________________
આપ્તવાણી-૧૧ મોક્ષ થાય. વ્યવસ્થિત તો ‘એક્કેક્ટનેસ' છે. અને પ્રારબ્ધમાં તો ત્યાં અહંકાર ડખો કરનારો ઊભો હોય, ત્યાં જાતજાતની ભાંજગડ ઊભી થાય. વ્યવસ્થિત ‘એક્કેક્ટનેસ' છે. તેને કોઈ ચેન્જ કરી શકે નહીં.
બહાર પ્રારબ્ધ જ કહેવાય. બહાર વ્યવસ્થિત ના કહેવાય. આપણું અહીંનું પ્રારબ્ધ છે ને, તે નવી ડખોડખલ બંધ થઈ ગઈ છે, માટે હવે વ્યવસ્થિત એકલું જ રહે છે અને પ્રારબ્ધ ડખોડખલવાળું હોય.
પ્રારબ્ધ એટલે શું? કે કર્મ ભોગવવાનાં ભોક્તાભાવે અને કર્તાભાવે નવાં કરવાનાં. કર્તાભાવ અને ભોક્તાભાવ, બન્ને પ્રારબ્ધમાં ઉત્પન્ન થાય. હવે એમાં કર્તાભાવથી ડખલ ઊભી થાય અને ભોક્તાભાવ ડખલ વગરનો હોય. હવે અહીં આપણા જ્ઞાન લીધા પછી કર્તાભાવ ઊડી ગયો એટલે ભોક્તાભાવ એકલો રહ્યો અને વ્યવસ્થિત કહ્યું આપણે.
પ્રશ્નકર્તા: મને એમ લાગે છે કે પ્રારબ્ધ વ્યક્તિને અનુલક્ષીને અને વ્યવસ્થિત છે તે સમષ્ટિને અનુલક્ષીને છે, બરાબર ?
દાદાશ્રી : ના, એવું નથી. પ્રારબ્ધ વ્યક્તિને ખરું. કારણ કે પ્રારબ્ધ એ આગળ જાય ત્યાર પછી વ્યવસ્થિત થાય છે. પણ તે આ પ્રારબ્ધએ વ્યષ્ટિને તો ખરું જ ને. પણ વ્યષ્ટિનું ફળ એને મળેને તરત જ.
પ્રારબ્ધ સાચી વાત હતી, પણ અવળો આધાર જ થઈ ગયો ત્યાં આગળ. સમજણમાં જ ફેર થઈ ગયો. શું થાય છે ? લોકોએ અવળો અર્થ, દુરુપયોગ કર્યો. પ્રારબ્ધ કરતાં ઊંચું વ્યવસ્થિત. વ્યવસ્થિત શું કહે છે ? ‘તું તારે કર'. અને બીજું બધું મારી સત્તામાં છે અને પ્રારબ્ધ ‘કર’ એવું નથી કહેતું. વ્યવસ્થિત શું કહે છે, ‘તું કામ કર્યું જા અને ફળ વ્યવસ્થિતના હાથમાં છે. કામ કર્યે જા.’ એટલે આ વ્યવસ્થિત એ કમ્પ્લીટ વસ્તુ છે. એના પર જે ય આધાર રાખીને બેસો તો હરકત આવે નહીં.
જ્ઞાતી છોડાવે કર્મ બંધથી !
આપ્તવાણી-૧૧ કયાં જવું ?
પ્રશ્નકર્તા દુઃખ ઓછાં થાય એમ ?
દાદાશ્રી : હં... એ તો દુઃખ ઓછો કરવા છે, પ્રારબ્ધ તો રહેવાનું જ ને, પ્રારબ્ધ ને કર્મથી છૂટકો જ ના થાય ને ! પ્રારબ્ધ તો રહેવાનું જ. પ્રારબ્ધ એટલે શું ? આપણા કરેલ કર્મનું ફળ આવ્યું અને પ્રારબ્ધ કહીએ છીએ આપણે. કરેલા કર્મ બંધ થઈ જાય તો દુ:ખ ખલાસ થઈ જાય, કર્મ કરો છો કે નથી કરતા ? અજવાળામાં કરો છો કે અંધારામાં ? એ બધાનું ફળ આવે પછી.
- હવે આ જે તમે કરો છો, એને લોકો કર્મ કહે છે, ખરી રીતે એ કર્મ છે નહીં. કર્મ જ્ઞાની પુરુષ જાણે છે કે આ કર્મ કહેવાય. આ તો આગળ જે યોજના થઈ ગયેલી, તે યોજનામાં કર્મબંધન થઈ ગયેલા છે, અને આ રૂપકમાં આવ્યું. તેને આપણા લોકો કર્મ કહે છે. ના, પણ કર્મ તો પેલું યોજનામાં કરે છે તે કર્મ છે, એટલે એ કર્મ પ્રમાણે ચાલવું પડે અત્યારે !
શાસ્ત્રજ્ઞાની હોય તો સમજી જાય કે મહીં કર્તાપણું બંધ થઈ જાય એનું, કર્તા માટે એટલે કર્મ બંધ થઈ જાય. ‘મેં કર્યું, મેં કર્યું’ એવો આધાર આપે ત્યાં સુધી કર્મ ઉભા રહે અને “મેં કર્યું એવું છુટી જાય, ભ્રાંતિ છૂટી જાય તો થઈ રહ્યું. સમકિત થાય એટલે કર્મ બંધાતા અટકે !
પ્રશ્નકર્તા : બાંધેલા કર્મો, એનો નિકાલ છે કે નહીં આ જન્મમાં?
દાદાશ્રી : નિકાલ થાયને. પણ ‘કર્તાબંધ થાય તો નિકાલ થાય. આ તો ‘હું કરું છું' એવું કહે છે ને ! ‘પોતે કર્તા છે નહીં’ કોઈ ચીજનો. છતાં એ કર્તા માને છે કે “હું કર્તા છું !”
પ્રશ્નકર્તા : કર્મબંધનમાંથી છૂટવાનો ઉપાય શો ?
દાદાશ્રી : કર્મ, કર્તાને આધીન છે. “મેં કર્યું” એમ થયું, એટલે પોતે કર્મને આધાર આપ્યો એટલે પોતે કર્તા થયો. એટલે કર્મ બંધાય. એ પોતે કર્તા ન થાય તો એ આધાર તૂટી જાય. તો કર્મ બંધાય નહીં.
પ્રશ્નકર્તા : પ્રારબ્ધ અને કર્મથી છૂટકો કેવી રીતે મળે ? દાદાશ્રી : આપણે પ્રારબ્ધ અને કર્મથી છૂટકો થયો તો પછી આપણે