________________
આપ્તવાણી-૧૧
૧૦૩ તો પછી આ બીજ નાંખ્યું. એ કર્મ બાંધ્યું. એ પછી ઊગીને તે ઘડીએ તેવી જ ક્રિયા થાય. એ કર્મફળ આવે બીજે ભવમાં.
માતે કર્મફળતે કર્મ !
૧૦૪
આપ્તવાણી-૧૧ કે આ જુઓ, ફળ મળ્યું ને ! નહીં તો, પેલો ના આપી શકે એવો નબળો હોય, તો લોકો શું કહે, કેવો નાલાયક માણસ, આ બિચારાને વગર કામની ધોલ મારી. તે અપજશ કર્મફળ બોલે. અપજશરૂપી કર્મનું ફળ મળી જાય. તમને સમજણ પડીને ! કર્મફળનું તરત જ ફળ મળે. એને કર્મફળ પરિણામ કહેવાય. કર્મફળ પરિણામ તો હંમેશાં નજીકમાં જ હોય. કર્મ કરતી વખતે કર્મ અને ફળ આપતી વખતે કર્મફળ, એમાં ફેર હોય છે, ટાઈમ ડીફરન્સ, શાથી ? તે કર્મ કરતી વખતે બીજરૂપે હોય છે ત્યાર પછી ઝાડ થાય, ત્યાર પછી ફૂલો આવે, ત્યાર પછી છે તે કર્મફળ, એટલો ટાઈમ લાગે છે અને કર્મફળનું પરિણામ તો જલ્દી જ મળી જાય છે.
કર્મ, કર્મફળ, કર્મફળ પરિણામ !
જેવું કંઈ ઉદય આવે તે પ્રમાણે કામ થયા કરે. ત્યારે કોઈ કહે, સાહેબ, ઉદયમાં કોણે છાપ મારી, મારે ઉદય સાથે શું લેવાદેવા ?” ત્યારે કહે, “મુઆ, તેં જ ભાવ કર્યા હતાં તે જ તારો ઉદય.’ તે ભાવ કરતી વખતે કર્મ કહેવાય છે. અને કર્મમાં સંજોગો ના હોય. સંજોગો વગર સ્વતંત્ર કરી શકે, અને ભોગવતી વખતે એને કર્મફળમાં સંજોગો ભેગા થાય તો જ કર્મફળ મળે અને પછી આપણને લાગે કે મારા સંજોગો સારા નથી. ત્યારે એ જ મૂઆ કર્મફળ. સંજોગો ભેગા થશે એટલે કર્મફળ મળશે. કર્મ તો તે કર્યું છે. હવે આ જગતના લોકો શું કહેશે, કર્મફળને કર્મ કહેશે.
આંખે દેખાયું કે આણે આને ધોલ મારી, એ એણે કર્મ કર્યું. અરે, પણ શાથી મારી ? એક કેમ મારી ? બે કેમ નહીં ? અને સવાચાર વાગે કેમ મારી ? ત્રણ વાગે કેમ ના મારી ? એવો કંઈ પ્રશ્ન બોલો ને ? પણ ભાન જ નથી. એણે મારી, એટલું સમજે છે. હું તો પૂછું ને કે “ભઈ સવાચાર વાગે કેમ આપી ? ત્રણ વાગે કેમ ના મારી પણ ? ક્યારના ભેગા થયા છે ? ક્યારના વઢે છે ? હમણે કેમ મારી ? ક્યા કારણથી આ ટાઈમે ?” હવે એ જે ધોલનું કર્મ છે ને, એ ત્યાંથી અહીં પરિપક્વ થઈને પછી ટાઈમ, સ્પેસ બધું સંજોગો ઊભા થયા છે. ત્યાર પછી બધું બને. એટલે આ જગતને શી રીતે સમજાય ?
આ તો અક્રમવિજ્ઞાનની શોધખોળ છે કે વોટ ઈઝ કરેક્ટ એન્ડ વોટ ઈઝ ઈન કરેક્ટ ? તો જ આ નિવેડો આવે ને ? નહીં તો ગુંચાયા જ કરે છે ને લોક. કર્મ શું ? અને કર્મફળ શું? આ જે કર્મફળને આ જગતના લોકો કર્મ કહે છે કે આણે આને ધોલ મારી. એટલે એનું ફળ આયા વગર રહેશે નહીં. એટલે પછી એનું ફળ શું આવે ? પેલો લાગ જુએ કે ક્યારે મારો તાલ પડે. એ પાછો બે આપી જાય. એટલે પેલો કહે
કોઈ છોકરો હોટલમાં જઈને માંસાહાર કરતા શીખી ગયો હોય, હવે એના મા-બાપ શું કહે, તું હોટલમાં જઉ છું, બિમાર પડીશ. એને ના પાડે, ઘણું પ્રયત્ન કરે છે, પણ કશું વળે નહીં. હવે લોક આને શું કહે છે, આ છોકરો નવું કર્મ બાંધે છે હવે આ હોટલનો ખોરાક ખાવો, તેનું પાછું ફળ આપે, તે ફળમાં ચાર વર્ષે મરડો થાય. હવે લોક આને કર્મફળ કહે છે કે આ હોટલનું ખાવું તે કર્મ ને તેનો આ તને મરડો થયો તે કર્મફળ કહેશે.
હવે એઝેક્ટ જો કર્મની થીયરી કોને કહેવાય, એવું જો સમજે તો એ માણસ પુરુષાર્થધર્મને સમજી શકે. કર્મની થીયરી તો, જગતના લોકો જેને કર્મ કહે છે એને કર્મની થીયરી કર્મફળ કહે છે. અને આ મરડો થયો એને જગત કર્મફળ આવ્યું એવું માને ત્યારે કર્મની થીયરી શું કહે છે. કર્મફળનું પરિણામ આવ્યું. એટલે કર્મફળનું પરિણામ આવે છે ત્યારે મરડો થાય છે. તે ઘડીએ મા-બાપે ત્યાં શું કરવું જોઈએ ? મા-બાપ તો મારે છે, ને કાઢી મેલે છે ને ? ના કરાય એવું, એ મરડો થતી વખતે તો કામનું જ નહીં. આ લોક તો પેલો છોકરો હોટલમાં ખાતો હોય તે વખતે ય એને માર માર જ કરે છે. કાઢી મેલે છે ત્રણ દહાડા સુધી તો. તે પેલો પાછો હોટલમાં જઈને પડી રહે. ખાવા માટે પડી રહે પાછો, એટલે સંસ્કાર વધુ બગડે છે.