________________
આપ્તવાણી-૧૧
આપ્તવાણી-૧૧ હોય તો ન્યાય ખોળ.
એટલે ભગવાન થવું હોય તો આ બાજુ જે બન્યું એ ન્યાય અને રખડેલ થવું હોય તો આ ન્યાય ખોળીને રઝળપાટ કર્યા જ કરવાનું નિરંતર.
| બાપ છોકરાંને મારી નાખે એવું હઉ આવે ન્યાય, છતાં ય ન્યાય કહેવાય. ન્યાયમાં ન્યાય કહેવાય. કારણ કે હિસાબ હતો એવો તે હિસાબ ચૂકવ્યો. બીજું કશું છે નહીં. જેવો બાપ-દિકરાને હિસાબ હતો એવો આ ચૂકવ્યો. ચૂકવણી થઈ ગઈ, આમાં ચૂકવણી હોય છે. બીજું કશું હોતું નથી, કોક ગરીબ માણસ છે તે રૂપિયાની લોટરી લઈ આવ્યો અને લાખ લઈ આવે છે ને, એ ય ન્યાય. કોઈનું ગજવું કપાયું તે ય ન્યાય.
પ્રશ્નકર્તા : કોઈનું ખૂન થયું એ પણ ન્યાય.
દાદાશ્રી : બધું ન્યાય જ છે. કુદરત ન્યાયની બહાર ચાલી નથી. નિરંતર ન્યાયમાં જ હોય. કારણ કે ન્યાય આપણને જોતા બરાબર ફાવે નહીં, પણ એ એકઝેક્ટ એનું દંડ જ હોય. પેલું દાન આપ્યાનું દંડ શું આવે તો કે અહીંયા છે તે એકદમ ધંધો કરવા ગયો ને રૂપિયાનો ઢગલો મળી ગયા.
પ્રશ્નકર્તા : પરિણામ એ ન્યાયને !
દાદાશ્રી : હા, પરિણામ એ ન્યાય બસ. તમે મને ભેગા થયા એ ન્યાય અને કોઈ નથી ભેગો થયો તે ય ન્યાય.
કુદરતના ન્યાયને જો સમજે તો તમે આ જગતમાંથી છૂટા થઈ શકશો. નહીં તો કુદરતને સહેજ પણ અન્યાયી સમજો કે તમારું જગતમાં ગુંચાવાનું સ્થાન જ એ. કુદરતને ન્યાયી માનવી એનું નામ જ્ઞાન. જેમ છે તેમ જાણવું એનું નામ જ્ઞાન અને જેમ છે એમ નહીં જાણવું એનું નામ અજ્ઞાન.
ભોગવે તેની ભૂલ !
દાદાશ્રી : હા, તે એવું છે, આ હમણે ગજવું કપાય ને, તે ઘડીએ કોની ભૂલ ? આપણાં જ કર્મના ઉદય એ. આ તો નિમિત્ત છે, શું છે ? એટલે આપણી ભૂલ આજ પકડાઈ. માટે ભોગવે તેની ભૂલ, આપણે વ્યવસ્થિત કહીને છૂટા થઈ જવાનું. વ્યવસ્થિત કહેવાનું, આપણી ભૂલ.
પ્રશ્નકર્તા : એ તો ખાલી નિમિત્ત થયો.
દાદાશ્રી : પેલો નિમિત્ત થયો. એ તો પકડાશે ત્યારે ગુનેગાર, પણ ગુનેગાર તો ખરો જ. પણ એ કોનો ગુનેગાર ? વ્યવસ્થિતનો ગુનેગાર. આપણે લેવાદેવા નહિ. એ પાછો પકડાશે ત્યારે એ ગુનેગાર. અત્યારે તો જલેબી ખાતો હશે, ને ઉપાધિ આપણને ! પેલો જલેબી ખાય કે ના ખાય? એના હાથમાં આવ્યાં હોય એટલે !
પ્રશ્નકર્તા : પણ હમણાં આપણે ઉપાધિ ભોગવીએ છીએ, એ ભૂલ કહેવાય કે પહેલાં કર્મ આપણે કર્યા'તા ?
દાદાશ્રી : પહેલું કરેલું તેનો હિસાબ આવ્યો આ ! કર્મના ઉદય આવ્યા ફળ આપવા માટે. કર્મનો ઉદય આપણો, એટલે આપણે જ ભોગવવું પડે. ગજવું કપાયું તેમાં ભૂગ્લ કોની ? આપણી. ભોગવે તેની ભૂલ !
પ્રશ્નકર્તા અને પછી આપણે સંતાપ કરીએ તો વળી શું થાય ?
દાદાશ્રી : તો, ફરી આ સંસાર ઊભો જ છેને નિરાંતે ! એ સંતાપ કરીને તો આ ઊભો રહ્યો છે સંસાર ! તે આપણે એનો મેળ પાડીએ, આવું ના કરીશ મૂઆ અને સંસારમાં આવવું હોય તો આવું સંતાપ કર. બે ખોટ જાય. એક તો પેલી લમણે લખેલી ખોટ, બે હજાર ગયા તે અને વળી પાછો આ સંતાપ કર્યો તેની ફરી ખોટ, બીજી, બે. એટલે આ દુનિયામાં પાછું અહીંઆ આવવું પડે, ગરજા-ગરજીના જ્યાં સોદા છે ! બીનગરજી સોદો કોઈ જગ્યાએ જોયો ? આપણે અહીં બીનગરજી સોદા છે.
એ બેમાં કયું ખરું? પ્રશ્નકર્તા : વ્યવસ્થિત અને નસીબમાં શો ફેર ?
પ્રશ્નકર્તા : આ ‘ભોગવે તેની ભૂલ’ એ જરા વિસ્તારથી સમજાવોને.