________________
આપ્તવાણી-૧૧
દાદાશ્રી : બહુ ફે૨. વ્યવસ્થિત તો આપણને વ્યવસ્થિત જ રાખે. નસીબ તો આપણને ગજવું કપાય, તો બૂમાબૂમ કરાવડાવે. ગજવું કપાય તે ઘડીએ નસીબ ઊભું ના રહે, તે ઘડીએ જતું રહે.
૯૩
પ્રશ્નકર્તા : પણ નસીબમાં છોકરાને પાસ થવાનું લખ્યું હોય, તો પછી વાંચવાની જરૂર શી ?
દાદાશ્રી : ના, એ તો નસીબ ખોટી વાત છે. નસીબ એવું ના મનાય. નસીબ તો મનાતું હશે ? એ તો વાંચે તો પાસ થવાય, નહીં તો ન વાંચે તો પાસ ના થવાય.
પ્રશ્નકર્તા : ભાગ્યમાં લખ્યું હોય એ તો બન્યા જ કરે છે ને. દાદાશ્રી : નહીં, વાંચીને ફળ આવે, તો ફળમાં જો નાપાસ થાય તો એ પ્રારબ્ધ છે. વાંચ્યા પછી ફળ આવે ત્યારે પ્રારબ્ધ ગણાય.
પ્રશ્નકર્તા : પણ પ્રારબ્ધની જરૂર રહી કે નહીં ? પ્રારબ્ધ ખરું કે વ્યવસ્થિત ખરું ?
દાદાશ્રી : વ્યવસ્થિત તો બહુ ઊંચી વસ્તુ છે. વ્યવસ્થિત જો સમજે ને, તો તેને આખો દહાડો સમાધિ રહે. આ અમારું વ્યવસ્થિત આપેલું સમજેને, તો સમાધિ રહે. એ તો બહુ ઊંચી વસ્તુ. પ્રારબ્ધ અને પુરુષાર્થ એ તો જગત હજુ સમજ્યું જ નથી.
પ્રશ્નકર્તા : જો જગત ના સમજ્યું હોય, તો સમજાવવું જોઈએને ! દાદાશ્રી : સમજાવીએ છીએ ને ! આ ઊંધું થયું તેથી, ના સમજ્યા તેથી તો અત્યાર સુધીમાં આ લોકો આળસુ થઈ ગયા છે. પ્રારબ્ધ માની માનીને તો આળસુ થઈ ગયા છે. અને વ્યવસ્થિત તો શું કહે છે કામ કરે જાવ. પછી પ્યાલા ફૂટી જાય તો વ્યવસ્થિત, એમ કરીને આગળ જાવ. આ બધી હિન્દુસ્તાનની દશા આવી થઈ ગઈને ! બીજા દેશો પ્રારબ્ધને માનતા જ નથી એવું અને વ્યવસ્થિત તો શું કહે છે, કામ કરે જા તારી મેળે અને પછી પરિણામ આવ્યું તે વ્યવસ્થિત. તમે શું માનતા હતા
વ્યવસ્થિતને ?
આપ્તવાણી-૧૧
પ્રશ્નકર્તા : એ ગૂંચવાડો જ છે, વ્યવસ્થિત ખરું, પ્રારબ્ધ ખરું કે નસીબ ખરું ?
૯૪
દાદાશ્રી : ના, એ ફોડ જો સમજી જાય ને તો કામ થઈ જાય એવું છે અને સમજવું હોય તો અહીં સમજી શકે છે. ના સમજવું હોય તો ના સમજે, ભૂલી જાય પછી.
સહુમાં ‘વ્યવસ્થિત’ છે એક્ઝેક્ટ !
પ્રશ્નકર્તા ઃ પ્રારબ્ધ અને વ્યવસ્થિત બંને નજીક નજીકનાં શબ્દ છે કે બેઉનો ભેદ છે ?
દાદાશ્રી : ના. બહુ ભેદ છે.
પ્રશ્નકર્તા : શું ભેદ છે ?
દાદાશ્રી : વ્યવસ્થિતમાં ફેરફાર થવાનો નથી. અને પ્રારબ્ધવાદી તો કેવો હોય, જીવતો અહંકાર હોય. ડખો કર્યા વગર રહે નહીં. અને આ જીવતો અહંકાર ના હોય. એટલે એને એક્ઝેક્ટ વ્યવસ્થિત કહ્યું અને પ્રારબ્ધ વ્યવસ્થિતના આધારે જ હોય છે. પણ પ્રારબ્ધ એટલે ડખાવાળું હોય. એને વ્યવસ્થિત ના કહેવાય. આ જ્ઞાન મળ્યા પછી આપણું આ વ્યવસ્થિત ! આ બહારના લોકો પકડે તો મૂર્ખ બની જાય એમાં, કારણ કે ડખો છે એમાં અને આ તો બધો ચોગરદમના સંજોગો જોઈ લ્યો. જવાય એવું લાગતું નથી, માંડવાળ કરો. પેલું ડખો કરીને ઊભા છે ને ? ડખો કર્યા વગર રહે નહીં.
અહંકાર હોય ત્યાં પ્રારબ્ધ હોય અને અહંકાર વગર વ્યવસ્થિત હોય. વ્યવસ્થિત એટલે એક્ઝેક્ટ ! અહંકારની ડખલથી પ્રારબ્ધ ફર્યા કરે. અહંકાર જીવતો છે ને ! અહીં અહંકાર નથી તો વ્યવસ્થિત, એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ.
પ્રશ્નકર્તા ઃ પ્રારબ્ધવાળો જીવતો છે અને વ્યવસ્થિત એ મરેલો છે. દાદાશ્રી : પ્રારબ્ધમાં અહંકાર જીવતો છે. અહંકાર મરેલાનો તો