________________
આપ્તવાણી-૧૧
આવીને પૂછે, ‘અરે, ચંદુભાઈ આવી ધોલ મરાતી હશે, રસ્તા ઉપર આવું ?” ત્યારે તમે શું કહો ? ‘એમને મારવા જેવા જ છે' તમને ક્યાં ખબર ?” હવે અંદરખાને જાણો છો ખોટું થયું છે, છતાં પેલાં ભાઈ આગળ શા હારું આવું બોલો છો ?
પ્રશ્નકર્તા : પોતાનું માન જાળવવા.
૮૫
દાદાશ્રી : હા, એ ગુનામાં પેઠો પાછો. આપણે બધું એકસેપ્ટ, એફિડેવીટ કર્યું કે આ ખોટું થઈ રહ્યું છે, હવે એને કહે ને કે ‘ભાઈ મારાથી ખોટું થયું, ખરાબ થયું છે.' પણ હવે ત્યાં આગળ બચાવ કરે છે. તો શું થાય ? આ પુરુષાર્થ બધો ! આવા ને આવા પુરુષાર્થથી જગત લટક્યું છે ! કરતાં હશે કે નહીં કરતાં હોય પુરુષાર્થ આવો ?
પ્રશ્નકર્તા : એવો જ કરીએ છીએ, ઊંધો જ.
દાદાશ્રી : એ ઊંધો પુરુષાર્થ.
આ આખા સંસારકાળમાં જાગૃતિ છે એ પુરુષાર્થ છે. જાગૃતિ છે એના સિવાય બીજો પુરુષાર્થ જ નથી. પ્રારબ્ધ જોડે હંમેશા પુરુષાર્થ હોય, પણ પુરુષાર્થ અંદર થતો હોય, ભાવથી. ભાવો ફરે છે એ પુરુષાર્થ. ક્રિયામાં ના હોય પુરુષાર્થ. ક્રિયા કોઈ માણસ કરી શકે નહીં. ક્રિયા તો બધું હાથ સારા હોય, પગ સારા હોય, માથું સારું હોય ત્યારે બધાના આધારે ક્રિયા થાય.
આ તે કેવી ખોટ ?
આંખે દેખાય છે એ બધું પ્રારબ્ધ છે. અહીં વ્યાખ્યાન સાંભળે છે તે ય પ્રારબ્ધ, વ્યાખ્યાન કરે છે તે ય પ્રારબ્ધ, સ્કૂલમાં છોકરાઓ ભણે છે તે ય પ્રારબ્ધ, ભણાવનારા ય પ્રારબ્ધ, ત્યારે પુરુષાર્થ શું હશે, એ તપાસ કરવાની રહીને ? આ પુરુષાર્થ કે પ્રારબ્ધની ભાષા જ આખી,
આખી સમજણ જ મારી ગઈ છે.
પ્રશ્નકર્તા : અહીં આવ્યા તે પણ પ્રારબ્ધ જ છે ?
આપ્તવાણી-૧૧
દાદાશ્રી : હા, પ્રારબ્ધ. જેમાં આ શરીર વાપરવું પડે, આ શરીરનો એક પણ પાર્ટ વાપરવો પડે, એ બધું ય પ્રારબ્ધ. નહીં તો માથું દુઃખતું હોય, પગ ફાટતાં હોય તો ના અવાય.
૬
અને પુરુષાર્થમાં કશું વચ્ચે ના હોય. પુરુષાર્થ સ્વતંત્ર હોય. તે તમારે ત્યાં કોઈ ૨૫ હજાર રૂપિયા દાન આપે અને પછી આપણે એને ખાનગીમાં પૂછીએ, ‘અરે, કેમ ૨૫ હજાર રૂપિયા તેં આપ્યા ? કોઈને આપતો નથી કોઈ દા’ડો, હજાર રૂપિયા ય નથી આપતો ને ?’ ત્યારે કહે, “આ તો પ્રેસીડન્ટની શરમે આપું છું’. બોલો, ભગવાનને ત્યાં યે ખાતે જમે થાય ? તમે દબાણ કરો કે પાંચ-પચ્ચીસ હજાર રૂપિયા આપ તું, તો તમારી શરમે આપે કે ના આપે ?
પ્રશ્નકર્તા : આપે.
દાદાશ્રી : હવે, બોલો ભગવાનને ત્યાં જમે થાય ખરૂં ? પેલાનું જમે ના થાય અને પૈસા સાવ નકામાં ય ના જાય. અહીં પબ્લિકમાં એમ કહેશે કે ૨૫ હજાર રૂપિયા આપ્યા એટલે એની કીર્તિ ફેલાય. આવતાં ભવના ચોપડામાં જમે નહીં થવાનું. અને બીજો માણસ મારે મ્યુનિસિપાલિટીને મદદ જ કરવી છે, એટલા માટે આપ્યા. તો લોકો કીર્તિ ય ગાય અને ત્યાં ભગવાનને ચોપડે જમે ય થાય. બેઉ કામ થાય.
તમારે ખાતે ય જમે થાય, તમારાં લીધે આપ્યા એટલે. આવાં આ ચોપડાં છે, પેલો તો રખડી મરે. તમારી શરમે આપે કે ના આપે ? આપે. નહીં તો રૂપિયો આપે નહીં એવાં છે કેટલાંક લોકો. લોભીયા માણસ તો કોઈને ચાર આનાં ય ના આપે.
પ્રશ્નકર્તા ઃ પ્રેસીડન્ટ અહીં આગળ ૨૫ હજાર લઈને, ૫૦ હજારનો કંઈક ફાયદો કરી આપે, તો એને આપે, નહીં તો ના આપે પાછાં.
દાદાશ્રી : એટલે જ મારું કહેવાનું કે પેલો આપે છે તે શાના માટ ? પછી પ્રેસીડન્ટ પાસેથી લાભ ઉઠાવી લઈશું. એટલે પ્રેસીડન્ટ ખાતે ૨૫ હજાર પૂરા તો ના જમે થાય, પણ થોડાં ઘણાં બાદ થઈ અને જમે થાય, વીસેક હજાર રૂપિયા. ત્યારે ફરી પાછાં પેલાને લાભ આપે ત્યારે