાય, અને તમે ના કરતા હો તો કર્મક્ષય, જે છે તે કર્મનો ક્ષય થઈ રહ્યો છે.
પ્રશ્નકર્તા : હવે પહેલાં જ મોટો ડુંગરો ભર્યો છે ને જ્ઞાન પહેલાંનો ડુંગર આખો થઈ ગયેલો કર્મનો, એનો ક્ષય કેમ ? એનો ક્ષય કરવાનો છે ને !
દાદાશ્રી : એ જ આ ક્ષય થઈ રહ્યો છે. એ જ ક્ષય થઈ રહ્યો છે. એટલે કશું બાકી નથી, બધો ક્ષય થઈ રહ્યો છે અને જે ડુંગરો ભરી રાખ્યો હતો ને, એ તો મેં ઘણોખરો ક્ષય જ કરી નાખ્યો તે દહાડે જ, તેથી તો આ જાગૃતિ આવી.
હવે કર્મક્ષય એટલે શું ? કે આ ચંદુભાઈ કરે છે. એટલે એ જે કરે એ બધું કર્મક્ષય કહેવાય. અને એમાં ‘હું કરું છું’ એ કર્મબંધ કહેવાય. એટલે આખું જગત ‘હું કરું છું' એમ કહે છે ને મોટા સાધુ-આચાર્યો બધા ય. એટલે બધાને કર્મબંધ થાય છે. હવે એ કર્મક્ષય એમને ય થવાનો. જીવમાત્રને કમક્ષય થયા જ કરે છે. પણ એ કર્મક્ષય થતી વખતે બીજું બીજ નાખીને કરે છે અને જો જ્ઞાન મળ્યું હોય તો તમે કર્મક્ષય થતી