________________
આપ્તવાણી-૧૧
૧0
આપ્તવાણી-૧૧ આપે.
એટલે અહંકાર એ સહજ નીકળી જાય એવી વસ્તુ છે. કારણ કે એ સહજ રીતે જ ઉભો થયો છે. એ કંઈ કષ્ટો કરીને ઉભો થયો નથી અને આથમી જાય છે તે ય સહજ રીતે ! આ જેટલાં કષ્ટ કરે છે, તેમ તેમ અહંકાર વધતો જાય ઊલટો !
આ જ્ઞાન લીધા પછી આપણે કહીએ છીએ ને, આ નવા કર્મ ચાર્જ થતા તમારા અટકી ગયા. આ ભોગવટો છે તમારો. તમારા કરેલા કર્મનો આ ભોગવટો છે. હવે તમે નવું ફળ કરતા નથી. માટે આ ભોગવટો પૂરો કરીને તમે તમારે ગામ ચાલ્યા જાવ.
પ્રશ્નકર્તા : કર્તાપદ વિના કાર્ય કેવી રીતે સંભવી શકે ?
દાદાશ્રી : એવું છે કે ડિસ્ચાર્જરૂપે કાર્ય થયા જ કરે છે. પણ અંદર “હું કર્તા છું' એ ભાન રહે તો એને પાછું ફરી નવું ચાર્જ થાય છે. જો ‘હું કર્તા છું'નું ભાન ના હોય તો એને ડિસ્ચાર્જ રૂપે કાર્ય થયાં જ કરે છે. કાર્ય તો નિરંતર ડિસ્ચાર્જ થયા જ કરે છે, પણ કર્તાપદનું ભાન હોય તો ફરી નવું કર્મ બંધાય, અને કર્તાપદનું ભાન ના હોય ને અકર્તા પદનું ભાન હોય તો કર્મ ન બંધાય. એટલો જ ફેર છે !
પ્રશ્નકર્તા : પણ એ કર્તાપણા સાથે અહમૂનો ભાવ સંકળાયેલો છે.
પૂર્વના કરેલાં કર્મના આધારે આ ભવમાં કાર્ય થાય. લોકો શું જાણે ? કે “આ આણે કર્યું હમણે”. આ ભવમાં કરીએ છીએને, તે પૂર્વકર્મના દબાણથી જ કરવું પડે છે. આપણા પોતાની સહીંથી નહીં. અને લોકો જાણે કે આ અત્યારે પોતાની મરજીથી કર્યું એણે. એટલે એ નોટ રિસ્પોન્સિબલ ટુડે ! ગયા અવતારે રિસ્પોન્સિબલ હતા. આજે રિસ્પોન્સિબલ નથી. આજ એણે નથી કર્યું. તો કરનાર કોણ છે ? આ પરિણામે કર્યું છે. એણે કર્યું તેનું પરિણામ આવ્યું અને એ પરિણામનું કરેલું, આ બન્યું તે !
વેદાંતે પણ સ્વીકાર્યું નિરીશ્વરવાદ !
દાદાશ્રી : હા, તે ?
પ્રશ્નકર્તા : આ સંસારી જીવો ખરાં, એને જે કર્તાપણાનો કે જે કંઈ અહમ્ હોય છે તે મીટાવી દેવો એ કંઈ સહેલી વસ્તુ નથી !
દાદાશ્રી : ના, સહેલામાં સહેલી વસ્તુ જ એ છે. સહજમાં સહજ વસ્તુ એ અહંકાર બંધ કરવું તે ! ક્રોધ-માન-માયા-લોભ બંધ કરવા એ બધું સહજમાં સહજ વસ્તુ છે. બાકી કષ્ટ કરીને કોઈ દહાડો ય ક્રોધમાન-માયા-લોભ જાય નહીં. ગમે એટલાં કષ્ટ સેવે, ગમે તેટલાં કષ્ટ કરે તો ય એ અહંકાર જાય નહી.
પ્રશ્નકર્તા : એ વાત બરોબર છે કે કષ્ટ કરવાથી જાય નહીં, પણ આમ સાહજીક રીતે પણ ના જાય ને !
પ્રશ્નકર્તા : તો પછી કોઈ શક્તિથી થતું હોય, તો કોઈ ચોરી કરે તો એ પણ ગુનો નહીં. અને કોઈ દાન આપે તો એ પણ, બધું સરખું જ કહેવાય ને !
દાદાશ્રી : હા. સરખું જ કહેવાય, પણ તે પાછું સરખું રાખતાં નથી. દાન આપનાર આમ છાતી કાઢીને ફરે છે, એટલે તો બંધાયો અને ચોરી કરનારો કહે છે, “મને કોઈ પકડે જ નહીં, ભલભલાની ચોરી કરું.” એટલે મૂઓ બંધાયો.” “મેં કર્યું એવું કહે નહીં તો કશું અડે નહીં.
એ ખરું કહે છે, એમને સમજણ પડી છે. સમજવા જેવી વાત છે આ બધી.
દાદાશ્રી : સહજ રીતે બિલકુલ જાય. એનો ઉપાય જ સહજ છે ! પણ પોતે સહજ કરી શકે નહીં ને ! પોતે વિકલ્પી છે, તે નિર્વિકલ્પી કેમ કરીને થઈ શકે ? એ તો જે અકર્તાપદ પ્રાપ્ત થયેલાં હોય, જે મુક્ત પુરુષ હોય ત્યાં આગળ પોતે જઈએ તો ત્યાં આપણને સહજ રીતે જ કામ કરી
પ્રશ્નકર્તા: એવી એક માન્યતા છે કે પ્રાથમિક કક્ષામાં આપણે એમ માનીએ છીએ કે ઇશ્વર કર્તા છે. આગળ જતાં નિરીશ્વરવાદ સિવાય, વેદમાં ય કંઈ છે નહીં. ઉપનિષદમાં પણ નિરીશ્વરવાદ જ છે. ઇશ્વર કર્તા