________________
૧૦૨
આપ્તવાણી-૧૧ છે, ‘મેં ક્યું.’ એમાંથી જ કર્મ બંધાય છે. પછી એનાં એ જ કર્મનો ભોગવટો આવ્યો ત્યારે કર્મફળ કહેવાય. તે આપણા લોકો કર્મફળને કર્મ
કહે છે.
આપ્તવાણી-૧૧
૧૦૧ નથી, કર્મનાં ફળ દરેકને ભોગવવાં પડે છે. હવે એ કર્મનાં ફળ ભવોભવનાં ચાલ્યા કરતાં હશે ?
દાદાશ્રી : હાસ્તોને, કર્મ એવું છે ને આ કેરીમાંથી આંબો અને આંબામાંથી કેરી, કેરીમાંથી આંબો ને આંબામાંથી કેરી !
પ્રશ્નકર્તા : એ તો ઉત્ક્રાંતિનો નિયમ થયો, એ તો થયાં જ કરવાનું.
દાદાશ્રી : ના, એ જ કર્મફળ. એ કેરી ફળ આવી, તે ફળમાંથી બી પડે ને પાછું ઝાડ થાય ને ઝાડમાં પાછું ફળ થાય ને ! એ ચાલ્યા જ કરવાનું, કર્મમાંથી કર્મબીજ પડયાં જ કરે.
પ્રશ્નકર્તા : તો પછી એ શુભ-અશુભ કર્મ બંધાયા જ કરે, છૂટે જ નહીં.
દાદાશ્રી : કર્મનો ગર્ભ ભોગવે. ઉપર ગર્ભ ખઈ લે અને ગોટલો પાછો પડે.
પ્રશ્નકર્તા : એ તો ફરી ઉત્પન્ન થાય, ફરી ત્યાં આંબો થાય. દાદાશ્રી : છૂટે જ નહીં ને !
બંધાય ક્ષણે ક્ષણે કર્મો !
એક નાનો છોકરો ૧૧ વર્ષનો હોય, અને એ ગજવાં ફંફોળી લેતો હોય તો આપણા લોક કહે છે તું ‘આ ચોરી કરે છે !' મા-બાપે ય એવું જ કહે. પણ હવે એ ચોરી નથી કરતો. આ તો કર્મફળ છે બિચારાનું. તે આ લોકો શું કહે ? ‘કર્મ કરે છે.” અલ્યા, કર્મ એકદમ શી કરે ? આ બીજો છોકરો ચોરી નથી કરતો અને આ ચોરી શી રીતે કરે ? એટલે આગળ જે કર્મ પડેલું ને, તેનું આ ફળ આવ્યું એને.
આપણા લોકો તો ગુસ્સો કર્યો, એને ‘કર્મ કર્યું' કહે છે. અલ્યા, ગુસ્સો શી રીતે કરે ? આ બીજા ગુસ્સો નથી કરતાં ને આ માણસ જ ગુસ્સો કેમ કરે છે ? કારણ કે આણે કર્મ બાંધેલું છે ને આણે કર્મ નથી બાંધેલું. આણે શાંતિનું કર્મ બાંધેલું છે. આણે ગુસ્સાનું કર્મ બાંધેલું છે.
પ્રશ્નકર્તા એટલે આ ગુસ્સો કરે છે અને આ કર્મ કરે છે એવું લાગે પણ એ વ્યાખ્યા ખોટી છે.
દાદાશ્રી : આ જગતને એ ભાન જ નથી ! કર્મ તો આગળ થયેલાં છે પૂર્વભવમાં, એનું આ ફળ આવ્યું છે અને પાછું અહીં નિયમ છે કે ગુસ્સો કર્યો એટલે પેલા સામેવાળો કો'ક દહાડો બે ધોલ મારી જાય. ત્યારે લોક કહેશે, ‘જો તે ગુસ્સાનું કર્મ કર્યું હતું, તેનું આ ફળ મળ્યું ને !' એટલે આ કર્મફળનું ફળ મળે છે પાછું. એને કર્મફળ પરિણામ કહેવાય. બાકી આ દેખાય છે એ કર્મફળ જ છે બધું.
પ્રશ્નકર્તા : તો કર્મ કોને કહેવાય ?
દાદાશ્રી : આપણને ‘જ્ઞાન’ નહોતું તે વખતે, “આ બહુ ખરાબ માણસ, આ બહુ સારો માણસ.” એવા મહીં જે ભાવ કર્યા એને માટે, એ જ કર્મ. પછી એનું ફળ આવે આવતા ભવમાં. પછી કોઈ ‘જરા પૈસાની હેલ્પ કરવી જોઈએ બીજાને’ એવા ભાવ રાખે તો એવાં કર્મ બંધાય. કોઈ કહેશે, “અરે લોકોની પાસે લઈને આપવું જ શું પછી ?”
પ્રશ્નકર્તા : અત્યારે અમે ક્ષણે-ક્ષણે કર્મ બાંધતા જઈએ છીએ ને?
દાદાશ્રી : ક્ષણે-ક્ષણે અને તે રાતે ઊંઘમાં હઉ કર્મ બાંધો છો. જાગૃત સ્થિતિમાં તો લોક જાણે કે ‘હું કર્મ બાંધું છું’. પણ રાતે ઊંઘમાં પણ કર્મો બંધાઈ રહ્યા છે. કારણ કે ઊંઘમાં ‘હું ચંદુભાઈ છું’ એ ભાન ભૂલાતું નથી. એ રોંગ બિલીફ ઊંઘમાં ય જતી નથી અને રોંગ બિલીફ છે માટે કર્મ બંધાયા કરે છે. રોંગ બિલીફ એટલે આરોપિત ભાવ. આરોપિત ભાવ એટલે જે પોતે નથી, તે હું છું બોલે છે, અને એનું નામ જ કર્મ !
‘વ્યવસ્થિત’ અગર તો કર્મના ઉદય જ કર્મ કરે છે અને આ કહે